Home Blog Page 255

અમદાવાદ SG હાઇવે પર હિટ એન્ડ રન: છારોડી નજીક અજાણી વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

અમદાવાદ SG હાઈવે પર છારોડી નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક યુવકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. મહત્ત્વનું છે કે, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. છારોડી નજીક પહોંચતા, એક અજાણ્યા વાહનચાલકે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના પરિજનોનું હૈયાફાટ રુદન જોઈ ત્યાં હાજર લોકો ભાવુ થયા હતા. મૃતક યુવક YMCA નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ઉધના–મગદલ્લા રોડ પર વહેલી સવારે સર્જાયેલો ગંભીર માર્ગ અકસ્માત શહેરમાં શોકનું મોજું છોડી ગયો. ઘટનાના સમયે KTM બાઈક પર સવાર 18 વર્ષીય પ્રિન્સ પટેલ યુનિવર્સિટી તરફથી બ્રેડ લાઇનર બ્રિજ તરફ ઉતરી રહ્યા હતા. અચાનક બાઈકનું સ્ટેરિંગ નિયંત્રણમાંથી બહાર જતા તેઓ રસ્તાના કિનારે જોરદાર ટક્કર ખાઈ ગયા. ટક્કર એટલી ભયાનક હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું સ્થળ પર મોત નિપજ્યું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે તેઓ અત્યંત ગંભીર ઈજાઓનો ભોગ બન્યા. અકસ્માત બાદ ખટોદરા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પ્રિન્સ પટેલ યૂટ્યુબ પર ‘PKR BLOGGER’ નામથી જાણીતા હતા અને બાઇક વ્લોગ્સ અપલોડ કરતાં હતાં. હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સુરતમાં વહેલી સવારે ગંભીર અકસ્માત, 18 વર્ષીય યુટ્યુબર પ્રિન્સ પટેલનું મોત

સુરતના ઉધના મગદલ્લા રોડ પર વહેલી સવારે થયેલું એક ભયાનક અકસ્માત શહેરમાં શોકની લાગણી ફેલાવી ગયો. માહિતી મુજબ, KTM બાઈક ચલાવી રહેલા 18 વર્ષીય યુવક પ્રિન્સ પટેલનું સ્ટેરીંગ ઉપરથી કાબુ છૂટી જવાથી ગંભીર અકસ્માત થયો હતો. યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ તરફ ઉતરતી વેળાએ બાઈક અચાનક નિયંત્રણમાંથી બહાર જતા તે સીધો અકસ્માતનો ભોગ બન્યો. ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ ગયા હતાં, જેને કારણે ઘટનાસ્થળે જ તેનું દુખદ અવસાન થયું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે ઈજાઓ વધુ ઘાતક બની. મૃતક પ્રિન્સ પટેલ યુટ્યુબ પર ‘PKR BLOGGER’ તરીકે જાણીતા હતાં અને બાઈક રાઈડિંગ તથા વ્લોગિંગ કરતા હતાં. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં સેફટી ગિયર્સના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA ની મોટી કાર્યવાહી, J&Kની જીગુંડ સહિત 8 સ્થળોએ દરોડા

0

દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે એનઆઈએ જમ્મુ-કાશ્મીરનીા કાજીગુંડ સહિત આઠ સ્થળો પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે મહત્ત્વની માહિતી મેળવવાના ઈરાદે કરવામાં આવી છે. એનઆઈએની ટીમે આજે સવારથી જ જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એજન્સીનો હેતુ આ પાછળ કોઈ આતંકી સંગઠન કે વ્યક્તિ હોવાની ભાળ મેળવવાનો છે.

NIAની એક ટીમ દ્વારા હાલમાં શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ કરી રહી છે. જે દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપીઓમાંથી એક છે. તપાસ એજન્સીની એક ટીમ આજે સવારે નદીગામ વિસ્તારમાં પહોંચી હતી અને જ્યાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં દિલ્હીમાં થયેલા એક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તેના કારણે સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર આવી ગઈ હતી. આ ઘટનાના તુરંત બાદ એનઆઈએ એ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી અને ત્યારથી તે સતત શંકાસ્પદોની ઓળખ કરી રહી છે અને તેમને પકડી રહી છે.

દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ

0

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. HIV વાયરસ એક જીવલેણ રોગ છે. એકવાર તે શરીરમાં ઘર કરી જાય છે, તેમાંથી છુટકારો મેળવવો અશક્ય છે અને ઘણી બીમારીઓનું કારણ બને છે. વિશ્વ વર્ષોથી તેની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. જ્યારે કોઈને આ રોગ થાય છે, ત્યારે લોકો તેના વિશે ખુલીને વાત કરી શકતા નથી. જેના કારણે લોકો તેની સારવાર પણ કરાવી શકતા નથી. આ અંગે જાગરુકતા આવે તે માટે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ એઇડ્સ દિવસ ઇતિહાસ
વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર 1988 ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો હેતુ એચઆઈવી અને એઈડ્સના વધતા જતા કેસોને લઈને લોકોને જાગૃત કરવાનો છે. તેના દ્વારા આ રોગના નિવારણ અને બચાવ માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ હેતુથી વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

આ દિવસે વિવિધ NGO અને સમુદાયો એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ 2022 સુધીમાં વિશ્વભરમાં આશરે 36 મિલિયન લોકો એચઆઈવીથી સંક્રમિત હતા.

વિશ્વ એઇડ્સ દિવસ 2025 થીમ
દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક થીમ નક્કી કરાય છે. આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ (Overcoming disruption, transforming the AIDS response) છે. તેનો અર્થ છે કે રુકાવટો પર કાબુ મેળવવો, એઇડ્સના જવાબમાં પરિવર્તન લાવવું.

વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો, જેમ કે ડોકટરો અને નર્સો સક્રિયપણે ભાગ લે છે. આ દિવસ એઇડ્સથી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે-સાથે લોકોને નિવારણના પગલાં, પરીક્ષણની માહિતી અને આ રોગ સાથે સંકળાયેલા મિથકોની વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે. આ પ્રસંગે ડોકટરો જાગૃતિ અભિયાન ચલાવે છે અને લોકોને આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવા પ્રેરિત કરે છે.

સાદકપોરમાં દીપડો કૂવામાં પડતાં રેસ્ક્યુ કરાયો

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં દીપડો‌ કૂવામાં પડતાં તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વન ખાતાએ તેને હેમખેમ બહાર કાઢ્યો છે.

ચીખલી તાલુકાના સાદકપોર દાદરી ફળીયામાં અજયભાઈ અરવિંદભાઈ પટેલનાં ઘર પાછળ આવેલા કૂવામાં દીપડો ખાબક્યો હતો. રહીશોને તેની જાણ થતાં તેઓએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંધારામાં હાથ ધરેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં દીપડાને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પુરી જંગલમાં છોડી મુકવા માટે વન વિભાગે તજવીજ હાથ ધરી છે.

દિતવાહ વાવાઝોડાનો કહેર: કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત

0

વિનાશક ‘દિતવાહ’ વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં, શ્રીલંકામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હવે આ ભયાનક વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ રદ થવાને લીધે લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી કોલંબોના બંદારનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલા છે. આ ફસાયેલા મુસાફરોમાં આશરે 150 લોકો તમિલનાડુના છે, જેઓ દુબઈથી શ્રીલંકા થઈને ભારત આવી રહ્યા હતા.

એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોએ ગંભીર આરોપો લગાવ્યા છે કે ખરાબ હવામાન અને ઓપરેશનમાં અવરોધના કારણે તેમને ખોરાક, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલું ભરતા જાહેર વિભાગના સચિવને કોલંબોમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવા અને ફસાયેલા તમિલ મુસાફરોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે.

મૂળભૂત સુવિધાઓની ભારે અછત
મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે ખોરાક, પીણું અને મૂળભૂત સુવિધાઓની પણ ભારે અછત છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જાહેર વિભાગના સચિવને કોલંબોમાં ભારતીય હાઇકમિશન સાથે સંકલન કરીને ફસાયેલા તમિલ મુસાફરોને સુરક્ષિત પરત લાવવા સૂચના આપી છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તથા હેલ્પલાઈન નંબર +94 773727832 પણ જાહેર કરાયો છે.

એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતને મુખ્ય શક્તિનો દરજ્જો, ફક્ત અમેરિકા-ચીન આગળ

ઓસ્ટ્રેલિયા સ્થિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતે ફરી એકવાર એશિયામાં ‘મુખ્ય શક્તિ’નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતને શક્તિશાળી તરીકે ઉભરી રહ્યું છે તે દર્શાવે છે. ભારતે એશિયાના ટોચના 27 દેશોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે અને ફરીથી 40 પોઈન્ટનો મહત્વપૂર્ણ બેન્ચમાર્ક પ્રાપ્ત કર્યો છે. ભારતનો એકંદર સ્કોર 100 માંથી 40.0 હતો, જે અગાઉના સંસ્કરણની તુલનામાં 0.9 પોઈન્ટ અથવા 2% નો વધારો છે.

અમેરિકાએ પહેલું સ્થાન મેળવ્યું
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં, યુનાઇટેડ સ્ટેટ્સ પ્રથમ ક્રમે છે, ચીન બીજા ક્રમે છે, ત્યારબાદ ભારત ત્રીજા ક્રમે છે. ભારત પછી, જાપાન ચોથા ક્રમે છે, અને રશિયા પાંચમા ક્રમે છે. પાકિસ્તાન ટોપ 10 માં પણ સ્થાન મેળવ્યું નથી, જ્યારે થાઇલેન્ડ પણ દસમા ક્રમે છે. આનાથી પાકિસ્તાનની અનિશ્ચિત સ્થિતિનો ખ્યાલ આવે છે.

ભારતને આ સ્થાન કેમ મળ્યું?
લોવી ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ મુજબ, ભારતની પ્રગતિ મજબૂત આર્થિક વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો વિસ્તાર અને વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક પ્રભાવના વિસ્તરણ દ્વારા પ્રેરિત છે. આઠ મુખ્ય માપદંડોના આધારે, ભારત ઇન્ડેક્સના આર્થિક સંભાવના અને ભવિષ્યના સંસાધનોમાં ત્રીજા ક્રમે છે, જે એશિયાના સૌથી ગતિશીલ અર્થતંત્રોમાંના એક તરીકે તેની સ્થિતિની પુષ્ટિ કરે છે. નોંધપાત્ર રીતે, ભારતે આર્થિક સંભાવનામાં ત્રીજા સ્થાને જાપાનને પાછળ છોડી દીધું છે. વધેલા સ્થાનિક રોકાણ અને વૈવિધ્યસભર વેપાર સંબંધોએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ભારતનો સૂચકાંક સતત મજબૂત થઈ રહ્યો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સતત મજબૂત થઈ રહ્યું છે. ઇન્ડેક્સની સ્થાપના પછી પહેલી વાર, ભારતે આર્થિક સંબંધોમાં પણ પોતાનું રેન્કિંગ સુધાર્યું છે, જે પ્રાદેશિક બજારોમાં ભારતના વધતા એકીકરણને પ્રતિબિંબિત કરે છે. સાંસ્કૃતિક પ્રભાવમાં સૌથી મોટો વાર્ષિક વધારો (+2.8 પોઈન્ટ) નોંધાયો છે, જે ભારતીય સિનેમા, ટેકનોલોજી અને ડિજિટલ રાજદ્વારીના વધતા વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે. વધુમાં, લશ્કરી શક્તિમાં +2.8 પોઈન્ટ, રાજદ્વારી પ્રભાવમાં +0.5 પોઈન્ટ અને આર્થિક શક્તિમાં +1.0 પોઈન્ટનો વધારો થયો છે, જે શક્તિના તમામ પરિમાણોમાં ભારતના વ્યાપક ઉદયને પ્રતિબિંબિત કરે છે.

ભારત ખૂબ જ સકારાત્મક
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો એકંદર માર્ગ મજબૂત રીતે સકારાત્મક રહે છે. જોકે, ‘પાવર ગેપ’ (સંભવિત અને વાસ્તવિક પ્રભાવ વચ્ચેનો તફાવત) હજુ પણ ભવિષ્યમાં સુધારા માટે જગ્યા દર્શાવે છે. એકંદરે, એશિયા પાવર ઇન્ડેક્સ 2025 ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક આત્મવિશ્વાસુ વ્યૂહાત્મક અને આર્થિક શક્તિ તરીકે દર્શાવે છે. લોવી ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, સાંસ્કૃતિક, લશ્કરી અને આર્થિક મોરચે ભારતની સતત પ્રગતિ માત્ર પુનરુત્થાન જ નહીં પરંતુ એશિયન ક્રમમાં એક કેન્દ્રીય શક્તિ બનવા માટે નવી ગતિને પણ પ્રતિબિંબિત કરે છે.

એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં સમાવિષ્ટ વિશ્વના ટોચના 5 દેશોની યાદી

  1. યુનાઇટેડ સ્ટેટ્સ
    81.5 (અંદાજિત)
    એકંદર સત્તામાં આગળ, પણ પ્રાદેશિક પ્રભાવમાં ઘટાડો.
  1. ચીન
    72.0 (અંદાજિત)
    આર્થિક અને લશ્કરી વૃદ્ધિ અમેરિકા સાથેના અંતરને ઘટાડે છે.
  1. ભારત
    40.0
    આર્થિક સંભાવનામાં જાપાનને પાછળ છોડી દીધું; લશ્કરી (+૨.૮) અને સાંસ્કૃતિક (+૨.૮) પ્રભાવમાં વધારો કર્યો.
  2. જાપાન
    38.0 (અંદાજિત)
    આર્થિક તાકાત, પરંતુ લશ્કરી અને રાજદ્વારી પડકારો.
  3. રશિયા
    35.0 (અંદાજિત)
    મજબૂત લશ્કરી શક્તિ, પરંતુ આર્થિક પ્રતિબંધોથી પ્રભાવિત.

અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, કોમનવેલ્થની યજમાની બાદ પ્રથમ કાર્યવાહી

શહેરને કોમનવેલ્શ ગેમ્સની યજમાની મળ્યાની બે દિવસ પહેલા સત્તાવાર જાહેરાત થઈ હતી. જે બાદ પ્રથમ વખત શહેરમાં ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા આ કાર્યવાહી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.

અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખુલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાંક સમાવેશ થાય છે. મોટેરા બળદેવ નગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા નહોતા.

સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મકાનો ખાલી કરાવ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Ahmedabad: ₹85 લાખના ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી અધ્યતન પિસ્તોલ સાથે ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ₹85 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષથી ફરાર ચાલતા આરોપી કિરીટકુમાર પ્રભુદાસ પટેલને ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે પાલડી વિસ્તારમાં રાખવામાં આવેલા બેસ પર પોલીસે તેની ધરપકડ કરી હતી. કિરીટકુમાર ઈડરના રહેવાસી છે અને તેની સામે અગાઉથી આર્થિક ગુનો નોંધાયેલો હતો. જુલાઈ 2022માં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તે અદાલતની પ્રક્રિયાથી દૂર રહીને ગુમ થયો હતો, જેથી પોલીસ તેની શોધખોળમાં હતી.

ધરપકડ સમયે પોલીસને તેની પાસેથી એક આધુનિક પિસ્તોલ, બે મેગઝીન અને 45 જીવતા કારતૂસ મળી આવ્યા, જે ગંભીર શંકા ઊભી કરે છે કે તે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી કે વડોદરાના એક ગેસ્ટ હાઉસમાં તેણે વધુ એક પિસ્તોલ અને 19 કારતૂસ છુપાવ્યા છે. આ આધારે વડોદરા પોલીસે ત્યાં વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે કે આરોપી હથિયારો ક્યાંથી લાવ્યો અને તેનું આગળ શું આયોજન હતું. આ કાર્યવાહી દ્વારા પોલીસે એક ફરાર આરોપીને પકડીને શહેરની સુરક્ષાને લગતી એક મોટી ચિંતા દૂર કરી છે

રામદેવની કંપની પતંજલિ ઘી પરીક્ષણમાં નિષ્ફળ, 1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

0

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિને મોટો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં પતંજલિ ઘીનો એક નમૂનો પરીક્ષણમાં નિષ્ફળ ગયો. આ પછી એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટે પતંજલિ ઘી વેચતા વિતરકો અને દુકાનદારો પર દંડ ફટકાર્યો. પતંજલિને ₹1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે દુકાનદાર/વેચનારને ₹15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જોકે, પતંજલિએ આ કોર્ટના આદેશને ભૂલભરેલો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં, કંપનીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. પતંજલિએ જણાવ્યું હતું કે રેફરલ લેબોરેટરી ગાયના ઘીનું પરીક્ષણ કરવા માટે NABL દ્વારા માન્યતા પ્રાપ્ત નહોતી, અને તેથી, ત્યાં કરવામાં આવેલ પરીક્ષણ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. તે હાસ્યાસ્પદ અને અત્યંત વાંધાજનક છે કે એક હલકી ગુણવત્તાવાળી લેબે પતંજલિના શ્રેષ્ઠ ગાયના ઘીને હલકી ગુણવત્તાવાળા જાહેર કર્યું છે.

પતંજલિએ વધુમાં જણાવ્યું હતું કે જે પરિમાણોના આધારે નમૂનાને નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો હતો તે તે સમયે લાગુ પડતા નહોતા, અને તેથી, તેમની અરજી કાયદેસર રીતે અમાન્ય હતી. તેણે વધુમાં દલીલ કરી હતી કે નમૂનાની સમાપ્તિ તારીખ પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે કાયદા હેઠળ અમાન્ય છે.

કંપનીએ સ્પષ્ટતાઓ જારી કરી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પતંજલિ વિવાદોમાં ફસાયેલી છે. તે એક સમયે ભારતની સૌથી મજબૂત સ્વદેશી બ્રાન્ડ તરીકે ઉભરી આવી હતી પરંતુ પાછળથી તેને વ્યવસાયિક નુકસાન થયું અનેક મુકદ્દમા દાખલ થયા અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો.

શરૂઆતમાં પતંજલિ માટે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ થોડા સમય પછી વિવાદો અને ગુણવત્તા સંબંધિત ફરિયાદો કંપની સામે પ્રતિક્રિયા પેદા કરવા લાગી. કારણ કે પતંજલિ બ્રાન્ડેડ હાઉસ મોડેલ પર કાર્ય કરે છે એક ઉત્પાદનમાં જોવા મળતી કોઈપણ ખામી સમગ્ર બ્રાન્ડ વિશે પ્રશ્નો ઉભા કરશે. મતલબ કે જો એક પણ પતંજલિ સાબુમાં સમસ્યા હોવાનું જણાય તો કંપનીની પ્રતિષ્ઠા પર અસર થશે.

પતંજલિનો બીજો મોટો પડકાર એ હતો કે તે તેના ઝડપી વિકાસ સાથે માંગ અને પુરવઠાને સંતુલિત કરવામાં નિષ્ફળ ગયો. તે ઝડપથી વિસ્તર્યું પરંતુ જ્યારે આ વિસ્તરણ માટે નોંધપાત્ર પ્રમાણમાં ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને માનવશક્તિની જરૂર પડી ત્યારે કંપની ટૂંકી પડી ગઈ. બેક-એન્ડ ટેકનોલોજી અને સંસાધનો સમયસર વધતી માંગને પહોંચી વળવા માટે પૂરતા મજબૂત ન હતા.