Home Blog Page 225

નવું વર્ષ 2026: 1 જાન્યુઆરીથી બદલાશે 10 મોટા નિયમો, તમારી જેબ પર પડશે સીધી અસર

0

વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી તારીખથી અનેક નાણાકીય અને વહીવટી નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા રસોડાના બજેટથી લઈને કાર ખરીદવાના સપના સુધી પડશે. ચાલો જાણીએ કયા છે એ 10 મોટા ફેરફારો જે તમારા ખીચ્ચા પર ભારણ વધારી કે ઘટાડી શકે છે.

પાન-આધાર લિંકિંગ: જો તમે ૩૧ ડિસેમ્બર સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Deactivate) થઈ જશે. આના કારણે બેન્કિંગ વ્યવહારો અને ITR રિફંડમાં સમસ્યા આવી શકે છે.

LPG ના ભાવ: દર મહિનાની જેમ ઓઈલ કંપનીઓ 1 તારીખે ગેસના ભાવ જાહેર કરશે. કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે, જે ગૃહિણીઓના બજેટને અસર કરી શકે છે.

કારના ભાવમાં વધારો: જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે BMW, ટાટા મોટર્સ, હોન્ડા અને નિસાન જેવી કંપનીઓએ પોતાની કારના ભાવમાં ૩% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

એર ટર્બાઇન ફ્યુઅલ (ATF): નવા વર્ષની શરૂઆતમાં જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર થવાથી વિમાનની ટિકિટના દરોમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. તેની સાથે જ CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ઇન્કમ ટેક્સ એક્ટ 2025: સરકાર 1 જાન્યુઆરીથી નવા ITR ફોર્મ અને નિયમોની જાહેરાત કરી શકે છે. આ નવો કાયદો 1961ના જૂના ટેક્સ કાયદાનું સ્થાન લેશે, જે ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.

૮મું પગાર પંચ (8th Pay Commission): કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર એ છે કે 1 જાન્યુઆરી 2026થી ૮મું પગાર પંચ લાગુ થઈ શકે છે. જોકે, પગાર વધારાનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગશે, પરંતુ તેની ગણતરી આજથી જ અમલી બનશે.

પીએમ કિસાન યોજના: નવા વર્ષમાં ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ‘યુનિક કિસાન આઈડી’ રાખવી ફરજિયાત બનશે. વળી, જંગલી જાનવરોથી થતા પાક નુકસાનના વીમા કવરેજમાં પણ રાહત આપવામાં આવી છે.

નાણાકીય સુરક્ષા: ઓનલાઇન ફ્રોડ રોકવા માટે UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમો વધુ કડક કરવામાં આવશે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર થતી છેતરપિંડી રોકવા સિમ વેરિફિકેશન પ્રક્રિયા આવનાર વર્ષ સઘન બનાવવામાં આવશે.

લોન અને એફડી: SBI અને HDFC જેવી બેંકોના લોન દરોમાં ઘટાડો આજથી અમલી બનશે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નવા વ્યાજ લાગુ કરવામાં આવશે. જેની સીધી અસર તમારા રોકાણો પર પડી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં ઝીરો ટેરિફ: ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરતા વેપારીઓને 2026ની શરૂઆતમાં કેન્દ્ર સરકારી ખુશીના સમાચાર આપ્યા છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા નિકાસ થતી ૧૦૦% ચીજવસ્તુઓ પર કોઈ ટેરિફ નહીં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં બેંકો બંધ: નવા વર્ષના પહેલા મહિને મકર સંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સહિત કુલ 16 દિવસ બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની વેબસાઇટ પર બેંક રજાઓની યાદી અપલોડ કરી છે. તેથી, આવતા મહિને બેંકના કામ માટે બહાર જતા પહેલા તેને તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોએ ઓનલાઇન વહીવટ કરી શકે છે.

મધ્યપ્રદેશમાં પ્રદૂષિત પાણી પીવાથી 3ના મોત, 100થી વધુ હોસ્પિટલમાં દાખલ

0

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપી વળતરની જાહેરાત કરી છે.

અહેવાલો અનુસાર, ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઊભી થઈ હતી. આ પાણી પીવાથી અચાનક મોટી સંખ્યામાં લોકોને ઉલટી-દસ્ત અને ડિહાઇડ્રેશનની અસર થવા લાગી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 70 વર્ષીય નંદલાલ પાલ, 60 વર્ષીય ઉર્મિલા યાદવ અને 65 વર્ષીય તારા કોરીનું દૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ થયા છે. જો કે, સ્થાનિકોનો દાવો છે કે કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 111 દર્દીઓ વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા 12,000 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

તંત્રની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી મોહન યાદવના કડક નિર્દેશ બાદ નગર નિગમના જવાબદાર અધિકારીઓ સામે ગાજ પડી છે. એક ઝોનલ ઑફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી છે.

સરકાર દ્વારા સહાયની જાહેરાત
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઈન્દોર કલેક્ટર અને મહાનગરપાલિકાને દરેક દર્દીને ઉત્તમ સારવાર પૂરી પાડવા અને પાણીની લાઇનોમાં થયેલા ભંગાણ અથવા પ્રદૂષણના સ્ત્રોતને તાત્કાલિક શોધવા આદેશ આપ્યા છે.

સ્થાનિકોમાં ભારે રોષ
ભગીરથપુરાના રહેવાસીઓ મુજબ, નર્મદાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળ્યું હોવાની આશંકા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સ્વચ્છતામાં નંબર 1 ગણાતા શહેરમાં પીવાના પાણીની સુરક્ષા બાબતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ શકે.

ફરિદાબાદમાં મિત્રને મળીને આવી રહેલી યુવતી ઉપર ચાલુ કારમાં દુષ્કર્મ

0

ફરીદાબાદમાં બળાત્કારનો એક બનાવ સામે આવ્યો છે. પીડિતા મોડી રાત્રે ઘરેથી નીકળી હતી. કારમાં બે યુવાનોએ તેને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી અને ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર ચાલતી કારમાં તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો ત્યારે તેઓએ તેને માર માર્યો. બળાત્કાર બાદ તેઓએ તેને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. તેના ચહેરા અને માથા પર ઈજાઓ થઈ. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, પીડિતા મોડી રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે તે તેના મિત્રના ઘરે જઈ રહી હતી. પોલીસ પ્રવક્તા યશપાલ સિંહે જણાવ્યું હતું કે પીડિતાની બહેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને રાત્રે 8:30 વાગ્યે તેની બહેનનો ફોન આવ્યો હતો જેણે તેને કહ્યું હતું કે તેનો તેની માતા સાથે ઝઘડો થયો છે અને તે તેના મિત્રના ઘરે જઈ રહી છે. તેણીએ કહ્યું હતું કે તે ત્રણ કલાકમાં પાછી આવશે.

પીડિતાની બહેનના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 12:00 વાગ્યે તે કોઈ ગાડીની રાહ જોઈ રહી હતી. બે યુવાનોને લઈને એક કાર તેની સામે આવી. એવો આરોપ છે કે પીડિતાને લિફ્ટ આપ્યા પછી બંને માણસો વાન ગુરુગ્રામ રોડ તરફ લઈ ગયા.

ફરીદાબાદ-ગુરુગ્રામ જતા રસ્તે એક આરોપીએ વાહન ચલાવ્યું જ્યારે બીજાએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર બે કલાક સુધી વાન ચલાવી. જ્યારે પીડિતાએ પ્રતિકાર કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. સવારે લગભગ 3:00 વાગ્યે આરોપીઓએ તેને ચાલતી વાનમાંથી ફેંકી દીધી અને ભાગી ગયો. રસ્તા પર પડી જવાથી તેણીના ચહેરા અને માથામાં ઈજા થઈ.

પીડિતાએ મોડી રાત્રે તેની બહેનને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું ત્યારબાદ તે ઘટનાસ્થળે પહોંચી. પીડિતાને ફરીદાબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેની હાલતને કારણે ડોક્ટરોએ તેને દિલ્હીની AIIMS રેફર કરી. જોકે હાલમાં તે ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સાણંદમાં હિંસા: બે જૂથો વચ્ચે પથ્થરમારો, 40 થી વધુ ધરપકડ

ગુજરાતના સાણંદ તાલુકાના કલાણા ગામમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. સોમવાર રાત્રે અને મંગળવારે સવારે જૂની દુશ્મનાવટને લઈને બે જૂથો વચ્ચે તણાવ હિંસામાં ફેરવાઈ ગયો હતો. આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે બંને પક્ષના યુવાનો વચ્ચે ઉગ્ર દલીલ અને ઝઘડો થયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ગામમાં પથ્થરમારો શરૂ થયો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને DySPનો સમાવેશ થાય છે, ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.

ગામમાં શાંતિ જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સઘન કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. હિંસાના ડરથી, ઘણા ગ્રામજનો તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે, જેના કારણે ગામના ઘણા ભાગો શાંત સ્થિતિમાં છે.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોની અટકાયત કરી છે, અને બંને પક્ષો દ્વારા ક્રોસ-ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે, પરંતુ સાવચેતી તરીકે સુરક્ષા દળો તૈનાત છે.

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના: સુરંગમાં બે ટ્રેનો અથડાઈ, 70 શ્રમિકો ઈજાગ્રસ્ત

0

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન (THDC)ની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની સુરંગની અંદર શ્રમિકો અને અધિકારીઓને લઈ જતી બે લૉકો ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે શ્રમિકોની શિફ્ટ બદલાઈ રહી હતી. બંને ટ્રેનોમાં લગભગ 108 શ્રમિકો સવાર હતા.

દુર્ઘટના કેવી રીતે બની?
પ્રાથમિક તપાસ મુજબ, કોઈ ટેકનિકલ ખામીને કારણે એક ટ્રેન પાછળથી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સુરંગના અંધારાવાળા ભાગમાં થયેલી આ ટક્કરને કારણે અંદર હાજર શ્રમિકો પોતાને સંભાળી શક્યા ન હતા અને ઘણા લોકો ટ્રેનની અંદર જ પડી ગયા. ટક્કર થતાની સાથે જ સુરંગની અંદર બૂમાબૂમ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓને કારણે વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં 42 ઘાયલ શ્રમિકોની સારવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે 17 શ્રમિકોને પીપલકોટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ લીધી મુલાકાત
અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર અને પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પંવાર ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોના હાલચાલ પૂછ્યા અને ડોક્ટરોને વધુ સારી સારવાર માટે નિર્દેશ આપ્યા હતા. જાણવા મળ્યું છે કે મોટાભાગના શ્રમિકો ઝારખંડ અને ઓડિશાના રહેવાસી છે અને તેમના પરિવારોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી રહી છે.

સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે યુવકના મોત

સુરત જિલ્લાના કોસંબા બ્રિજ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31મી ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કોસંબા બ્રિજ નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવકોને કચડી નાખતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અંધારાનો લાભ લઈ અજાણ્યો વાહનચાલક ફરાર
મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે જ્યારે નેશનલ હાઈવે 48 પરથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોસંબા બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલક માનવતા નેવે મૂકી, લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોની મદદ કરવાને બદલે અંધારાનો લાભ લઈને પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનનું અંગદાન, ત્રણ દર્દીઓને મળશે નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૯મું સફળ અંગદાન થયું હતું. સુરતના ઓલપાડ ખાતે રહેતા ૪૭ વર્ષીય બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓડીસાના ગંજામ જિલ્લાના સોરીસામુલીના વતની સમ્બારા કાલુ સ્વૈન તા.૨૭/૧૨/૨૦૨૫ના રોજ સાંજે ૯:૪૦ વાગે ઓલપાડના માસમા ખાતેની કંપનીમાં કામ કરતા પગથીયા પરથી પડી ગયા હતાં. તત્કાલ ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જયાં તેઓની ગંભીર હાલત હોવાથી ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે આઈસીયુ શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી. તા.૩૦/૧૨/૨૦૨૫ના રાત્રીએ ડો. આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ તથા ડૉ.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. પડી જવાને કારણે માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈનડેડ થયા હોવાનું નિદાન થયું હતું.

  • ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, ડૉ. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલાએ સમ્બારાના પત્ની, દિકરા અને ભાઇ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
  • આ નિર્ણય લેતી વખતે દર્દીના પત્ની સુર્યાકાંતી સ્વૈન તથા ભાઇઓએ કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાય અને કોઇને નવું જીવન મળે તેનાથી મોટું શું હોય શકે. આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતી આપી હતી.
  • બ્રેઈનડેડ સ્વ.સમ્બારા સ્વૈનના લીવર અને બે કિડનીને અમદાવાદની આઈ.કે.ડી.હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
  • સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૨૫ સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે.

પુતિનના નિવાસ પર ડ્રોન હુમલા બાદ રશિયા આક્રમક બન્યું, ઓરેશ્નિક પરમાણુ મિસાઇલો સક્રિય

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો હતો. જેની બાદ રશિયાએ પણ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા તૈયારી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ રશિયાએ પ્રથમ વાર પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલો સક્રિય કરી છે. જેનાથી યુક્રેન પર વિનાશક પરમાણુ હુમલો થવાની આશંકા વધી ગઈ છે.

મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી
આ અંગે રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે રશિયાની પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી છે. સૈનિકોને તેની જાણ કરવા નાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. જો કે, રશિયાએ કેટલી મિસાઇલો તૈનાત કરી છે તે જાહેર નથી કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીને ખોટી ગણાવી
પુતિને યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા વિશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માહિતી આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે યુક્રેનની કાર્યવાહીને ખૂબ જ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ખોટું છે. હું આનાથી ખૂબ ગુસ્સે છું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ શાંતિ પ્રક્રિયા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે જો યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓ શાંતિ વાટાઘાટો દરમિયાન રશિયાની માંગણીઓને નકારે તો યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી તેજ કરવામાં આવશે. આ જાહેરાત રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો માટે નિર્ણાયક સમયે આવી છે.

ધુરંધર-સૈયારા પાછળ રહી ગયા, 2025માં ‘લાલો’ રહી સુપરહિટ ફિલ્મ, હજારો ગણો નફો કમાવ્યો

વર્ષ 2025 ભારતીય સિનેમા માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે હિન્દી સિનેમામાં ‘સૈયારા’, ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે, તો દક્ષિણ ભારતની ‘કાંતારા ચેપ્ટર 1’ એ પણ ધૂમ મચાવી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ગુજરાતી ફિલ્મે એવો ઈતિહાસ રચ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

50 લાખનું બજેટ અને રેકોર્ડબ્રેક કમાણી
અંકિત સખીયા દ્વારા નિર્દેશિત ગુજરાતી ભક્તિ ડ્રામા ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. નવાઈની વાત એ છે કે આ ફિલ્મ માત્ર ₹50 લાખના બજેટમાં બની હતી. જેમાં કોઈ મોટા સુપરસ્ટાર્સ નહોતા, ન તો કોઈ આઈટમ સોંગ્સ કે ન તો મોંઘા એક્શન સીન્સ. છતાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹120 કરોડની જંગી કમાણી કરીને ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે.

હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો પણ પાછળ છૂટી
વર્ષ 2025માં ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મની સફળતા એટલી પ્રચંડ રહી છે કે તેણે ભારતીય સિનેમામાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે તેના ખર્ચ કરતા અકલ્પનીય 24,000% પ્રોફિટ મેળવીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ આંકડાની સરખામણી કરીએ તો, વર્ષની અન્ય સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’એ 1350% નફો કર્યો હતો, જ્યારે ‘ધુરંધર’ જેવી મોટા બજેટની ફિલ્મે જો ‘લાલો’ જેટલો પ્રોફિટ રેશિયો હાંસલ કરવો હોય, તો તેણે ₹30,000 કરોડની કમાણી કરવી પડે, જે હોલિવૂડની ‘અવતાર’ કે ‘એવેન્જર્સ’ જેવી ફિલ્મોના વર્લ્ડવાઈડ કલેક્શન કરતા પણ વધુ છે. અગાઉ આ રેકોર્ડ ‘સીક્રેટ સુપરસ્ટાર'(6000% પ્રોફિટ) અને 1975માં આવેલી ક્લાસિક ફિલ્મ ‘જય સંતોષી મા’ના નામે હતો, પરંતુ હવે ‘લાલો’ ભારતીય ફિલ્મ ઈતિહાસની સૌથી વધુ નફો કરનારી ફિલ્મ બની ગઈ છે.

શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મ એક રિક્ષા ડ્રાઈવરની વાર્તા છે, જે એક ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે. અહીં તેને ભગવાન કૃષ્ણના દિવ્ય દર્શન થાય છે. ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને મિષ્ટી કડેચાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ જેવા દિગ્ગજોએ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કર્યો છે.

ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લો: બેદરકારી બની શકે ઘાતક, PM મોદીની મહત્વપૂર્ણ અપીલ

0

દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જતા હોય છે અને તેઓ દુકાનદારને બીમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી છે કે, ભારત ધીમે ધીમે નવી મહામારી તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ખૂબ જ નુકસાનકારક
જ્યારે બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવીઓ સમય જતાં બદલાય છે અને તેમની સામે વપરાતી દવાઓ (જેમ કે એન્ટિબાયોટિક્સ) તેમના પર અસર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે સ્થિતિને એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જે બીમાર લોકો તાત્કાલિક બીમારી દૂર કરવા માટે ડોક્ટર પાસે જવાના બદલે દુકાનમાંથી એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ ખરીદીને તુરંત સાજા થવા માંગે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આવી રીતે જ એન્ટિબાયોટિક્સ લેવાના કારણે આજે ભારત એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સના સૌથી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

દુકાનદાર પાસે જઈને એન્ટિબાયોટિક્સ દવા લેવી જોખમી
વાસ્તવમાં દિલ્હીના 11 જિલ્લામાં એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં બીમાર લોકો દ્વારા પોતાની જાતે દવા લેવાની આદતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘણીવાર એવું બને છે કે, જ્યારે વ્યક્તિગત ઉપચારથી કામ થતું નથી, ત્યારે આપણે સૌથી પહેલા આપણા નજીકના ફાર્મસીનો સંપર્ક કરીએ છીએ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે સૌપ્રથમ ડોક્ટર પાસે જવાના બદલે દવાની દુકાને પહોંચી જઈએ છીએ. આમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી અને માત્ર બીમારી કહેવામાં આવે, તો દવા મળી જાય છે. આ દરમિયાન બીમાર વ્યક્તિના મનમાં માત્ર એવું હોય છે કે, તેણે જલ્દી સાજા થવું હોય છે અને તે વિચારતો પણ નથી કે, તેને થયેલી બીમારી વાઇરલ છે કે બેક્ટેરિયલ… તેઓ એ પણ જાણતા નથી કે, દુકાનદારે આપેલી એન્ટિબાયોટિક્સ વાઇરસ દૂર કરશે કે નહીં. જોકે આવી ભૂલ માત્ર બીમાર વ્યક્તિને જ નહીં અન્ય લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

દવાનો અધૂરો કોર્સ છોડી દેનારા સાવધાન
આવી રીતે એન્ટિબાયોટિક્સ લીધા બાદ આપણે બે દિવસમાં સાજા થઈ જઈએ છીએ. આ દરમિયાન આપણે ડોક્ટરના બદલે દુકાનદાર પાસે જઈને દવા લેવાની બાબતને યોગ્ય માની લઈએ છીએ. એટલું જ નહીં પછી દવા પણ છોડી દઈએ છીએ, કોર્સ પણ પૂરો કરતા નથી. જોકે આપણે એ જાણતા જ નથી કે, અધૂરા કોર્સના કારણે બેક્ટેરિયા મરતા નથી, પરંતુ તે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને વધુ મજબૂત બનાવે છે, એટલે કે બેક્ટેરિયાની લડવાની શક્તિ વધારે છે. આવી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને દવાથી બચવાની રીત શિખવાડે છે.

એન્ટિબાયોટિક્સ લઈને બીમારી દૂર કરનાર વ્યક્તિમાં જ્યારે ફરી બીમારી આવે ત્યારે નવા કીટાણુને તે એન્ટિબાયોટિક્સ મારવામાં સક્ષમ રહેતી નથી. તેથી જ તેને શક્તિશાળી કીટાણુ (સુપર બગ) કહેવામાં આવે છે. આમ આ રીતે દવા લેવાની આદત માત્ર પોતાના માટે જ નહીં, અન્ય લોકો માટે પણ ખતરો ઊભો કરે છે.

ડોક્ટર પાસે કેમ જવું જરૂરી?
બીમાર પડ્યા બાદ ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ડૉક્ટર વ્યક્તિનું ચેક અપ કરીને તેને કેટલા ડોઝની કઈ દવાની જરૂર છે, તે પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે. આ દરમિયાન ડોક્ટર દર્દીને કોર્સ પણ પૂરો કરવાની સલાહ આપતા હોય છે. જોકે આપણે તાત્કાલિક બીમારી દૂર કરવા માટે સ્ટ્રોંગ દવા લેવાની ઈચ્છા રાખીએ છીએ, તેથી આપણે દુકાનદાર પાસે પહોંચી જઈ છે. જ્યારે ડૉક્ટર કોર્સ મુજબ દવા આપતા હોય છે, ત્યારે તે બીમારીને ધીમે ધીમે દૂર કરવાની હોય છે, જો તાત્કાલિક હેવી ડોઝ આપીને બેક્ટેરિયા દૂર કરવામાં આવે તો બેક્ટેરિયા તે હેવી ડોઝ સામે લડવાની ક્ષમતા બનાવી લે છે, જેના કારણે પછીના સમયમાં હેવી ડોઝ પણ કામ આવતો નથી, જેના કારણે ચેપ ફેલાવવાનું જોખમ વધવાની સાથે દવા બેઅસરનું જોખમ પણ વધે છે.

એન્ટિબાયોટિક્સનો પહેલેથી જ ઉપયોગ પણ નુકસાનકારક
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સાધારણ બીમારી કે દુખાવો દૂર કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરાય, કારણ કે તે છેલ્લું હથિયાર છે. પરંતુ જો આપણે આ છેલ્લા હથિયારને પહેલેથી જ ઉપયોગ કરીશું તો બેક્ટેરિયા છેલ્લા હથિયાર સાથે લડવામાં સક્ષમ થઈ જશે. આ પાસાઓને જોતા વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો એન્ટિબાયોટિક્સ દવાઓનો આવી રીતે ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ઓપરેશન, ડિલિવરી, સામાન્ય ઈન્ફેક્શન સહિતની બીમારી દૂર કરવામાં મોટું જોખમ ઊભું થશે.

સુપર બગ કેટલા ખતરનાક હોય છે?
જ્યારે આપણે વારંવાર અયોગ્ય રીતે દવાઓ (એન્ટિબાયોટિક્સ) લઈએ છીએ, તો બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવી કીટાણુઓ પોતાને એન્ટિબાયોટિક્સ સામે લડવા માટે વધુ સક્ષમ બનાવે છે. જેના કારણે પછી એન્ટિબાયોટિક્સ દવાઓથી પણ બીમારી દૂર થતી નથી. સાયન્સની ભાષામાં આવા અજેય કીટાણુઓને જ સુપર બગ કહેવામાં આવે છે. ભારતમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગના કારણે આવા કેટલાક કીટાણુઓ હવે લડવામાં સક્ષમ બની ગયા છે, જેના કારણે શરીર પર દવાની અસર થવાની સંભાવનાઓ ઘટી ગઈ છે.

‘સુપર બગ જીન’ તરીકે ઓળખાતું એનડીએમ-1 શરીરમાં બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ થઈ ગયું હોવાનું કહેવાય છે, જેના કારણે કોઈપણ દવાની કોઈ અસર થતી નથી. આના કારણે યુરિન ઇન્ફેક્શન અથવા ન્યુમોનિયા જેવા રોગ સામાન્ય દવાથી દૂર થતા નથી અને દર્દીને આઈસીયુમાં ભરતી કરવા પડે છે.