બંગાળની ખાડીના વિસ્તારમાં હાલમાં મોંથા નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ભારતના પૂર્વ દરિયાકિનારે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને તેની અસર ગુજરાત સુધી પહોંચવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, હાલની પરિસ્થિતિને જોતા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. 28 ઑક્ટોબર, મંગળવારની રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડા દરિયાકિનારે મોંથા વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
‘મોંથા’નો અર્થ “સુંદર ફૂલ” એવો થાય છે અને આ નામ થાઇલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં હાલ એક ડિપ્રેશન રચાયું છે, જે સોમવારે સાયક્લોનમાં રૂપાંતરિત થઈ શકે છે. ત્યારબાદ તે વધુ તીવ્ર બની સિવિયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને મછલીપટ્ટનમ તથા કાકીનાડા વચ્ચે લૅન્ડફોલ કરવાની શક્યતા છે.
આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની ઝડપ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.
આજે સવારના 6થી 10 વાગ્યા સુધીનો રાજ્યના 137 તાલુકામાં માવઠું વરસ્યું છે. ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 6.22 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં ભારે વરસાદની પગલે ચોમાસા જેવી કપરી સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.
રાજુલાના ધાતરવાડી ડેમ-2ના પાણી ગામોમાં પ્રવેશતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધરારાનાનેશમાં પૂરના કારણે વીજપોલ ધરાશયી થયો છે, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ખેતરો જાણે સરોવર હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં ડાંગરના તૈયાર પાક પલળી ગયો, ખેડૂતે ખોબાથી પાણી કાઢ્યું સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ગોધરા તાલુકાના કાંકણપુર, પઢીયાર, વિંઝોલ, વેલવડ, મોર્યો, નદીસર, ધાનિત્રા, વેગનપુર જેવા અનેક ગામોના ખેડૂતો માટે આ કમોસમી માવઠું આફત બનીને આવ્યું છે.
પાકિસ્તાન પોતાના જ દુષ્કૃત્યોનું પરિણામ ભોગવી રહ્યું છે. દુશ્મન પાકિસ્તાન આતંકના પડછાયામાં છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા બધા આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પાકિસ્તાની સેનાએ રવિવારે જાહેરાત કરી છે.
પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા. શુક્રવારે રાત્રે ઉત્તર વઝીરિસ્તાન અને કુર્રમ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા બે ઓપરેશનમાં સુરક્ષા દળોએ શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો. સુરક્ષા દળોએ કુર્રમ જિલ્લાના ગાકી અને ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના સ્પિનવામ નજીક અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના બે મોટા જૂથોની ગતિવિધિ શોધી કાઢી.
ચાર આત્મઘાતી બોમ્બરો ફિત્ના અલ-ખાવરીજ સાથે જોડાયેલા હતા સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોએ આતંકવાદીઓના આ જૂથોનો અસરકારક રીતે સામનો કર્યો અને ફિત્ના અલ-ખાવરીજ સાથે જોડાયેલા ચાર આત્મઘાતી બોમ્બરો સહિત 15 ખાવરીજને મારી નાખ્યા.
ટીટીપી એક પ્રતિબંધિત સંગઠન છે. ગયા વર્ષે, પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને ફિત્ના અલ-ખ્વારીજ તરીકે સૂચિત કર્યું હતું, જે ઇસ્લામિક ઇતિહાસમાં હિંસામાં સામેલ એક જૂથનો સંદર્ભ આપે છે.
શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે જ દિવસે, કુર્રમ જિલ્લામાં ગાકીમાં ઘૂસણખોરી કરતી વખતે 10 વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ ખૂબ જ વધી રહ્યા છે, જેમાં આતંકવાદીઓ મોટે ભાગે પોલીસ, કાયદા અમલીકરણ કર્મચારીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. 2022 માં પ્રતિબંધિત TTP દ્વારા સરકાર સાથે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યા પછી આતંકવાદી હુમલાઓમાં આ વધારો થયો છે. ગયા અઠવાડિયે, સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં અનેક કાર્યવાહી દરમિયાન 34 આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. જમણવારમાં પીરસાયેલી છાશ પીધા બાદ ગામના 200થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.
અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક રીતે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કેટલાક દર્દીઓની હાલત ચિંતાજનક છે.
ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગે શંકાસ્પદ છાશના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે અને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે.
સરકારનું િમશન સત્તાલક્ષી હોય શકે, પરંતુ દેશની પ્રજા બેકારીથી સતત પીડાતી હોય તો આવી સરકારને “સુશાસન” કઈ રીતે કહી શકાય?
વેપાર, ઉદ્યોગમાં તેજીમંદીથી લોકો ડરતા નથી! પરંતુ લોકો કોર્ટ-કચેરીનાં પગથિયાં ચઢતા પણ ડરી રહ્યા છે કારણ કે ન્યાય મળવાની અપેક્ષા જ મરી ગઇ છે!
નોટબંધી, જીએસટી આ બધાને ભૂલી જવામાં જ મજા છે, િવતેલા વર્ષોમાં કેટલા લોકોએ આપઘાત કર્યા તેના સાચા આંકડા જાહેર કરવામાં આવે તો જ વાસ્તવિકતા આપો આપ પ્રગટ થશે
િવક્રમ સંવત 2081નું વર્ષ સરેરાશ ઉધ્વેગભર્યુ રહ્યું લોકો આખું વર્ષ કોઈકને કોઈક સમસ્યાથી પીડિત રહ્યા આફત માનવ સર્જીત હોય કે, કુદરતી પરંતુ સરવાળે માણસ જાત સતત પીડાતી આવી છે. િવક્રમ સંવત 2081ના વર્ષનો અંત આવ્યો અને નવું વર્ષ શરૂ થયું પરંતુ સમસ્યાઓનો અંત આવતો નથી. રાત્રે થાકીને પથારીમાં પડેલા માણસે આવતીકાલની સવાર કેવી હશે? તેનો અંદાજ આવી શકતો નથી. સરકારી મદદ કે સુખેથી જીવી શકાય કે વેપાર, ઉદ્યોગ કરી શકાય એવી કોઈ જ આશા રહી નથી. વેપાર, ઉદ્યોગમાં સતત ડરનો માહોલ છવાયેલો રહ્યો છે. ઘણા લોકો સરકારી કાયદાની ઝંઝટમાંથી છુટવા મથી રહ્યા છે. કોઈને હવે િવસ્તરવું નથી. બલ્કે જે છે તે સચવાય રહે તો ઘણું એવી ઈચ્છા સાથે કામકાજ કરી રહ્યા છે. સરકારી કે ખાનગી કારખાનાઓમાં નોકરી કરતા લોકોને પણ શાંતિ નથી. કારણ ખુદ કારખાના માિલક પીડાઈ રહ્યો હોય ત્યાં કર્મચારીનું ક્યાંથી િવચારે?િદવાળી આવી અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ પરંતુ ઊંડણના ગામડાથી શરૂ કરીને મહાનગરો સુધી ક્યાંય પણ ઉત્સાહ નથી લોકો યંત્રવત જીવી રહ્યા છે. િવતેલા વર્ષોની દુઃખદ ઘટનાઓમાંથી બહાર નીકળવાની આશાઓ સાથે લોકો ઝઝુમી રહ્યા છે. પરંતુ દૂર દૂર સુધી ક્યાંય વેપાર, ઉદ્યોગ કે જાહેર જીવનમાં ઉજાસ દેખાતો નથી રોજ સવાર પડેને આશાઓ ઠગારી નીવડતી રહે છે. ક્યારે કાયદો બદલાઈ જશે એ નિશ્ચિત નથી. દિલ્હી દરબારમાં રોજબરોજ કરાતી જાહેરાતોએ સમાન્ય માણસનું જીવવાનું હરામ કરી નાંખ્યું છે. સરકારે યેનકેન પ્રકારે સત્તા જાળવી રાખી છે. પરંતુ એક પણ કાયદો સ્થિર નથી વળી કાયદામાં કરાતા સુધારા પણ અનેક ગુંચવાડાથી ભરેલા હોવાને કારણે સતત કષ્ટદાયક રહ્યા છે.
નોટબંધી અને જીએસટીએ લોકોને બેવડા વાળી દીધા હતા. નોટબંધીના િદવસથી ખાલી થઈ ગયેલા ખિસ્સા ફરી ક્યારેય ભરાયા નથી અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ જ ન હોય ત્યાં ખુશાલી ક્યાંથી આવવાની? જરૂરિયાતો સંતોષવા મધ્યમ વર્ગના પરિવારો વ્યાજખોરીના ‘વિષચક્ર’માં રીબાઈ રહ્યા છે. વ્યાજખોરીને કારણે કેટલા લોકોએ આપઘાત કર્યા તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવે તો ફફડી જવાય એવી સ્થિતિ છે. આવું જ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનારાઓની ઘટનામાં ઊંડા ઉતરવામાં આવે તો લોકોની ગરીબાઈની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવશે છે.પરંતુ આ બધી સમસ્યાઓની સરકારમાં આંખ બંધ કરીને બેઠેલા અને નર્યા રાજકીય સ્વાર્થની લડાઈમાં રાચતા નેતાઓને દેશની વસ્તાવિક કંગાળિયતો અંદાજ નહીં આવે કારણ ચારે તરફ ખુશામત ખોરોની ફોજ “રાજા”ને દેશના લોકોની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવવા દેતી નથી. લોકો જીવી રહ્યા છે અેનો મતલબ નથી કે સુખી છે. દેશનું અર્થતંત્ર એટલી હદે કંગાળ નહોતું લોકો ખુશહાલ હતા, પ્રત્યેક ઘરમાં આનંદની રોશની હતી લોકો અડોશ પડોશમાં સુખ વહેચતા હતા પરંતુ સરકારે જ્યારથી લોકોને ‘ચોર’ સમજવાનું શરૂ કર્યું છે. ત્યારથી પ્રજાની અને દેશની કઠણાઈ શરૂ થઈ હતી.સરકારના સલાહકારોએ એટલી હદે ‘નાકાબંધી’ ઊભી કરી છે કે, લોકો ડરના માર્યા બોલતા નથી પરંતુ અંતરઆત્મા સત્તા પરિવર્તન માટે પોકારી રહ્યો છે. સાથે જ િહંદુ-મુસ્લમાનનું એટલી હદે ઝેર રેડવામાં આવ્યું છે કે, લોકો ઈચ્છતા હોવા છતાં બીજુ િવચારી શકતા નથી. કદાચ એક આખી પેઢી ખલાસ થઈ ગયા પછી સ્થિતિ બદલાઈ શકે પરંતુ આ ઝેર એટલી હદે રેડવામાં આવ્યું છે કે, નવી પેઢી પણ ‘કોમવાદ’થી મુક્ત થઈ શકશે એવું લાગતું નથી અને હવે તો િવચારતા અને વાત કરતા પણ ડર લાગે છે પરિણામે દેશના પરિવારો બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘર ખરીદતા પહેલા િવચારવું પડે છે કે પાડોશી કોણ છે?
દેશની આઝાદીના 75 વર્ષ પસાર થઈ ગયા છે. પરંતુ આટલી ભયાવહ સ્થિતિ ક્યારેય નહોતી ભારત-પાકિસ્તાનના ભાગલા પાછળ સત્તા લાલસા અને કોમવાદ મુખ્ય બે પરિબળો હતા અને ભાગલા વખતે થયેલી કત્લેઆમના જુની પેઢીના લોકો સાક્ષી છે. દેશના ભાગલા વખતે પણ લાખો મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. કારણ ભારતના બંધારણમાં બિનસાંપ્રદાયિકાતા છે.અે લાખો લોકોને ભારતના બંધારણ ઉપર ભરોસો હતો. વિશ્વના દેશોમાં બનતું આવ્યું છે તેમ ભારતમાં પણ કોઈક સંજોગોમાં રમખાણો થયા છે. પરંતુ આ રમખાણોએ સામાજિક વાડાબંધી કરી નહોતી. પરંતુ હવે કમશઃ લગભગ દરેક શહેર, ગામ, નગરમાં કોમવાદી વાડા બંધાઈ ગયા છે. સરકાર જ િવચલિત થઈ ગઈ હોય ત્યાં બદલાવની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? મતલબ થોભો અને રાહજુઓ જેવી હાલત છે. દરેક નાગરિક સામાજિક, આર્થિક, વેપાર-ઉદ્યોગની સમસ્યાના પાંજરામાંથી બહાર આવવા મથી રહ્યો છે. પરંતુ લોકો કોઈક પૂર્વ ભવમાં પાપની સજા કાપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
ખેર, પરાકમી રાજા િવક્રમાિદત્યના નામથી ઓળખાતું િવક્રમનું નવું વર્ષ 2082 નવો વિચાર અને નવા પરિવર્તનો લાવનારું બની રહે એવી લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આંખ, કાન બંધ કરીને બેઠેલી સરકારનું માનસ બદલાય તો જ દેશની સ્થિતિ બદલાઈ શકે બાકી વેપાર, ઉદ્યોગમાં તેજી-મંદીથી લોકો ડરતા નથી ડર હોય તો માત્ર સરકારનો છે.રોજે રોજ નવા કાયદા લાવતી સરકાર ક્યારે સ્થિતિ બદલી નાંખશે એ નક્કી નહીં હોવાથી બહુમત વર્ગ વેપાર, ઉદ્યોગમાં પોતાનું લક્ષ નક્કી કરી શકતા નથી. વળી ઉપરથી સરકારી બાબુઓ ક્યારે કાયદાની તલવાર લઈને નીકળી પડશે એ પણ નક્કી નથી હોતું. ભૂતકાળમાં પણ કાયદા હતા પરંતુ કાયદા લોકોના રક્ષણ માટે હતા પરંતુ આજે એવું લાગે છે કે, સરકારે બનાવેલા કાયદા લોકોને ડરાવવા અને ધમકાવવા માટે જ બનાવવામાં આવ્યા છે અનેકને રોજગારી આપતો ઉદ્યોગપતિ કે વેપારી ગમે ત્યારે પણ સળિયાની પાછળ ધકેલાઈ શકે છે, ખરેખર તો લોકશાહી કરતા “અધિકારી રાજ” હોવાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના ગુલામી કાળમાં અંગ્રેજોના ‘સુબા’ લોકોને પજવતા હતા હવે દેશના જ ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાને રંઝાડી રહ્યા છે. વળી રંઝાડવાની કોઈ મર્યાદા નથી. સાહેબનો ફોન આવે એટલે જુલાબની ટીકડી લીધા વગર જ ઝાડા, પેશાબ છુટી જાય એવી હાલત થઈ રહી છે.ભૂતકાળમાં જે તે િવસ્તારનો અધિકારી પોતાના તાબા હેઠળના લોકોની સલામતિ, સુખાકારી માટે િવચારતો હતો પરંતુ આજે એવી સ્થિતિ છે કે, વેપારી કે ઉદ્યોગપતિએ પોતાના વિસ્તારના ‘સાહેબ’ને ખુશ કરવા માટે બધુ જ કરવું પડે છે પોતાના કોઈ જ કાળા ધંધા નહીં હોવા છતાં ‘સાહેબ’ નારાજ થાય તો બેડરૂમમાંથી ઊંચકીને સળિયા પાછળ ધકેલી શકે! વળી માની શકાય નહીં પરંતુ લોકો હવે કોર્ટ, કચેરીના પગથિયા ચઢતા પણ ડરી રહ્યા છે. કારણ વિશ્વાસ ડગી ગયો છે.
રાજ્યમાં અને ત્યાર બાદ કેન્દ્રમાં ભાજપની સરાકારની રચના સમયે આ દેશના લોકોની ખૂબ મોટી અપેક્ષા હતી લોકો વડાપ્રધાન અને ભાજપ સરકાર માટે ગૌરવ અનુભવતા હતા, લોકોને એટલી હદે અપેક્ષા હતી કે, ભારત ફરી “સોનાની ચીડિયા” જેવો દેશ બની જશે પરંતુ વિતેલા વર્ષોના અનુભવે લોકોને િનરાશામાં ધકેલી દીધા છે અને હવે કંઈક નવું અને સારૂ થશે એવી આશા રાખવા જેટલી પણ િહંમત રહી નથી અને એટલે જ વધુને વધુ લોકો મંદિર અને દેવસ્થાન તરફ વળી રહ્યા છે. કારણ િસ્થતિ સુધારવા માટે સર્વશક્તિમાન ઈશ્વર જ કંઈક કરી શકશે.િવતેલા વર્ષોમાં એટલું ચોક્કસ કરી શકાય કે રોડ રસ્તા, વીજળી, રેલ્વે સહિત માળખાગત સુવિધાઓમાં અકલ્પનિય વધારો થય છે. પરંતુ ભૌતિક સુખની સાથે લોકો ખુશહાલ હોય એ પણ એટલું જ જરૂરી છે.િવક્રમ સંવત 2082માં સરકારમાં કોઈક ચમત્કારિક પરિવર્તન આવે એવી ઈશ્વરને પાર્થના કરવા સિવાય મજબૂર પ્રજા પાસે કોઈ જ િવકલ્પ નથી.
ઓડિશાના ધેંકનાલ જિલ્લાના દાદરાઘાટી પોલીસ સ્ટેશન હદ હેઠળના અખુઆપારા પંચાયતના મોહનપાશી ગામમાં એક ભયાનક ઘટના બની છે. એક પિતાએ એક યુવાનને તેની પુત્રી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ માર મારીને હત્યા કરી દીધી હતી અને તેનો મૃતદેહ નહેરના કિનારે ફેંકી દીધો હતો. હત્યા બાદ, આરોપી પિતાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
શું છે આખો મામલો? આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. આરોપીની ઓળખ રૂપા પિંગુઆ તરીકે થઈ છે, જ્યારે મૃતક યુવાન કરુણાકર બેહેરા હતો, જે અખુઆપાડા પંચાયતના નંબર 1 કોલોનીનો રહેવાસી હતો, જે મોહનપાશી ગામમાં જેસીબી મશીન હેલ્પર તરીકે કામ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની રાત્રે, રૂપા પિંગુઆએ કરુણાકરને તેની પુત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો હતો. પિતાનું માનવું હતું કે યુવક તેની પુત્રી પર બળજબરી કરી રહ્યો હતો અથવા જાતીય હુમલો કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા, તેણે કરુણાકર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
સ્થાનિક સૂત્રો કહે છે કે મૃતક યુવક, કરુણાકર અને આરોપીની પુત્રી વચ્ચે સંબંધ હતો અને તેઓ એકબીજાને પસંદ કરતા હતા. જોકે, જ્યારે પિતાએ તેમને જોયા ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેણે યુવાનની હત્યા કરી દીધી.
હત્યા બાદ આત્મસમર્પણ કર્યું હત્યા કર્યા પછી, આરોપી રૂપા પિંગુઆએ કરુણાકરના મૃતદેહને ગામમાં એક નહેર પાસે ફેંકી દીધો. ત્યારબાદ તરત જ, તે દાદરાઘાટી પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કર્યું. ઘટનાની જાણ થતાં, કરુણાકરના પિતા કાશીનાથ બેહેરા અને પરિવારના અન્ય સભ્યો મોહનપાશી ગામમાં પહોંચ્યા અને આરોપી રૂપા પિંગુઆ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. તેમણે મૃતદેહને કબજે લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે આરોપી રૂપા પિંગુઆને કસ્ટડીમાં લઈ લીધી છે અને સઘન પૂછપરછ શરૂ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
તમે દિવાળી પર ફટાકડા ફોડતા હશો, પણ અમરેલીના સાવરકુંડલાની વાત જ અલગ છે!છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી અહીં રાત્રે આકાશમાં રોશની નહીં, પણ સળગતા ‘ઈંગોરિયાં’ના અગનગોળા જોવા મળે છે! આ છે સાવરકુંડલાનું પ્રખ્યાત અને અનોખું ‘ઈંગોરિયાં યુદ્ધ’! શું છે આ પરંપરા?
જોકે, હવે વૃક્ષો ઓછા થતાં, યુવાનોએ તેના વિકલ્પ તરીકે દોરાની કોકડીઓ (કોકડા) તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સામાન્ય ફટાકડાથી કંટાળી ગયા હો તો, ગુજરાતની આ અનોખી અને સાત દાયકા જૂની ‘જ્વલંત’ પરંપરા વિશે જાણો! શું તમે આ યુદ્ધ વિશે સાંભળ્યું હતું?ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાંથી યુદ્ધ ખેલાતું હતું.આજે પણ દિવાળીની રાત્રે શહેરના ત્રણ મુખ્ય વિસ્તારો (નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ)માં યુવકોના ગ્રૂપ સામસામે ગોઠવાઈ જાય છે.એકબીજા પર હજારોની સંખ્યામાં સળગતા ઈંગોરિયાં ફેંકીને લોકો નિર્દોષ ભાવે આ ‘અગન યુદ્ધ’નો આનંદ માણે છે.આ રોમાંચક દ્રશ્ય જોવા દૂર-દૂરથી લોકો અહીં ઉમટી પડે છે.આ વખતે તો MLA મહેશ કસવાળા પણ આ પરંપરાગત યુદ્ધમાં જોડાયા હતા
ઈંગોરિયું શું છે?
ઈંગોરિયાના વૃક્ષના ચીકુ જેવા ફળને સૂકવી, તેની અંદર દારૂ, ગંધક, સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ભરવામાં આવે છે.એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.ગતરાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડી નાખ્યા હતા.
સુરત શહેરની પાલ પોલીસે મહારાષ્ટ્રના કુખ્યાત અને સસ્પેન્ડ થયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રણજીત કાસલેને ઝડપી પાડ્યો છે. આ આરોપી પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનીને ₹2.26 લાખ રોકડ અને બે મોબાઈલ ફોનની લૂંટ કરવાનો ગંભીર આરોપ છે.
PSI તરીકે ઓળખ આપી લૂંટ ચલાવી 28 વર્ષીય સુજલ પાદરીયા, જે લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે, તેને 14 ઓક્ટોબરે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. બીજા દિવસે, સુજલ SBI બેંકમાંથી ₹2.26 લાખ ઉપાડી ઇસ્કોન સર્કલ નજીક પહોંચી. ત્યાં ‘રણજીત’ નામનો વ્યક્તિ મળ્યો અને પછી પાંચ સાથીઓ સાથે કાફેમાં ઘૂસી આવ્યા. રણજીતે પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો PSI જણાવી ID કાર્ડ બતાવી ધમકાવ્યો કે “તમે ગેરકાયદેસર કામ કરો છો.”
ત્યારબાદ તેણે સુજલના હેન્ડબેગમાંથી રોકડ અને ફોન છીનવી લીધા અને સાથી ભુપેન્દ્રભાઈને તમાચો મારી તેમનો ફોન પણ લઈ લીધો. બાદમાં બંનેને કારમાં બેસાડી અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી પણ ડુમસ રોડ પાસે ઉતારી ‘થોડીવારમાં આવું છું’ કહી ફરાર થઈ ગયો.
કોઈને કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું રણજીતે ભુપેન્દ્રભાઈને ફોન પર ખુલ્લી ધમકી આપી કે જો કોઈને કહેશો તો એન્કાઉન્ટર કરી નાખીશું. આ ધમકીથી ડરી ગયેલા પીડિતોએ શરૂઆતમાં ફરિયાદ ન કરી, પરંતુ બાદમાં હિંમત કરીને પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો.
કાફેના CCTVમાં કેદ લૂંટનાં દ્રશ્યો પોલીસને કાફેના CCTV ફૂટેજમાંથી સ્પષ્ટ પુરાવા મળ્યા છે, જેમાં રણજીત કાસલે ધમકી આપતો અને લૂંટ ચલાવતો દેખાય છે. તે આધારે જ સુરત પોલીસે મહારાષ્ટ્રમાં તેની ધરપકડ કરી હતી.
વિવાદાસ્પદ ભૂતપૂર્વ PSI (રણજીત કાસલે ) રણજીત કાસલે એપ્રિલ 2025માં વિવાદાસ્પદ વર્તન બદલ સસ્પેન્ડ થયો હતો અને બાદમાં બરતરફ કરાયો હતો. તેના પર મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં સરપંચ હત્યા કેસમાં એન્કાઉન્ટરની યોજના, ઈવીએમ ચેડા અને લૂંટફાટના કેસોનો સમાવેશ થાય છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીએ તેમના વતન સુરતની મુલાકાત પોલીસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં સંબોધન કરતા તેમણે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ષડયંત્ર રચી `લવજેહાદ’ કરનારાને ક્યારેય છોડવામાં નહીં આવે અને આવા લોકો ઉપર તૂટી પડવા પોલીસને પણ તેમણે છૂટ આપી હતી સાથે સાથે એવી ટકોર પણ કરી હતી કે સાચો પ્રેમ કરતા હોય તેમને હેરાન ન કરવા. આ ઉપરાંત તેમણે પોલીસને આદેશ આપ્યો હતો કે નાના-નાના ડ્રગ્સ પેડલરોને વીણી વીણીને જેલમાં પૂરી દો.
ડ્રગ્સ વિશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ દૂષણને રાજ્યમાંથી ઉખેડી ફેંકવાનો સરકારનો સંકલ્પ છે. ડ્રગ્સ વિરુદ્ધ આ અભિયાન નહીં બલ્કે લડત છે. કેન્દ્રીય એજન્સીઓ ડ્રગ્સ નેટવર્કને ભેદી રહી છે એટલા માટે હવે નાના-નાના પેડલરો કે જેઓ છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરે છે તેના ઉપર બાજનજર રાખીને કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. આ માટે નવા વર્ષથી જ કાર્યવાહી શરૂ કરી દેવા આદેશ અપાયો હતો. એક પણ એવો ડ્રગ્સ પેડલર ન બચવો જોઈએ જે આ ધંધા સાથે સંકળાયેલો હોય.
લવજેહદ મુદ્દે તેમણે ઉમેર્યું કે સરકાર પ્રેમની વિરોધી નથી. પ્રેમનો અધિકાર સૌને છે પરંતુ ષડયંત્ર રચીને લવજેહાદ થશે તો તેને ચલાવી લેવાશે નહીં. જો કોઈ યુવક સોશ્યલ મીડિયા કે ડિઝિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા તેને ફસાવવા માટે નામ બદલી નાખે તો તે ચલાવી લેવાશે નહીં.
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું નથી. ખાખી વર્દી દ્વારા લોકોમાં ખુશી આવે તેવું પણ કામ કરે છે ત્યારે આવનારા સમયમાં લોકો પોલીસની ગાડી જુએ એટલે વિશ્વાસ આવી જાય તેવું કામ કરવું જોઈએ.
પાકિસ્તાનમાં સોમવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. ભૂકંપ 10 કિલોમીટરની ઉથલી ઊંડાઈએ આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં વધુ ઝટકા આવવાની આશંકા રહી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) તરફથી આ માહિતી આપવામાં આવી છે.
પાકિસ્તાનમાં શનિવાર અને રવિવારે પણ મધ્યમ 4.0 તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. અનેક વખત ઉથલા ભૂકંપ ગહેરા ભૂકંપ કરતાં વધુ જોખમી બની શકે છે. આ કારણે કે ઉથલા ભૂકંપથી ઉત્પન્ન થતી ભૂકંપીય તરંગો સપાટી સુધી પહોંચવાની અંતર ઓછું હોય છે, જેના પરિણામે જમીન વધુ હલે છે અને રચનાઓને વધુ નુકસાન થવાની તથા વધુ હાનિ થવાની શક્યતા વધી જાય છે.
પાકિસ્તાનમાં વારંવાર આવે છે ભૂકંપ પાકિસ્તાન વિશ્વના ભૂકંપીય રીતે સક્રિય દેશોમાંથી એક છે, જ્યાં અનેક મોટા ભ્રંશો આવેલા છે. આ ટકરાવ વિસ્તાર દેશને ભયાનક ભૂકંપો પ્રત્યે અત્યંત સંવેદનશીલ બનાવે છે.
બલુચિસ્તાન, ખેબર પખ્તુંખ્વા અને ગિલગીત-બાલ્ટિસ્તાન જેવા પ્રાંતો યુરેશિયન પ્લેટના દક્ષિણી કિનારે આવેલા છે, જ્યારે સિંધ અને પંજાબ ભારતીય પ્લેટના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલા છે, જેનાથી અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે.
બલુચિસ્તાન અરબ અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચેની સક્રિય સીમા પાસે આવેલું છે. ભારતીય પ્લેટના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલું પંજાબ પણ ભૂકંપીય પ્રવૃત્તિઓ પ્રત્યે સંવેદનશીલ છે. સિંધ, જો કે ઓછું સંવેદનશીલ છે, તેમ છતાં તેની સ્થિતિને કારણે જોખમમાં છે. બલુચિસ્તાનમાં 1945માં 8.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
7 થી 7.9: ઈમારતો તૂટી પડે
8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે દેશની રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બની છે. ફટાકડા અને અન્ય કારણોથી હવા એટલી ઝેરી થઈ ગઈ છે કે દિલ્હીને ‘ગેસ ચેમ્બર’ કહેવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા મુજબ, વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ખૂબ જ ખરાબ અને ગંભીર કેટેગરીમાં પહોંચી ગયો છે, જે આરોગ્ય માટે મોટો ખતરો છે.
દિલ્હીમાં હાલનો સરેરાશ AQI 531 છે, જ્યારે શહેરના 38માંથી 34 મોનિટરિંગ સ્ટેશન્સ પર પ્રદૂષણનું સ્તર ‘રેડ ઝોન’માં નોંધાયું છે. નરેલા વિસ્તારમાં AQI 551ની ટોચે પહોંચ્યો છે, અશોક વિહારમાં 493 અને આનંદ વિહારમાં 394 રહ્યો છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં 369 અને ગાઝિયાબાદમાં 402 AQI નોંધાયો છે, જ્યારે ચંડીગઢમાં તે 158 છે. આ આંકડા દર્શાવે છે કે NCRમાં હવાની ગુણવત્તા કેટલી ઝડપથી બગડી છે.
ઝેરી હવાની અસર આટલા ઉંચા AQIના કારણે દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 400થી વધુ AQIને ‘ગંભીર’ માનવામાં આવે છે, જે તંદુરસ્ત વ્યક્તિઓને પણ અસર કરે છે. આરોગ્ય નિષ્ણાતોની સલાહ છે કે બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધિત બીમારીવાળા લોકોએ બહાર નીકળવું ટાળવું જોઈએ અને માસ્ક પહેરવું જરૂરી છે. પ્રદૂષણના આ સ્તરથી લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે.
દિલ્હી-NCRમાં હવાની ધીમી ગતિ અને તાપમાનમાં વધારાને કારણે સ્મોગની સ્થિતિ બની રહી છે. મૌસમ વિભાગ અનુસાર, સવારે દક્ષિણ-પૂર્વ દિશામાંથી 5 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી છે, જ્યારે રાત્રે તે 8 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે. અધિકતમ તાપમાન 31થી 33 ડિગ્રી અને ન્યૂનતમ 20થી 22 ડિગ્રી રહેવાની આગાહી છે, જે પ્રદૂષણને વધારે છે અને તેને દૂર કરવામાં મદદ કરતી નથી.
ગુજરાતના અમદાવાદમાં AQI 300 ને પાર પહોંચીને ‘ગંભીર’ કેટેગરીમાં આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં તે 207 પર પહોંચીને પણ ‘ગંભીર’ સ્તરે છે. આ શહેરોમાં પણ દિવાળીના કારણે પ્રદૂષણ વધ્યું છે, જે સ્થાનિક વહીવટને ત્વરિત પગલાં લેવા મજબૂર કરે છે. સુરતમાં 158 અને વડોદરામાં 166 AQI નોંધાયો છે, જે ‘અસ્વસ્થ’ કેટેગરીમાં છે.