Home Blog Page 290

સુરત સિવિલ ખાતે 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 82મું સફળ અંગદાન થયું છે. મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પ્રભુભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહીને સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા. ત્યારે તા.24મી ઓક્ટોબરે બપોરે 12:00 વાગ્યે દલપતભાઈ પટેલને ચક્કર આવતા પડી ગયા હતા. પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં તરત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 2/A વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા.તા.28મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ.દલપતભાઈના પત્ની હંસાબેન અને પુત્ર જયદીપભાઈ, દિકરીઓ પારૂલબેન દલપતભાઈ, અમરૂતાબેન દલપતભાઈ અને ઇલાક્ષીબેન દલપતભાઈ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાથી ખત્રી સમાજ અને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં મિલ ચલાવતા હતા
સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની અને પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણામાં આવેલ ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં “જે.પી. કાચીવાલા” નામથી પોતાની મિલ યુનિટ ચલાવતા હતા. આ યુનિટની જવાબદારી તેઓ પોતાના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઉદ્યોગપતિ દ્વારા આટલું આત્યાંતિક પગલું ભરાતા અનેક સવાલો ઉભા થયા છે.

ડિપ્રેશનનું ચોક્કસ કારણ હજુ રહસ્યમય
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા, પરંતુ આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસે હાલ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમેરિકામાં રહેલો પુત્ર દુઃખદ સમાચાર સાંભળી પરત ફરશે
મૃતક રશ્મિન કાચીવાલાનો એક જ પુત્ર છે, જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય માટે અમેરિકા ખાતે રહે છે. પિતાના આ અચાનક નિધનના સમાચાર મળતાં જ તે ટૂંક સમયમાં સુરત પરત ફરશે.

ઉદ્યોગ અને સમાજમાં શોકની લાગણી
ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા રશ્મિન કાચીવાલાના આ પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ અને સમાજ વર્તુળમાં ઊંડો શોક ફેલાયો છે. પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો તરીકે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક તકલીફોની દિશામાં તપાસ શરૂ કરી છે.

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો સામે ગુનાહિત આરોપ, 40 ટકા કરોડપતિ, જુઓ લિસ્ટ

0

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. મતદાન પહેલા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ઇલેક્શન વોચના એક અહેવાલમાં જણાવાયું છે કે ચૂંટણી લડી રહેલા 32% ઉમેદવારો સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે, જેમાંથી 27% ઉમેદવારો પર હત્યા અને મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર આરોપો છે. ADR રિપોર્ટમાં ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલી સંપત્તિનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે, જે ઉમેદવારોની વધતી સંપત્તિ તરફ નિર્દેશ કરે છે, જેમાં 519 (40%) કરોડપતિ છે, જેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે.

કેટલા ઉમેદવારો ગુનેગાર છે?
આ રીતે, ADR અને બિહાર ઇલેક્શન વોચે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ગુનાહિત અને નાણાકીય પૃષ્ઠભૂમિ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા 1,314 સોગંદનામામાંથી 1,303 ના વિશ્લેષણના આધારે, રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 423 ઉમેદવારો (32%) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 354 (27%) ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે. આમાંથી, 33 હત્યાના કેસનો સામનો કરી રહ્યા છે, 86 હત્યાના પ્રયાસના આરોપોનો સામનો કરી રહ્યા છે, અને 42 મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આરોપોનો સામનો કરી રહ્યા છે. નોંધનીય છે કે, બે ઉમેદવારોએ તેમના સોગંદનામામાં બળાત્કારના આરોપો જાહેર કર્યા છે.

ઉમેદવારો કેટલા શિક્ષિત છે?
આ વખતે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, શૈક્ષણિક રીતે, 519 ઉમેદવારો (40%) એ ધોરણ 5 થી ધોરણ 12 ની વચ્ચેની તેમની લાયકાત જાહેર કરી છે, જ્યારે 651 ઉમેદવારો (50%) પાસે સ્નાતક અથવા ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાઈત કેસો છે. BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાઈત કેસો દાખલ છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાઈત કેસો દાખલ છે.

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ: 38 વર્ષની ઉંમરે વિશ્વનો નંબર- 1 ODI બેટર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવાર, 29 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલ નવીનતમ ODI રેન્કિંગ મુજબ, ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 781 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર-1 બેટર બનવાનો ગૌરવ મેળવ્યો છે. 38 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવતા રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં એક નવી ઉપલબ્ધિ નોંધાવી છે. અગાઉ આ સ્થાન ભારતના યુવાબેટ્સમેન શુભમન ગિલ પાસે હતું, જે હવે 745 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે ખસી ગયો છે. અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા ક્રમે છે.

રોહિત શર્માના રેન્કિંગમાં થયેલો ઉછાળો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે આવ્યો છે. તેમણે બીજી મેચમાં 73 રનની ફિફ્ટી અને ત્રીજી વન-ડેમાં અણનમ 121 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતને વિજય મળ્યો હતો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોહિતને ત્રીજી વન-ડેનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.બીજી તરફ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. ત્રીજી વન-ડેમાં તેમણે 74 રન બનાવી ટીમને જીત અપાવી હતી, પરંતુ અગાઉની બે મેચમાં સતત “ડક” પર આઉટ થવાને કારણે તેમનો રેટિંગ સ્કોર ઘટ્યો છે અને હવે તેઓ 725 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

નવા અપડેટ મુજબ, ટોપ-10 ODI બેટરોમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે — રોહિત શર્મા (1મો), શુભમન ગિલ (3મો), વિરાટ કોહલી (6મો) અને શ્રેયસ ઐય્યર (9મો). શ્રેયસ ઐય્યરને એક સ્થાનનો ફાયદો થયો છે, તેમ છતાં તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન તેમને ઈજા થતા હાલ તેઓ સારવાર હેઠળ છે.રોહિત શર્માની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે ગર્વનો વિષય છે. 38 વર્ષની ઉંમરે પણ તેમની સતત પ્રેરણાદાયક ફોર્મ સાબિત કરે છે કે સમર્પણ, ધૈર્ય અને આત્મવિશ્વાસથી કોઈપણ વયે શિખર સર કરી શકાય છે.

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં..ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં. ડો.અમિત શાહ દર્દીને ICUમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતની મેટાસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદકારીના કારણે 45 વર્ષીય રેખા બેન ગુપ્તાનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડો અમિત શાહના રેફરન્સથી દર્દીને દાખલ કર્યા હતા અને ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે. જો ડોક્ટર વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા જેવા સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે, 45 વર્ષીય રેખા બેન ગુપ્તા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દર્દીને ઝાડા થયા હતા. છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેઓને છેલ્લા 10 દિવસથી ICUમાં દાખલ કર્યા હતા. દર્દીને તબિયત બરાબર છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે, શ્વાસ બંધ થતા મોત નિપજ્યું છે. પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવવા પહોચ્યા છે.

શિરડી દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોનો આકસ્માત, 3 નાં મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

સુરતના યુવાનો શિરડી (મહારાષ્ટ્ર)માં સાંઈબાબાનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નાસિક નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના સાત યુવાનો શિરડીના દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત વતન તરફ નાસિક માર્ગે ફરી રહ્યા હતા ત્યારે યેવલા તાલુકાના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં તેમનાં ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો. ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું.

બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટ તરફથી મળ્યા વચગાળાના જામીન

0

રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે તબીબી કારણોસર આસારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે. કેસની સુનાવણી કરી રહેલા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આસારામને વચગાળાના જામીન આપ્યા છે.

નિયમિત જામીન માટે અરજી આપવામાં આવી હતી
આસારામ હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને, આસારામે નિયમિત જામીન માટે અરજી કરી હતી. તે જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી હતી
જાન્યુઆરીની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે 2013 ના બળાત્કાર કેસમાં માર્ચના અંત સુધી તબીબી કારણોસર આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આસારામને ઉંમર સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમને બે વાર હૃદયરોગના હુમલા આવ્યા છે.

આસારામની 2013માં ધરપકડ કરવામાં આવી હતી
આસારામ ઓગસ્ટ 2013 થી એક સ્કૂલ ગર્લ પર બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં છે. 16 વર્ષની એક છોકરીની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના પછી, આસારામ અને તેમના પુત્ર, નારાયણ સાંઈ પર ગુજરાતના સુરતમાં તેમના આશ્રમમાં બે બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો.

ગોવામાં અંડરવર્લ્ડ કનેક્શનનો પર્દાફાશ: દાઉદનો સાથી દાનિશ ચિકના ડ્રગ્સ કેસમાં ઝડપાયો

0

દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી દાનિશ ચિકનાની ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. તેનું સાચું નામ દાનિશ મર્ચન્ટ છે, પરંતુ તે તેના ઉપનામથી વધુ જાણીતો છે. એવો આરોપ છે કે દાનિશ ભારતમાં ડ્રગ સિન્ડિકેટ ચલાવે છે. ગોવામાં ધરપકડ NCB, મુંબઈ દ્વારા કરવામાં આવી હતી.

દાનિશ ચિકનાની અગાઉ ડિસેમ્બર 2024 માં NBC દ્વારા મુંબઈમાં ડ્રગ ઓપરેશનના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. મર્ચન્ટ પર મુંબઈના ડોંગરી વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમના ડ્રગ ઓપરેશનનું સંચાલન કરવાનો આરોપ છે.

મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમનો સહયોગી દાનિશ મર્ચન્ટ, જેને દાનિશ ચિકના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની મુંબઈમાં ડ્રગ ઓપરેશનના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે મર્ચન્ટ ડ્રગ રેકેટ સાથે જોડાયેલો હોય. 2021 માં, મર્ચન્ટની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી 200 ગ્રામ હશીશ મળી આવી હતી.

NCB એ તેના પર ડ્રગ સંબંધિત બે કેસોમાં આરોપ મૂક્યો હતો. માર્ચ 2021 માં, NCB એ મુંબઈમાં એક ડ્રગ લેબની તપાસ કરી. આ ઓપરેશનમાં સામેલ હોવાનો આરોપ લગાવનાર મર્ચન્ટ રાજસ્થાન ભાગી ગયો હતો. દાઉદ ઇબ્રાહિમના સહયોગીઓ, ચિંકુ પઠાણ અને આરિફ ભુજવાલાની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.

કેનેડામાં બિશ્નોઇ ગેંગનો આતંક: વસુલી નહિ દેવા બદલ ઉદ્યોગપતિ દર્શનસિંધ સાહસીની હત્યા

કેનેડામાં ગેંગ વોર વધી રહી છે, ખાસ કરીને ભારતીય ગેંગસ્ટરોમાં જેમણે ત્યાં વિનાશ વેર્યો છે. તાજેતરની ઘટનામાં, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર કેનેડિયન ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી. આ ઘટના પછી તરત જ, ગેંગે પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર કર્યો. ગેંગે આ ઘટનાનો એક વીડિયો પણ બહાર પાડ્યો. બાદમાં, બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાની ઔપચારિક જવાબદારી સ્વીકારી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ધિલ્લોને સોશિયલ મીડિયા પર બંને ઘટનાઓની જવાબદારી લીધી. પોતાની પોસ્ટમાં, તેણે દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે ડ્રગ્સના મોટા વેપારમાં સામેલ હતો. તેણે એમ પણ લખ્યું હતું કે બિશ્નોઈ ગેંગે તેને ત્યારે મારી નાખ્યો જ્યારે તેણે તેમને પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો.

બિશ્નોઈ ગેંગે એક જ દિવસમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો અને અલગ અલગ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જવાબદારી સ્વીકારી હતી. ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર બાદ, ગેંગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાયક ચન્ની નદ્દન સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ ગાયક સરદાર ખેરા સાથેની તેમની વધતી જતી નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ગોલ્ડી ધિલ્લોને આ પોસ્ટમાં ચેતવણી પણ આપી હતી કે ભવિષ્યમાં સરદાર ખેરા સાથે કોઈપણ કામ કે સંબંધ બાંધનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે. આ પોસ્ટમાં સરદાર ખેરાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગને કેનેડાની સરકારે તેની પ્રવળત્તિઓ માટે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરી છે. આ નિર્ણય સપ્ટેમ્બર 2025 માં કેનેડામાં હિંસા, ખંડણી અને ધાકધમકી આપવાના કારણે લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે હવે લોરેન્સ બિ’બેઈ ગેંગને ટેકો આપવો અથવા કેનેડામાં તેની સાથે સંબંધિત કોઈપણ નાણાકીય વ્યવહારોમાં સામેલ થવું ગુનો છે. વધુમાં, કેનેડામાં ગેંગની કોઈપણ સંપત્તિ જપ્ત કરી શકાય છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર શ્રેણીબદ્ધ ગોળીબાર કરીને કેનેડામાં આતંક ફેલાવ્યો છે. બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં ગાયક ચન્ની નટ્ટનના ઘરે ગોળીબાર કર્યો. ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યાની જવાબદારી પણ સ્વીકારી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ધિલ્લોને બંને ઘટનાઓની જવાબદારી સ્વીકારી છે. ગોલ્ડી ધિલ્લોને પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેમની ગેંગ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે મોટા ડ્રગના વેપારમાં સામેલ હતો. જ્યારે બિશ્નોઈ ગેંગે માંગેલા પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો, ત્યારે ગેંગે તેમની હત્યા કરી દીધી.
ઉપરાંત, ચન્ની નદ્દન અને સરદાર ખેડા નજીકના મિત્રો છે. લોરેન્સના ગુંડાઓએ ગાયક ચન્ની નટ્ટનને સરદાર ખેડા સાથે ગાઢ સંબંધ હોવાને કારણે ગોળી મારી હતી.

ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર કર્યા પછી, ગોલ્ડી ઢિલ્લોને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાયક ચન્ની નટ્ટન સાથે તેમની કોઈ અંગત દુશ્મની નહોતી, પરંતુ ગોળીબારનું કારણ ગાયક સરદાર ખેડા હતા. સરદાર ખેડા સાથે તેમની વધતી જતી નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં સરદાર ખેહરા સાથે કોઈપણ કામ કે સંબંધ ધરાવનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે. તેમાં સરદાર ખેહરાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એરબેઝ પરથી રાફેલ લડાકુ વિમાનમાં ભરશે ઉડાન

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એર ફોર્સ સ્ટેશન પર રાફેલ વિમાનમાં ઉડાણ ભરી છે. રાફેલ લડાકુ વિમાનમાં ઉડાણ ભરવા માટે અંબાલા એર ફોર્સ સ્ટેશન પહોંચી હતી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ પણ અહીં હાજર છે. જણાવી દઈએ કે ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાફેલ લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

સુખોઈ-30થી કરી ચૂકી છે ફ્લાઈંગ
રાષ્ટ્રપતિ ભવન તરફથી મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે હરિયાણાના અંબાલા જશે, જ્યાં તેઓ રાફેલ વિમાનમાં ઉડાણ ભરશે.” સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023ના રોજ અસમના તેજપુર વાયુસેના સ્ટેશનમાં સુખોઈ-30 એમકેઆઈ લડાકુ વિમાનમાં ઉડાણ ભરી હતી અને તેઓ આવું કરનારી ઓપરેશન સિંદૂરમાં જે રાફેલથી ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું હતું, તેમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભરી ઉડાણ ત્રીજી રાષ્ટ્રપતિ બની હતી.

ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસો એવિએશન દ્વારા બનાવવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનને સપ્ટેમ્બર 2020માં અંબાલા વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું હતું. પ્રથમ પાંચ રાફેલ વિમાનોને 17મી સ્ક્વોડ્રન ‘ગોલ્ડન એરોઝ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિમાનો 27 જુલાઈ, 2020ના રોજ ફ્રાન્સથી અહીં પહોંચ્યા હતા.