Home Blog Page 225

આંધ્રપ્રદેશઃ ટાટા એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, એકનું મોત, અનેક ઘાયલ

0

ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં યલામાંચીલી નજીકથી પસાર થઈ રહી હતી.

ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના B1 અને M2 કોચમાં આગ લાગી. બંને કોચ નાશ પામ્યા. આગ લાગતા જ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો પાઈલટને તાત્કાલિક આગની જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ લોકો પાઈલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી અને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. મુસાફરોને બહાર કાઢવા દરમિયાન કોચમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. અનકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ આ વાતની પુષ્ટિ કરી. મૃતકની ઓળખ થઈ નથી.

આગ લાગતાની સાથે જ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો. ગભરાટમાં ફસાઈ ગયેલા મુસાફરો ટ્રેનમાંથી સલામત સ્થળે દોડી ગયા અને સ્ટેશન પરિસર તરફ પ્રયાણ કર્યું. આખું રેલ્વે સ્ટેશન ધુમાડામાં લપેટાઈ ગયું હતું. અનકાપલ્લે, એલામંચિલી અને નક્કાપલ્લેથી અનેક ફાયર એન્જિનોએ ભારે પ્રયાસો પછી આગને કાબુમાં લીધી.

તપાસમાં શું બહાર આવ્યું?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે B-1 એસી કોચના બ્રેક જામ થવાને કારણે આગ લાગી હતી. B-1 કોચમાં મુસાફરી કરી રહેલા વિશાખાપટ્ટનમના રહેવાસી 70 વર્ષીય ચંદ્રશેખર સુંદરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. લગભગ બે ડઝન મુસાફરોને પણ સામાન્ય દાઝી ગયા હતા. અકસ્માતમાં તમામ મુસાફરોનો સામાન પણ નાશ પામ્યો હતો.

અકસ્માતને કારણે, વિશાખાપટ્ટનમ-વિજયવાડા રેલ માર્ગ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈકલ્પિક ટ્રેનો અને બસોનો ઉપયોગ કરીને સવારે 3:30 વાગ્યા પછી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગૃહમંત્રી અનિતાની પ્રતિક્રિયા
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી, સંપૂર્ણ માહિતી મેળવી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો. મંત્રીએ કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે રેલ સેવાઓ ફરી શરૂ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.

રેલવે અધિકારીઓનું નિવેદન
સહાયક લોકો પાયલટ શ્રીનિવાસએ જણાવ્યું હતું કે એલામંચીલી નજીક ટ્રેનના બ્રેક જામ થઈ ગયા હતા. નિરીક્ષણ બાદ, કોચમાં આગ લાગી હતી, જેના પગલે ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. દરમિયાન, ડીઆરએમ મોહિતે જણાવ્યું હતું કે બંને અસરગ્રસ્ત કોચના મુસાફરોને બસો દ્વારા અનાકાપલ્લી લઈ જવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવા અને તેને તેના માર્ગ પર મોકલવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં, રેલ્વે અને વહીવટી ટીમો આ મામલાની વિગતવાર તપાસમાં રોકાયેલી છે.

‘ધુરંધર’ના ‘શરારત’ ગીતમાં બદલાવ પર ક્રિસ્ટલ ડિસોઝા બોલી, “નસીબમાં જે લખેલું હોય એ જ મળે

ફિલ્મ ‘ધુરંધર’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સુનામી લાવી દીધી છે. ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મનું ગીત ‘શરારત’ ખૂબ ચર્ચામાં છે. આ આઇટમ સોંગને ક્રિસ્ટલ ડીસુઝા અને આયેશા ખાને પર્ફોર્મ કર્યું છે. બંનેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યારે આ ગીતને કોરિયોગ્રાફ કરનારા વિજય ગાંગુલીએ જણાવ્યું હતું કે તેમણે આદિત્ય ધરને આ ગીત માટે તમન્ના ભટિયાનું નામ સજેસ્ટ કર્યું હતું. જોકે, આદિત્યએ તેના માટે ઇનકાર કરી દીધો હતો.

‘શરારત’ ગીત અંગે ક્રિસ્ટલ ડીસુઝાએ કહ્યું આ
હવે આ અંગે ક્રિસ્ટલ ડીસુઝાએ પ્રતિક્રિયા આપી છે. GGNP સાથે વાતચીતમાં ક્રિસ્ટલ ડીસુઝાએ કહ્યું, ‘જે થવાનું હોય છે તે થાય જ છે. મને તમન્ના ભટિયાના રિજેક્શન વિશે કોઈ માહિતી નથી. પરંતુ તેઓ ખૂબ અદ્ભુત છે. તેઓ ખૂબ સુંદર છે અને તેઓ જે કરે છે તેમાં ખૂબ સારી છે. જે કોઈના નસીબમાં લખેલું હોય છે તે તેને મળી જ જાય છે. મને લાગે છે કે આ મારા નસીબમાં લખેલું હતું. આ આયેશાના નસીબમાં લખેલું હતું તેથી અમને મળી ગયું. પરંતુ આનાથી તે બદલાતું નથી કે તમન્ના ભટિયા કેટલી સુંદર છે અને તેઓ ખૂબ શાનદાર પર્ફોર્મર છે.’

આગળ ક્રિસ્ટલે કહ્યું, ‘હોઈ શકે કે તેઓ આ ગીતમાં પોતાનો સ્પાર્ક છોડત. તેઓ પોતાનો ઑરા લઈને આવત, પોતાની લાઈમલાઈટ લઈને આવત અને મને લાગે છે કે આ શાનદાર છે. જે પણ આ રીતે સારું કરી રહ્યા છે, તેમના પર મને ગર્વ છે. હું વધુ અને વધુ મહિલાઓને આટલું અદ્ભુત, પાગલપણું વાળું પર્ફોર્મન્સ કરતા જોવા માંગું છું.’

ક્રિસ્ટલ ડીસુઝા કોણ છે?
જણાવી દઈએ કે ક્રિસ્ટલ ડીસુઝા ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેમણે ‘એક હજારોં મેઇં મેરી બહેના હૈ’ શોમાં કામ કર્યું હતું. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોમાં નિયા શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ ‘ધુરંધર’નું ‘શરારત’ ગીત ફેન્સ વચ્ચે ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે, અને ક્રિસ્ટલની આ પોઝિટિવ પ્રતિક્રિયાએ તેને વધુ પ્રશંસા મેળવી છે.

હાઈ-વોલ્ટેજ ડ્રામા: પતિને ગર્લફ્રેન્ડ સાથે જોઈ ગુસ્સે ભરાયેલી પત્નીએ કરી મારામારી

0

આગ્રાના એતમાદપુર થાના વિસ્તારમાં આવેલા કુબેરપુર ચાર રસ્તા પર એક ચોંકાવનારી ઘટના બની. એક પરિણીત મહિલાએ પોતાના પતિને તેની કથિત પ્રેમિકા સાથે જોઈને ગુસ્સે ભરાઈને પ્રેમિકા પર જાહેરમાં હુમલો કર્યો. આ ઘટનામાં પત્નીએ પ્રેમિકાને સડક પર જ માર માર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, પત્ની તેની બહેન અને બે બાળકો સાથે કુબેરપુર ચાર રસ્તા પર આવી હતી. ત્યાં અચાનક તેને પોતાના પતિને એક મહિલા સાથે જોઈને ગુસ્સો આવી ગયો. પત્નીએ તરત જ તે મહિલા (કથિત પ્રેમિકા) પર હુમલો કર્યો અને તેને મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન પતિને મોકો મળતાં જ તે ત્યાંથી ફરાર થઈ ગયો. ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ અને લોકોએ વચ્ચે પડીને હસ્તક્ષેપ કર્યો.

પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિની પ્રેમિકાએ તેમના વૈવાહિક જીવનમાં તિરાડ પાડી છે. આ કારણે ઘણા મહિનાઓથી તેને માતાપિતાના ઘરે રહેવું પડી રહ્યું છે. વૈવાહિક અણબનાવના કારણે પરિવારમાં તણાવ વધી રહ્યો હતો. ઘટનાના એક દિવસ પછી, રવિવારે હુમલાનો વીડિયો ઓનલાઈન ફરવા લાગ્યો, જેમાં પત્ની પ્રેમિકાને મારતી દેખાઈ રહી છે.

આ ઘટના બાદ પ્રેમિકાએ એતમાદપુર પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે બંને પક્ષની વાત સાંભળીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને વૈવાહિક સંબંધોમાં વિશ્વાસના મહત્વ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

ગુજરાતમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું, વર્ષ 2025માં હૃદયરોગની ઈમરજન્સીમાં 12%નો ઉછાળો

ગુજરાતમાં હ્રદયરોગની બીમારી એક ગંભીર પડકાર બનીને ઉભરી રહી છે. વર્ષ 2025ના તાજેતરના આંકડાઓ મુજબ, રાજ્યમાં હૃદયરોગને લગતી ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા 25મી ડિસેમ્બર સુધીના આંકડા મુજબ, આ વર્ષે કુલ 96,789 કેસ નોંધાયા છે, જે ગત વર્ષ 2024ના 84,738 કેસની તુલનાએ 12.46 ટકાનો વધારો દર્શાવે છે.

રોજના 265 કેસ અને વધતું મૃત્યુદર
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, ગત વર્ષે ગુજરાતમાં હ્રદયરોગની ઈમરજન્સીના રોજના સરેરાશ 232 કેસ નોંધાતા હતા, જે આ વર્ષે વધીને 265 થયા છે. વધુ આઘાતજનક બાબત એ છે કે વર્ષ 2023માં હૃદયરોગને કારણે રાજ્યમાં કુલ 74,777 લોકોએ જીવ ગુમાવ્યો હતો, એટલે કે સરેરાશ રોજના 204 થી 205 લોકો આ બીમારીનો શિકાર બન્યા છે.

રાહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 26,823 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે. સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં પણ હૃદયરોગના દર્દીઓની સંખ્યા મોટી છે. તબીબોના મતે, અનિયમિત જીવનશૈલી, માનસિક તણાવ, આલ્કોહોલ, સ્મોકિંગ અને ફાસ્ટ ફૂડના સેવનને કારણે યુવાનોમાં પણ ડાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ડાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ
હૃદયરોગના વધતા વ્યાપને કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત પણ વધી છે. ડાલમાં ગુજરાતમાં અંગદાન દ્વારા હૃદય મેળવવા માટે 117 દર્દીઓ વેઈટિંગ લિસ્ટમાં છે. અંગો મેળવવાના વેઈટિંગ લિસ્ટની બાબતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે, જે સ્થિતિની ગંભીરતા સૂચવે છે.

સાવચેતી અને લક્ષણો
તબીબોએ સલાહ આપી છે કે છાતીમાં ભારેપણું, અચાનક પરસેવો થવો, ધબકારા વધવા, જડબામાં દુખાવો, કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ. પૂરતી ઊંઘ, હળવી કસરત અને તણાવમુક્ત જીવન હૃદયને સ્વસ્થ રાખવા માટે અનિવાર્ય છે.

અરવલ્લી મામલે સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશ પર લગાવી રોક

0

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ અરવલ્લી પર્વતમાળા અને તેની ટેકરીઓની એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. સાથોસાથ, નિષ્ણાતોનો અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી પટ્ટામાં ખનન માટેના નવા કોન્ટ્રાક્ટ (લીઝ) આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પર્યાવરણ અને વન મંત્રાલયની સમિતિએ આપેલી નવી વ્યાખ્યાને કોર્ટે મંજૂરી આપી છે. આ મુજબ, અરવલ્લીના જિલ્લાઓમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી કોઈપણ ભૌગોલિક સંરચનાને ‘ટેકરી’ ગણવામાં આવશે. વળી, જો આવી ટેકરીઓ 500 મીટરની ત્રિજ્યામાં સમૂહમાં હોય, તો તેને ‘અરવલ્લી પર્વતમાળા’ તરીકે ઓળખવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે પોતે જ આ મામલે નોંધ લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, અરવલ્લીની ચોક્કસ વ્યાખ્યાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વેચ્છાએ(સ્યુઓ મોટો) સંજ્ઞાન લીધું હતું. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી, જેમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સામેલ હતા.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, ‘કોર્ટના અગાઉના નિર્દેશો અને સમિતિની ભલામણો પર હાલ પૂરતી રોક લગાવવી જરૂરી છે. જ્યાં સુધી નવી હાઈ-પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના ન થાય, ત્યાં સુધી આ મનાઈહુકમ ચાલુ રહેશે. આ મામલે હવે 21 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે ગયા મહિને જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.

સુરતમાં નશા સામે હર્ષભાઈ સંઘવીની અપીલ: સાચી મિત્રતા એટલે બચાવ, નહીં કે મૌન

રાજ્યમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને મિત્રતાની નવી સમજ આપતી સંવેદનશીલ અપીલ કરી છે. સુરતમાંથી તેમણે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ મિત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો તેની માહિતી પોલીસને આપવી દગો નહીં, પરંતુ તેને બરબાદીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડ્રગ્સ લેતા યુવાનોને ગુનેગાર નહીં પરંતુ પીડિત માનવામાં આવશે અને તેમને જેલમાં નહીં, રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર મળશે. પોલીસનું લક્ષ્‍ય યુવાનોને સજા કરવાનો નહીં પરંતુ નશાનો વેપાર કરનાર મોટા સોદાગરો સુધી પહોંચવાનો છે. સાથે જ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે અસામાજિક તત્વો અને ગુંડાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સાથે કોઈ સમજૂતી નહીં થાય અને શાંતિ ભંગ કરનાર દરેક સામે કડક કાર્યવાહી થશે.

Uttar Pradesh: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગરને ઝટકો, હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે

0

ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના ચુકાદાને સ્ટે આપી દીધો છે અને કુલદીપ સિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. ચાર અઠવાડિયા બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જજોએ કુલદીપ સિંહ સેંગર તરફથી હાજર વકીલોને ફિટકાર લગાવતા કહ્યું હતું કે તમે આડી અવળી વાતો કરવાની જગ્યાએ સ્ટે પર વાત કરો. અમે જામીન પર સ્ટે આપવા તૈયાર છે. તમે જો હાઇકોર્ટના જામીનને ચાલુ રાખવા માગતા હોવ તો અમને એનું કારણ જણાવો.

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈના વકીલે આ કેસને ભયાનક ગણાવ્યો હતો. સીબીઆઈ તરફથી તુષાર મહેતા દલીલ કરવા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દલીલ કરી હતી કે જ્યારે પીડિતા પર આ ભયાનક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર 15 વર્ષ જ હતી એટલે કે આ પોક્સોનો કેસ બને છે. આ એક ગંભીર અપરાધ છે અને તે સાબિત પણ થયો છે છતાં હાઈકોર્ટે આ મામલે ગંભીરતા ન દાખવતા સેંગરને જામીન પર છોડી મૂક્યો હતો.

ઉન્નાવ દુષ્કર્મ કેસ એ ભારતના સૌથી ચર્ચિત અને હચમચાવી દેનારા ગુનાઓમાંથી એક છે, જેમાં સત્તા, રાજકારણ અને અપરાધની મિલીભગતે એક સગીર દીકરીના જીવનને નરક બનાવી દીધું હતું. આ કેસનો મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશનો તત્કાલીન શક્તિશાળી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર હતો.

પીડિતા અને તેના પરિવારે જ્યારે ન્યાય માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી ભારે દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો. કેસ દાખલ કરવામાં પણ આનાકાની કરવામાં આવી. મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એપ્રિલ 2018માં પીડિતાએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેના થોડા જ દિવસો બાદ, પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, જેમના પર સેંગરના ભાઈ દ્વારા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 2017ની છે, જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક 17 વર્ષીય સગીરાએ બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સાથીઓ પર નોકરી અપાવવાના બહાને સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે 4 જૂન, 2017ના રોજ જ્યારે તે નોકરી માટે મદદ માંગવા ગઈ ત્યારે સેંગરે તેના ઘરે તેની પર બળાત્કાર કર્યો હતો.

જુલાઈ 2019માં, પીડિતા, તેના વકીલ અને પરિવારના સભ્યો જ્યારે જેલમાં બંધ તેના કાકાને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ “અકસ્માત”માં પીડિતાના બે સંબંધીઓના મોત થયા હતા અને પીડિતા તથા તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો અને સુપ્રીમ કોર્ટે આ મામલે સખત વલણ અપનાવ્યું. સુપ્રીમ કોર્ટે કેસને ઉત્તર પ્રદેશમાંથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો અને CBIને તપાસ સોંપી.

દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો અને ડિસેમ્બર 2019માં તેને આજીવન કેદની સજા ફટકારી. આ ઉપરાંત, પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ તેને 10 વર્ષની સજા કરવામાં આવી હતી. આ ચુકાદાને પીડિતાના લાંબા અને પીડાદાયક સંઘર્ષના અંતે મળેલા ન્યાય તરીકે જોવામાં આવ્યો. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતી જામીન આપ્યા હતા, જેનો કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો.

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

0

ગુજરાત ATS એ નશાના કાળા કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOGએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી ખાતે ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે. 28મી ડિસેમ્બર 2025ના રોજ પાડવામાં આવેલા આ દરોડામાં કરોડોની કિંમતનો નશાકારક પદાર્થ અને કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ફેક્ટરી ડ્રગ્સનું ઉત્પાદન!
મળતી માહિતી અનુસાર, ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma નામની કંપનીમાં નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. બાતમીના આધારે ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે આ ફેક્ટરી પર રેડ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 22 કિલો સાયકોટ્રોપિક કેમિકલ અલ્પ્રાઝોલમ પ્રીકર્સર અને અડધો પ્રોસેસ થયેલો માલ મળી આવ્યો હતો. ડ્રગ્સ બનાવવામાં વપરાતા વિવિધ પ્રતિબંધિત કેમિકલ્સ અને સાધનસામગ્રી પણ પોલીસે કબજે કરી છે. આ ફેક્ટરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હોવાથી કોઈને શંકા ન જાય તે રીતે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન ચાલતું હતું.

આ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતા અન્ય ત્રણ શ્રમિકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ મોટા પાયે નશાકારક પદાર્થો બનાવીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાનું નેટવર્ક ધરાવતા હતા. હાલ ભીવાડી ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ન્યુજર્સીમાં હેલિકોપ્ટર દુર્ઘટના, હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર, એક પાયલોટનું મોત

અમેરિકાઃ ન્યુજર્સીમાં મોટી દુર્ઘટના. હવામાં જ બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થઇ. દુર્ઘટનામાં એક પાયલોટનું મોત, અન્ય એક ઘાયલ છે. ટક્કર બાદ બંને હેલિકોપ્ટર જમીન પર પટાકાયા. હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો જાણવા તપાસ તઇ રહી છે.

મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી, 13નાં મોત, 98 ઇજાગ્રસ્ત

0

મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી. લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી એક ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 98 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતે મેક્સિકોના મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રમુખ ક્લાઉડિયા શીનબામે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે જેથી પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરી શકાય.

મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેનમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરો સવાર હતા. કુલ 250 લોકોમાંથી 139 લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ઈજાગ્રસ્તોમાંથી 5ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે લગભગ 36 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

ઓક્સાકાના ગવર્નર સાલોમન જારા ક્રુઝે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાજ્યની એજન્સીઓ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે પુષ્ટિ કરી છે કે અકસ્માતના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. તે તપાસવામાં આવી રહ્યું છે કે શું આ કોઈ તકનીકી ખામી હતી કે રેલવે ટ્રેકના સમારકામમાં કોઈ ખામી રહી ગઈ હતી.

શું છે ઇન્ટરઓશનિક કોરિડોર?
જે ટ્રેન સાથે આ અકસ્માત થયો તે મેક્સિકોના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એકનો ભાગ છે. આ કોરિડોરને પનામા નહેરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે, જે મેક્સિકોના પ્રશાંત મહાસાગર અને ખાડીના કિનારાને જોડે છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વર્ષ 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોરના કાર્યકાળમાં થયું હતું, જેનો મુખ્ય હેતુ દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસ અને વેપારના માળખાને આધુનિક બનાવવાનો હતો. જોકે, આટલી મોટી દુર્ઘટનાએ મુસાફરોના વિશ્વાસને હચમચાવી દીધો છે, અને હવે પ્રશાસન પર આ સમગ્ર કોરિડોરના સેફ્ટી ઓડિટનું દબાણ વધી ગયું છે.