Home Blog Page 264

મેક્સિકોની 25 વર્ષીય ફાતિમા બોશે મિસ યુનિવર્સ 2025નો તાજ જીત્યો

0

થાઇલેન્ડમાં શાનદાર ફિનાલે પછી, મેક્સિકોની 25 વર્ષીય ફાતિમા બોશે મિસ યુનિવર્સ 2025નો તાજ પહેરીને ઇતિહાસ રચ્યો. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે, અને તેના ચાહકો તેને હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યા છે.

મિસ યુનિવર્સ ૨૦૨૫નો ફિનાલે 21 નવેમ્બરના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં યોજાઈ રહ્યો છે અને ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે શરૂ થયો હતો. અહેવાલો અનુસાર, મિસ મેક્સિકોને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ચોથી રનર-અપ કોટ ડી’આઇવોર હતી, ત્યારબાદ થાઇલેન્ડ ફર્સ્ટ રનર-અપ, વેનેઝુએલા સેકન્ડ રનર-અપ અને ફિલિપાઇન્સ થર્ડ રનર-અપ રહી હતી.

ભારતની 22 વર્ષીય મણિકા વિશ્વકર્મા આ સ્પર્ધામાં વિવિધ દેશોની 100 થી વધુ બ્યુટી ક્વીન્સ સામે સ્પર્ધા કરી હતી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે તે ટોપ 12 માટે ક્વોલિફાય થઈ શકી નથી. મિસ યુનિવર્સ 2025ના ફાઇનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, કયુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, માલ્ટા અને કોટ ડી’આઇવોરની સુંદરીઓનો સમાવેશ થાય.

મિસ યુનિવર્સ ૨૦૨૪, ડેનમાર્કની વિક્ટોરિયા કજેર થેલ્વિગને 16 નવેમ્બર, 2024 ના રોજ મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જે આ ખિતાબ જીતનાર ડેનમાર્કની પ્રથમ મહિલા બની હતી. તેમણે ફાતિમાને મિસ યુનિવર્સ 2024 તરીકે તાજ પહેરાવ્યો હતો.

1942 માં સ્થપાયેલ, મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન વિશ્વભરની મહિલાઓ માટે એક પ્લેટફોર્મ છે જે સ્પર્ધકોમાં નેતળત્વ, શિક્ષણ, સામાજિક પ્રભાવ, વિવિધતા અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે. આ વર્ષની સ્પર્ધામાં ગોટાળા અને વિવાદના આરોપો હતા. જજ અને સંગીતકાર ઓમર હાૌંચે ફાઇનલના માત્ર ત્રણ દિવસ પહેલા રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી, મિસ યુનિવર્સ જજ, ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલેલેએ પણ રાજીનામું આપ્યું.

આ મહિનાની શરૂઆતમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતવા બદલ ફાતિમા બોશને મોટા વિવાદનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, બે અઠવાડિયા પહેલા મિસ યુનિવર્સ હોસ્ટ નવાત ઇટસારાગ્રીસિલે એક મીટિંગ દરમિયાન જાહેરમાં તેમની ટીકા કર્યા પછી ફાતિમા બોશ નાટકીય રીતે વોકઆઉટ કરી ગયા હતા. લાઇવ સ્ટ્રીમ સત્ર દરમિયાન, નવાતે તેમના માટે ડમ્બહેડ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ગોધરામાં રહેણાંક મકાનમાં ભભૂકી આગ, એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી વળંદાવન-2 સોસાયટીમાં આજે શુક્રવારે સવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની કરુણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે. જે મળતકોમાં પતિ-પત્ની તથા તેમના બે નાના પુત્રોનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, સવારે 21 નવેમ્બરે વહેલી સવારે આ આગની કરૂણ ઘટના બની હતી. આજુબાજુના રહીશોએ મકાનમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. ફાયરકર્મીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ચારેય વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

બાદમાં આ બે પુત્રો સહિત માતા-પિતા એમ ચારેયને સવારે 7.30 વાગ્યાની આસપાસ 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. ફાયર વિભાગે તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ચારેયને મળત જાહેર કર્યા હતા.

આ આગની ઘટના અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મકાનના ગ્રાઉન્ડ ફલોર પર રહેલા સોફામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. મકાન એરપ્રટાઈટ (એર પૂફ) હોવાથી ધુમાડો બહાર ન નીકળી શક્યો અને અંદર જ ફરી વળ્યો. પરિણામે પરિવારના ચારેય સભ્યો ધુમાડાના ગૂંગળામણથી મોતને ભેટયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ સહિત, ગોધરા શહેર A ડિવિઝનનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ, FSL ટીમ તથા નગરપાલિકાના અધિકારીઓ તથા GEBની પણ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધા બાદ FSL ટીમે ઘરમાં ખરેખર કઈ રીતે આગ લાગી તે જાણવાની તપાસ હાથ ધરી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક સાથે એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

કોલસા માફિયા વિરુદ્ધ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ED દ્વારા 40થી વધુ સ્થળોએ દરોડા

0

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સક્રિય કોલસા માફિયાઓ સામે એક મોટી અને સંકલિત કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બંને રાજ્યોના 40 થી વધુ સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ સર્ચ ઑપરેશન વહેલી સવારે લગભગ 6 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં EDના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ રોકાયેલી છે.

આ દરોડા દરમિયાન, EDના અધિકારીઓને રોકડના ઢગલા અને કરોડો રૂપિયાના ઘરેણાં મળી આવ્યા હોવાની વિગતો છે. જોકે દાગીનાની ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી નથી, પણ જે તસવીરો સામે આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ જ્વેલરીની કિંમત કરોડોમાં છે, જે ગેરકાયદેસર કોલસાના ધંધા દ્વારા ભેગી કરાયેલી મોટી સંપત્તિ તરફ ઈશારો કરે છે.

ED ની ટીમે ઝારખંડમાં કુલ 18 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે, જેમાં ધનબાદના દેવ બિલા ક્ષેત્રના ૧૬ ઠેકાણાઓનો પણ સમાવેશ થાય છે. રાંચી સ્થિત ED ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી કોલસાની ચોરી અને તસ્કરીના અનેક મોટા કેસો સાથે સંબંધિત છે. એજન્સીનું માનવું છે કે આ મામલાઓમાં મોટા પાયે કોલસાની ચોરી થઈ છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ સંયુક્ત કાર્યવાહીને કોલસા માફિયા નેટવર્ક પર એક મોટી અને સખત પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.

ઝારખંડ ઉપરાંત, EDની અન્ય એક ટીમે પશ્ચિમ બંગાળમાં પણ મોરચો સંભાળ્યો હતો, જ્યાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લાઓમાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખાણકામ, બિન-કાયદેસર પરિવહન અને કોલસાના ગેરકાયદેસર સંગ્રહના મામલાઓ સાથે જોડાયેલી છે. તપાસ એજન્સીએ સંકેત આપ્યો છે કે આ સંકલિત કાર્યવાહી માત્ર શરૂઆત છે અને આ મામલામાં આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે. કોલસાના કાળા કારોબાર સાથે સંકળાયેલા આ નેટવર્કે લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા ભારે નફો કમાયો છે અને આ મોટા દરોડાથી સમગ્ર કોલસા માફિયા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.

બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

ભારત સહિત દુનિયાભરના વિવિધ દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. મ્યાનમાર, તુર્કી અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ભૂકંપે હજારો લોકોના જીવ લઈ લીધા છે. આવી સ્થિતિમાં લોકોમાં ભૂકંપ અંગે ભય વધી રહ્યો છે. આ ઉદ્દગાર વચ્ચે હવે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભૂકંપની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, શુક્રવારે પાકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે.

ભૂકંપની તીવ્રતા કેટલી રહી?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પાકિસ્તાનમાં શુક્રવારે તડકે આવેલા ભૂકંપ વિશે માહિતી આપી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. આપેલી માહિતી અનુસાર, આ ભૂકંપ તડકે 3 વાગ્યા 9 મિનિટે આવ્યો અને તેનું કેન્દ્ર ધરતીના 135 કિલોમીટર અંદર હતું. અત્યાર સુધી આ ભૂકંપને કારણે જાન-માલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

હિંદ મહાસાગર અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી આપેલી માહિતી અનુસાર, ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રે 02:41 મિનિટે હિંદ મહાસાગરમાં પણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 રહી. આ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર અંદર હતું. જ્યારે ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રે 1 વાગ્યા 59 મિનિટે ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા 4.2 રહી અને તેનું કેન્દ્ર ધરતીથી 190 કિલોમીટર અંદર હતું.

મહારાષ્ટ્રના રાયગઢમાં 400 ફૂટ ઊંડા ખાડામાં પડી કાર, 6 લોકોના મોત

0

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં છ લોકોના મોત થયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો, પરંતુ પોલીસને ગુરુવારે સવારે જ તેની જાણ થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાહન શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો 18 થી 22 વર્ષની વયના હતા અને સોમવારે મોડી સાંજે થાર SUVમાં પુણેથી નીકળ્યા હતા. રાયગઢ અને પુણે જિલ્લાઓને જોડતો મનોહર પહાડી રસ્તો, તામ્હિણી ઘાટ, એક લોકપ્રિય પિકનિક સ્થળ છે.

ડ્રોનનો ઉપયોગ કરીને SUVની ઓળખ કરાઈ
મંગળવારે સવારે કેટલાક છોકરાઓ સાથે સંપર્ક તૂટી ગયા બાદ તેમના માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યો. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે તેમના મોબાઇલ ફોનનું લોકેશન તામ્હિણી ઘાટ પર શોધી કાઢ્યું હતું અને માનગાંવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગુરુવારે સવારે શોધખોળ શરૂ કરી હતી.

રાયગઢ પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની બનેલી બચાવ ટીમે ગુરુવારે બપોરે મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તમામ પીડિતોની ઓળખ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ પછી સંબંધીઓને સોંપવામાં આવશે.

સાંસદ મુકેશ દલાલે ‘સ્ટ્રેચર ઈ-વ્હીકલ’ સેવાનું લોકાર્પણ કરી દર્દીઓને અર્પણ કરી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યસેવાઓને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા સાંસદશ્રી મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ પ્રથમ આધુનિક સુવિધાયુક્ત ‘સ્ટ્રેચર ઓન ઈ-વ્હીકલ’ વેન અર્પણ કરવામાં આવી હતી. આ ઈલેક્ટ્રિક વેનને સાંસદ મુકેશભાઈ દલાલે ફ્લેગ ઓફ આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.

સાંસદ મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારમાં દર્દીઓના ત્રણ સગા-સંબંધીઓ બેસી શકે તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લાવવા લઈ જવા માટે સ્ટ્રેચરને બદલે ઇલેક્ટ્રિક કારમાં ઝડપી અને સલામત રીતે લઈ જવાશે. દર્દીઓને ઈ-વ્હીકલ સ્ટ્રેચર વેન મળવાથી પરિવહન દરમિયાન વધુ સુરક્ષિત, આરામ અને સુગમતા પ્રદાન થશે. આ સુવિધા શરૂ થતા ઇમરજન્સી વિભાગ તેમજ અન્ય વોર્ડોમાં દર્દી પરિવહન વધુ કાર્યક્ષમ બની રહેશે.

સુરત: પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્કમાં દાદર તૂટ્યો, 19 લોકોનું રેસ્ક્યૂ

સુરત શહેરમાં પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં મંગળવારની સાંજે એક ગંભીર ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની એક રહેણાક બિલ્ડિંગમાં અચાનક દાદર તૂટી પડ્યો, જેથી બિલ્ડિંગમાં રહેલા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાના સમયે બિલ્ડિંગમાં 19 જેટલા લોકો હાજર હતા, જે દાદર તૂટતાં અંદર જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો હતો.

સ્થાનિક લોકો દ્વારા તરત જ ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી અને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું. ફાયર કર્મચારીઓએ બિલ્ડિંગની આંતરિક રચના તપાસી, ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાનું કાર્ય ઝડપથી પાર પડ્યું હતું. લગભગ એક કલાક ચાલેલા ઑપરેશન બાદ તમામ 19 લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા।

આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ નથી, જેના કારણે તમામ લોકોને રાહતનો શ્વાસ આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણ, બિલ્ડિંગના દાદરમાં ગુણવત્તા સંબંધિત ખામી કે લાંબા સમયથી ચાલી રહેલી વેરઝેરના કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ ઈજનેરિંગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉદયપુરમાં હાઈ પ્રોફાઈલ વેડીંગમાં ટ્રમ્પના પુત્ર હાજર રહેશે

0

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપારી પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ (જુનિયર) અહીં યોજાનારા ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. ઇન્ડીયન -અમેરિકન યુગલના આ લગ્ન સમારંભ પહેલા ભારતીય પોલીસની સાથે અમેરિકાના પણ સિકયુરીટીઝ ગાર્ડઝ કાર્યરત થઈ ગયા છે. અને લગ્નસમારંભ જ્યાં યોજાવાનો છે તે જલ-મંદિર વિસ્તારના ખુણેખુણાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ જણાવે છે કે, લેઈક-સીટી તરીકે ઓળખાતા આ શહેરનાં વિશાળ સરોવર લેઇક-પીછોલ સ્થિત પેલેસમાં લગ્ન-સમારંભ યોજાવાનો છે.

નવેમ્બરની ૨૧મી તારીખે ત્યાં લગ્ન વિધિ થશે. પછી નવેમ્બરની રરમીએ સીટી પેલેસના માણેક-ચોકમાં લગ્ન સંબંધી ઉત્સવનું આયોજન કરાયું છે. આ સમારંભ પહેલા જ પોલીસે સમગ્ર શહેરમાં સખત મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ સુપ્રિટેન્ડન્ટ ઓફ પેલેસ યોગેશ ગોયેલે જણાવ્યું હતું.

ટ્રમ્પ જુનિયર હોટેલ લીલા પેલેસમાં ઉતરવાના છે. તારીખ ૧૯મીથી જ સમગ્ર ઉદયપુર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ ગયો છે. એરપોર્ટથી લેઇક પીછોલા સુધીના માર્ગ ઉપર થોડા થોડા અંતરે સશષ પોલીસને સલામતીની જવાબદારી સોંપાઈ ગઈ છે.

સીટી ઓફ લેઇક્સ તરીકે જાણીતા ઉદયપુરમાં લકઝુરીયસ હેરિટેજ હોટેલ્સ છે. પેલેસીસ છે, ફોર્ટસ છે. ઉત્સવો માટે તે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. તેમજ લગ્ન સમારંભો માટે પણ તે શ્રેષ્ઠ ગણાય છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, રવીના ટંડન, નીલ નીતીશ મુકેશ તથા હાર્દિક પંડયાના લગ્નો અહીં જ યોજાયા હતા. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીનું લગ્ન પણ અહીં યોજાયું હતું.

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધારાશે: 6 નવી DEO કચેરીને લીલી ઝંડી, અનેક જિલ્લાઓમાં થશે વિભાજન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

શા માટે કરવામાં આવ્યું વિભાજન?

છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરો અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં સ્કૂલ્સની સંખ્યા ઝડપી વધી છે. જેના કારણે હાલની DEO કચેરીઓ પર કામનો ભાર વધતો હતો અને મહત્વપૂર્ણ ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. શાળા સંચાલક મંડળોની માંગને ધ્યાને લેતા, શિક્ષણ વિભાગે કુલ 6 નવી DEO કચેરીઓની રચના કરી છે, જેથી કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહે.

કચ્છ: સૌથી મોટો જિલ્લો, હવે બે DEO કચેરી

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી એક જ DEO કચેરી હતી, જેના કારણે શાળા સંચાલકોને સતત દોડધામ કરવી પડતી હતી. હવે જિલ્લાનો પૂર્વ વિસ્તાર અંજારમાં 258 સ્કૂલ સાથે અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજમાં 329 સ્કૂલ સાથે નવી કચેરીઓ કાર્યરત થશે. સાથે સાથે બંને કચેરીઓ માટે નવી મહેકમની પણ મંજૂરી આપી છે.

અમદાવાદ: પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન

અમદાવાદ શહેર DEO કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે.

  • શહેર પૂર્વ DEO કચેરી: 1242 સ્કૂલ
  • શહેર પશ્ચિમ DEO કચેરી: 650 સ્કૂલ
    પૂર્વ વિસ્તાર માટે વસ્ત્રાપુરના બહુમાળી ભવનના બી બ્લૉકમાં કચેરી માટે વૈકલ્પિક વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેર-ગ્રામ્ય અલગ DEO કચેરી

મોટા શહેરો અને તેમના ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલોની સંખ્યા વધી જતા, કચેરીઓને અલગ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી।

વડોદરા

  • કુલ 1018 સ્કૂલ
  • શહેર DEO: 720
  • ગ્રામ્ય DEO: 298
    ગ્રામ્ય DEO માટે કારેલીબાગના શિક્ષણ અને તાલીમ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગાંધીનગર

  • કુલ 445 સ્કૂલ
  • ગ્રામ્ય DEO: 271
  • શહેર DEO: 174

રાજકોટ

  • કુલ 1551 સ્કૂલ
  • ગ્રામ્ય DEO: 590
  • શહેર DEO: 961

સુરત

  • કુલ 1779 સ્કૂલ
  • ગ્રામ્ય/પૂર્વ DEO: 378
  • શહેર/પશ્ચિમ DEO: 1401
    નવી કચેરી જિલ્લા સેવા સદન-2, અઠવાલાઈન્સ ખાતે એ બ્લૉકના ત્રીજા માળે કાર્યરત થશે.

યુએસમાં કેસ પાર્સલ સ્કેમનો પર્દાફાશ: 22 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ

યુએસમાં કેસ પાર્સલ સ્કેમમાં સંડોવાયેલા 22 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રોડ આઇલેન્ડના ન્યુ પોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ 13 નવેમ્બરના રોજ વિદ્યાર્થી ‘ફોન સ્કેમ’નો ભોગ બનેલા એક વૃદ્ધ યુએસ નાગરિક પાસેથી રોકડનું પાર્સલ લેવા પહોંચ્યો હતો, ત્યારે ન્યુપોર્ટ પોલીસે તેને પકડી પડ્યો હતો.

આરોપી વિદ્યાર્થી ભોગ બનનાર પાસે $45,000 કબજે કરવા માટે પહેલેથી નક્કી થયેલી જગ્યાએ પહોંચ્યો હતો, ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. અહેવાલ મુજબ આરોપીની ઓળખ ગુજરાત મૂળના સમ્યગ દોશી તરીકે થઇ છે, તેને ગઠિયાઓએ $500 યુએસ ડોલર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

આ કેસમાં સોમવારે કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ પોતે ફેડરલ અધિકારીઓ હોવાની ઓળખ આપીને ગઠિયાઓએ અગાઉ વૃદ્ધ પાસેથી $50,000 પડાવ્યા હતાં.

કેવી રીતે શરુ થઇ છેતરપિંડી:
આ છેતરપિંડી ઓક્ટોબર મહિનામાં શરૂ થઇ હતી, ભોગ બનનાર વૃદ્ધને એક વોઈસ મેઈલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું કે તેમના બેંક એકાઉન્ટ પર અનધિકૃત ચાર્જ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધે કોલ બેક કર્યો, ત્યારે પોતાને ફેડરલ અધિકારી ગણાવીને ગઠીયાએ તમને ધમકી આપી કે ફેડરલ એજન્સી દ્વારા તેમના પર $30,000 ની મની-લોન્ડરિંગ તપાસ શરુ કરવામાં આવી શકે છે. ગઠીયાએ તેમને રોકડા રૂપિયા ઉપાડવા અને પાર્સલ સોંપવા કહ્યું. એક વાર નાણા આપ્યા બાદ ગઠિયાઓની માંગણી વધતી ગઈ, વધુ $45,000 માંગવામાં આવ્યા.

પોલીસે ટ્રેપ ગોઠવી:
10 નવેમ્બરના રોજ ગઠિયાઓએ શિકાગોમાં કેશિયર ચેક મોકલવાનું. પોલીસે બેંક સાથે સંકલન કરીને 70,000 ડોલરનો નકલી ચેક તૈયાર કરવાયો. 13 નવેમ્બરના રોજ, ગઠિયાઓએ ભોગ બનનારને ન્યુપોર્ટમાં 45,000 ડોલર રોકડ તૈયાર રાખવા સૂચના આપી. જ્યારે આરોપી પાર્સલ લેવા માટે સ્થળ પર પહોંચ્યો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી.

શરૂઆતમાં, અધિકારીઓએ જણાવ્યું કે આરોપી યુવકે શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, તેણે કહ્યું તે માત્ર ફરવા આવ્યો છે, પોલીસે તેના મોબાઈલ ફોનની તપાસ કરતાં પોલ ખુલી પડી હતી. તેણે એવું પણ સ્વિકાર્યું કે એ અગાઉ ચાર-પાંચ વખત આવી રીતે પાર્સલ ડીલીવર કરી ચુક્યો છે.