Home Blog Page 238

રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુદ્ધમાં મોત, વિદેશ મંત્રાલય પાસે માગી હતી સુરક્ષા

સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ વિસ્તારનો રહેવાસી હતો. યુવાનના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જોકે મૃત્યુના કારણોને લઈને રહસ્ય અકબંધ છે.

શું છે સમગ્ર મામલો?
મૃતક યુવાન રાકેશ કુમાર(30 વર્ષ) ગત ઑગસ્ટ મહિનામાં જ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. રાકેશના ભાઈ દીપુ મૌર્યના જણાવ્યા અનુસાર, રશિયા પહોંચ્યા બાદ રાકેશે ફોન પર જણાવ્યું હતું કે તે ત્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે.

પરિવારનો આરોપ છે કે રાકેશને રશિયામાં જબરદસ્તીથી સેનામાં ભરતી કરી લેવામાં આવ્યો હતો. 30 ઑગસ્ટે રાકેશ સાથે છેલ્લી વાર વાત થઈ હતી, જેમાં તેણે ડર વ્યક્ત કર્યો હતો કે તેને ટ્રેનિંગ આપીને યુક્રેન સામેના યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યો છે. રાકેશે રશિયન સેનાના યુનિફોર્મમાં પોતાના ફોટોઝ પણ પરિવારને મોકલ્યા હતા. આ મામલે પરિવારે અગાઉ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને પત્ર લખીને તેને બચાવવા આજીજી કરી હતી.

રાકેશનું મોત યુક્રેન યુદ્ધ દરમિયાન થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ વહીવટી તંત્ર કે પોલીસ અધિકારીઓ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પરિવારે મીડિયા અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી અને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

0

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે અનેક જાણીતી મૂર્તિઓ બનાવી હતી. રામ સુતાર જે પત્થરને સ્પર્શ કરતા હતા તે શાનદાર મૂર્તિનું રૂપ લેતો હતો. 67 વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવીને સ્થાયી થયા હતા. તેમના પુત્રએ અનિલ સુતારે પિતાના નિધનની જાણકારી આપી હતી.અનિલ સુતારે કહ્યું, મારા પિતા રામ વનજી સુતારનું 17 ડિસેમ્બરે મધરાતે અમારા નિવાસ સ્થાને નિધન થયું છે. અંતિમ સંસ્કાર અને અન્ય વિધિ 18 ડિસેમ્બરના રોજ કરાશે.

રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા પ્રત્યે તેમનો ઊંડો ઝુકાવ હતો. તેમની પ્રતિભાને તેમના ગુરુ રામકૃષ્ણ જોશીએ ઓળખી અને તેમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લેવા માટે પ્રેરિત કર્યા હતા. અહીંથી જ તેમની મૂર્તિકળાની યાત્રા શરૂ થઈ, જે આગળ જતાં તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સુધી લઈ ગઈ હતી.

સરકારી નોકરી છોડીને મૂર્તિઓ બનાવવા લાગ્યા
1959માં રામ સુતાર દિલ્હી આવ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી, પરંતુ કલા પ્રત્યેનું તેમનું સમર્પણ એટલું ઊંડું હતું કે થોડા સમય પછી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને સંપૂર્ણ રીતે મૂર્તિકળાને જ પોતાનું જીવન બનાવી લીધું. 1961માં ગાંધીસાગર ડેમ પર દેવી ચંબલની 45 ફૂટ ઊંચી પ્રતિમાએ તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી. ત્યારબાદ સંસદ ભવન પરિસરમાં ગોવિંદ વલ્લભ પંતની આદમકદ પ્રતિમા સહિત અનેક મહત્વપૂર્ણ કૃતિઓ તેમણે તૈયાર કરી.

રામ સુતારે બનાવેલી કેટલીક જાણીતી મૂર્તિઓ

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવેલી આ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે.
  • મહાત્મા ગાંધીની મૂર્તિઃ રામ સુતારે મહાત્મા ગાંધીને 350થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે વિશ્વભરમાં સ્થાપિત છે.
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઃ તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની અનેક મૂર્તિઓ બનાવી છે. જેમાંથી એક મુંબઈના ચૈત્યભૂમિમાં સ્થાપિત છે.
  • ભગવાન શિવની મૂર્તિઃ બેંગલુરુ સ્થિત ભગવાન શિવની 153 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવેલી મુખ્ય મૂર્તિઓ પૈકીની એક છે.
  • છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિઃ પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની 100 ફૂટ ઊંચી પ્રતિમા પણ તેમણે બનાવી હતી.

મળી ચુક્યા છે અનેક પુરસ્કાર
રામ સુતારને તેમના કામ માટે અનેક પુરસ્કાર પણ મળ્યા છે. જેમાં પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સામેલ છે. તેમને 2019માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને મહારાષ્ટ્ર ભૂષણથી નવાજ્યા હતા.

સુરતમાં 133 પિતાવિહોણી ‘કોયલડી’ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, પી.પી. સવાણી પરિવાર દ્વારા આયોજન

0

સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૨૧-૨૨ ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે કોયલડી’ થીમ સાથે પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે.

છેલ્લા ૧૮ વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી કુલ ૫૫૩૯ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે ૨૦ અને ૨૧ ડિસે. એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓ ‘કોયલડી’ બનીને શ્વસુરગૃહે જશે.

મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય બાબતોના રાજ્ય મંત્રીશ્રી નીમુબેન બાંભણિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. ૧૬ પદ્મશ્રી વિજેતા મહાનુભાવો, સંતોમહંતો પણ પધારશે અને નવદંપતિને આશીર્વાદ આપશે. .

૨૦મીએ પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય સાથે બે દિવસીય લગ્નોત્સવનો શુભારંભ થશે. ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની મા, દીકરી, બહેન, પત્નીના હસ્તે દીપપ્રાગટ્ય થશે. સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે.

૨૦ અને ૨૧મીએ સાંજે ૫.૦૦ વાગ્યે અબ્રામા ખાતે ‘પિયરીયું’ના નામે યોજાનાર લગ્નોત્સવ સંદર્ભે પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતજાતના ભેદ વિના માત્ર લગ્ન નહીં, પણ સમાજસેવાની ભાવના સાથે અંગદાન મહાદાનના સંદેશ સાથે સમાજને પ્રેરિત કરાશે. ‘વિવાહ પાંચ ફેરાના’થી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞા તિની દીકરીઓ પોત-પોતાના રીત-રસમો સાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે. સવાણી પરિવારના મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ, તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન ૧૩૩ કન્યા પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.

લોન્ચ થતાં જ ટાટા સીએરાનો ધમાકો, 1.35 લાખ લાઈક્સ સાથે 70 હજાર બુકિંગ

ભારતીય બજારમાં SUV પ્રેમીઓમાં ટાટા સીએરા માટેનો ક્રેઝ ખરેખર આશ્ચર્યજનક છે. હા, તમે છેલ્લા મહિનામાં તેના અનાવરણથી લઈને તેના લોન્ચ સુધી સેંકડો રીલ્સ અને સમાચાર જોયા હશે, પરંતુ ખરી કસોટી ગઈકાલે, 16 ડિસેમ્બરે, બુકિંગ શરૂ થયા પછી શરૂ થઈ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટાટા મોટર્સની બ્રાન્ડ-નવી મિડ-સાઇઝ SUV, સીએરાને બુકિંગ વિન્ડોના પહેલા દિવસે 70,000 થી વધુ કન્ફર્મ બુકિંગ મળ્યા છે. વધુમાં, 135,000 થી વધુ ગ્રાહકો તેમના પસંદગીના મોડેલ પસંદ કરીને તેમનું બુકિંગ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે.

આ આંકડા દર્શાવે છે કે ટાટા સીએરાની આસપાસનો પ્રચાર ખરેખર પડઘો પાડી રહ્યો છે, અને SUV એ ભારતીય ઓટોમોબાઈલ બજારમાં જોરદાર વાપસી કરી છે. ટાટા સીએરાની કિંમત 25 નવેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી. 1991 માં દેશની પ્રથમ SUV તરીકે લોન્ચ થયેલી, ટાટા સીએરાએ 2003 સુધી ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવ્યું. આ કાર ત્રણ દાયકાથી વધુ સમયથી લોકોની અપેક્ષાઓ અને યાદોનો ભાગ રહી છે. હવે, ટાટા મોટર્સે નવી પેઢીની સીએરાને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરી છે, તેને સમકાલીન દેખાવ અને અનુભૂતિમાં અનુકૂલિત કરી છે, અને ઘણી બધી સુવિધાઓ પ્રદાન કરી છે. સીએરા માટે બુકિંગ 15 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે.

ટાટા સીએરા આધુનિક ટેકનોલોજીને અપનાવીને તેની વિન્ટેજ ઓળખ અને વિશિષ્ટ ડિઝાઇન જાળવી રાખે છે. તે તમને ‘સાધારણતાથી બચવા’ માટે આમંત્રણ આપે છે, જેનો અર્થ છે કે કંઈક સામાન્ય કરવા અને તમારી શક્યતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવા. નવી ટાટા સીએરાની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખથી શરૂ થાય છે અને ₹21.29 લાખ સુધી જાય છે. તેમાં સંપૂર્ણ LED લાઇટિંગ, આકર્ષક અને આધુનિક બાહ્ય ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર, ત્રણ સ્ક્રીન, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો, 36-ડિગ્રી કેમેરા, લેવલ 2 AIDAS અને 622 લિટર બૂટ સ્પેસ, અન્ય ખાસ સુવિધાઓનો સમાવેશ થાય છે.

ટાટા મોટર્સની નવી સિએરા SUV ત્રણ અદ્યતન એન્જિન વિકલ્પો સાથે આવે છે, જેમાંથી પહેલું 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન છે. આ એન્જિન સારી ઇંધણ કાર્યક્ષમતા અને શક્તિશાળી પ્રદર્શન ઇચ્છતા લોકો માટે એક શ્રેષ્ઠ પસંદગી છે. બીજું 1.5-લિટર ટર્બો GDi હાઇપરિયન પેટ્રોલ એન્જિન છે, જે વધુ પાવર અને સરળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. ત્રીજું 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે, જે રોજિંદા ઉપયોગ માટે વિશ્વસનીય અને આરામદાયક પસંદગી છે. આ એન્જિન વિવિધ ડ્રાઇવિંગ જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

નવા વર્ષની શુભ શરૂઆત: 1 જાન્યુઆરીથી CNG-PNG સસ્તા થશે, નવા ટેરિફ નિયમોને મંજૂરી

0

ભારતભરના ગ્રાહકોને CNG અને PNG ના ભાવમાં ઘટાડો થવાથી ફાયદો થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ ટેરિફ તર્કસંગત બનાવવાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. PNGRB ના સભ્ય એકે તિવારીએ જણાવ્યું હતું કે નવા એકીકૃત ટેરિફ માળખાના અમલીકરણથી, ગ્રાહકો રાજ્ય અને લાગુ ટેક્સના આધારે પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા બચાવશે.

PNGRB એ ઝોનની સંખ્યા ત્રણથી ઘટાડીને બે કરીને ટેરિફ સિસ્ટમને સરળ બનાવી છે. 2023 માં લાગુ કરાયેલી જૂની સિસ્ટમ હેઠળ, અંતરના આધારે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા હતા. આમાં 200 કિલોમીટર સુધી 42,300 રૂપિયા, 1,200 કિલોમીટર માટે 80 રૂપિયા અને 1,200 કિલોમીટરથી વધુ અંતર માટે 107 રૂપિયા ટેરિફ હતો. તિવારીએ જણાવ્યું, “અમે ટેરિફને તર્કસંગત બનાવ્યા છે. હવે, ત્રણને બદલે, બે ઝોન હશે, અને પહેલો ઝોન સમગ્ર ભારતમાં CNG અને સ્થાનિક PNG ગ્રાહકોને લાગુ થશે. ઝોન 1 માટે એકીકૃત દર હવે 54 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે પહેલા 80 અને 107 રૂપિયા હતો.”

નવા ટેરિફ માળખાથી ભારતમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ દ્વારા આવરી લેવામાં આવતા 312 ભૌગોલિક ક્ષેત્રોના ગ્રાહકોને ફાયદો થશે. તિવારીએ જણાવ્યું હતું કે આનાથી CNGનો ઉપયોગ કરતા પરિવહન ક્ષેત્ર અને રસોઈ માટે PNGનો ઉપયોગ કરતા ઘરોને ફાયદો થશે. PNGRB એ નિર્દેશ આપ્યો છે કે આ તર્કસંગત ટેરિફનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે અને તે નિયમિતપણે તેનું નિરીક્ષણ કરશે. તિવારીએ કહ્યું, “અમારી ભૂમિકા આ ​​વ્યવસાયમાં સામેલ ગ્રાહકો અને ઓપરેટરો બંનેના હિત વચ્ચે સંતુલન જાળવવાની છે.”

CNG અને PNG ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અંગે બોલતા, તિવારીએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU), ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસો સહિત સમગ્ર દેશને આવરી લેવા માટે લાઇસન્સ આપવામાં આવ્યા છે. PNGRB CGD કંપનીઓને રાજ્ય સરકારો સાથે સંકલન કરવામાં મદદ કરી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યો VAT ઘટાડે છે અને મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવે છે. તિવારીએ જણાવ્યું હતું કે, “અમે માત્ર નિયમનકાર તરીકે જ નહીં પરંતુ સુવિધા આપનાર તરીકે પણ કાર્ય કરી રહ્યા છીએ.” CNG અને ઘરેલું PNG માટે સસ્તું અને તર્કસંગત ગેસ પૂરો પાડવાની સરકારની પહેલથી દેશભરમાં કુદરતી ગેસના વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે. CGD ક્ષેત્રને ભારતમાં કુદરતી ગેસના વપરાશનો મુખ્ય ચાલક માનવામાં આવે છે.

પલસાણા ના માખીંગા ગામમાં આવેલી ન્યૂ બાલાજી કેમિકલ મિલમાં ભીષણ આગ લાગી

0

પલસાણા ના માખીંગા ગામમાં આવેલી ન્યૂ બાલાજી કેમિકલ મિલમાં ભીષણ આગ લાગી હતી.હાલ આ આગની ઘટના માં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.પરંતુ ફેક્ટરીમાં બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં 10 જેટલા ફાયર ફાઇટરો ની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી કરી રહી છે.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે ડ્રમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે કંપની સંચાલકને મોટું નુકસાન થયાની આશંકા છે. હાલ ઘટનાં સ્થળે વહીવટી તંત્રના મામલતદાર શ્રી, પોલીસ તંત્ર, ઘટના સ્થળે પહોંચી જઈને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.આ ઘટનામાં 35 વર્ષીય કર્મચારી રાજન બી. રાવત ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આગની જાણ થતાં જ કડોદરા PEPL, નવસારી, સચિન-હોજીવાળા, બારડોલી, ERC કામરેજ તેમજ સુરત મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનીકામગીરી કરવામાં આવી.

ગાંધીનગરમાં સચિવાલયને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, ચેકિંગ હાથ ધરાયુ

અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ગાંધીનગરના સચિવાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા સચિવાયલમાં ચેકિંગ હાથ ધરાયું. ડોગ સ્કોવોર્ડની ટીમ દ્વારા સચિવાયલમાં સઘન તપાસ હાથ ધરાઇ છે.

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યા હોવાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે અંદાજે 10 વાગ્યાના સુમારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

નીચે જણાવેલી શાળાને મળી ધમકી

  • ઝેબર
  • ઝાયડસ
  • અગ્રસેન
  • DAV
  • નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
  • ઝાયડસ સ્કૂલ, વેજલપુર
  • ડિવાઇન સ્કૂલ, અડાલજ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને શાળાનું ગ્રાઉન્ડ ખાલી કરાવવામાં આવ્યું હતું.

હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળાને લઈને સંસદમાં હોબાળો, સરકારે આપ્યો જવાબ…

0

દેશમાં વર્ષ 2025 દરમિયાન સોના અને ચાંદીના ભાવ સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે સોના કરતાં ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે સોનાના ભાવમાં 63 ટકા અને ચાંદીના ભાવ 118 ટકા વધ્યા છે. જોકે, આ મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો અને સરકારે તેનો જવાબ આપ્યો હતો. ડીએમકે સાંસદોએ સરકારને ભાવ નિયંત્રણ મુદે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ડીએમકે સાંસદો થિરુ અરુણ નેહરુ અને સુધા આર.એ લોકસભામાં તહેવારો અને લગ્ન સિઝનમાં લોકોનો બોજ ઓછો કરવા માટે પગલા લેવા જણાવ્યું છે. જેમાં ટેક્સ ઘટાડવો અને રિટેલ પ્રાઈસ કન્ટ્રોલ જેવા મુદ્દાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે સતત નબળો પડી રહેલા રૂપિયા મુદ્દે આરબીઆઈની ગોલ્ડ રિઝર્વ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જયારે આ અંગે નાણા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે સોના ચાંદીનો સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને રૂપિયા-ડોલરના દ્વારા સંચાલિત થાય છે. તાજેતરની તેજી ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ, સલામત- ખરીદી અને કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પ્રમાણના કરેલી ખરીદી છે.

જયારે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ સરકાર નહી પરંતુ બજાર નક્કી કરે છે. તેમ છતાં અનેક રાહત પગલાં લેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે જુલાઈ 2024 થી સોનાની આયાત પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા થી ઘટાડીને 6 ટકા કરી છે. સરકારે ભૌતિક સોનાની માંગ ઘટાડવા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ,ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ જેવી યોજના અમલમાં મૂકી છે. જેથી માંગનો એક ભાગ નવી આયાતને બદલે સ્થાનિક સ્ટોકમાંથી પૂર્ણ કરી શકાય. જે ભાવના વધતો અટકાવશે.

આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2025 સુધીમાં આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 879.58 ટન હતો, જેનાથી રૂપિયાના મુલ્યની સ્થિરતામાં વધારો થયો છે. તેમજ રોકાણનું જોખમ, વ્યાજ દર ઘટાડાની અપેક્ષાઓ અને સતત આરબીઆઈ દ્વારા ખરીદી વચ્ચે કિંમતો ઘટી છે. પરંતુ તે હજુ સામાન્ય કરતા વધારે છે.

‘ઓપરેશન સિંદૂર’ના પહેલા જ દિવસે અમને હારનો સામનો કરવો પડ્યો’: પૃથ્વીરાજ ચવ્હાણ

0

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું. વાયુસેનાના વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

મંગળવારે પુણેમાં એક પત્રકાર પરિષદમાં ચવ્હાણે જણાવ્યું હતું કે 7 મેના રોજ લગભગ અડધા કલાક ચાલેલા હવાઈ યુદ્ધ દરમિયાન, ભારતીય વિમાન ઉડાન ભરવાની સ્થિતિમાં નહોતા કારણ કે પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવવાનું જોખમ હતું. આ જ કારણ છે કે વાયુસેનાને સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી.

ચવ્હાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, થલ સૈનિકો એક કિલોમીટર પણ આગળ વધ્યા ન હતા. લડાઈ ફક્ત હવાઈ અને મિસાઈલ હુમલાઓ સુધી મર્યાદિત હતી. આ પ્રશ્ન ઉભો કરે છે: શું ભવિષ્યની લડાઈઓમાં 1.2 મિલિયન સૈનિકોની મોટી સેનાની જરૂર પડશે? તેમને અન્ય હેતુઓ માટે તૈનાત કરી શકાય છે.

ભાજપે આપી પ્રતિક્રિયા
ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે એરફોર્સ અને સુરક્ષાદળો પર કોંગ્રેસનું વિવાદિત નિવેદન. 7 મેના રોજ અડધા કલાકની હવાઈ લડાઈમાં ભારતીય વિમાન તોડી પાડ્યા. ભવિષ્યમાં પણ લડાઈ આ રીતે થશે અને શું ખરેખર 12 લાખ સૈનિકોને મેન્ટેઈન કરવાની જરૂર છે. કોંગ્રેસ સેનાને નફરત કરે છે. સેનાનું અપમાન કોંગ્રેસની ઓળખ. રસ્તા પરના ગુંડાથી લઈને ઓપરેશન સિંદૂર/ સર્જિકલ સ્ટ્રાઈક/ બાલાકોટ અને ઓપરેશન મહાદેવ પર તેમણે સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદમાંથી ગોગો પેપરનું ગોડાઉન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસે સમરથનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડા પાડીને ગોગો પેપરનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે 72 લાખ રૂપિયાના પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો, સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ પ્રતિબંધિત ગોગો પેપર ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં સપ્લાય થવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.