Home Blog Page 2

નેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

0

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને ભુસ્ખલનના કારણે અનેક ગામો તબાહ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

નેપાળ એમ્બેસી અનુસાર અત્યાર સુધી 175 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 28 દેશોના કુલ 476 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. પૂર એટલું વિનાશક હતું કે અનેક પુલ તૂટી ગયા, ઘરો અને રસ્તાઓને નુકસાન થયું તથા અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.

આ વિનાશની સૌથી વધુ અસર રસુવા અને ધાદિંગ જિલ્લામાં જોવા મળી છે. આ ઉપરાંત નુવાકોટ, ચિતવન અને નવાલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે.

View this post on Instagram

A post shared by Gujarat Guardian (@gujarat_guardian)

આ મુશ્કેલ ઘડીમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં પણ મદદ કરવામાં આવી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને પૂરથી થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે અને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવા તૈયાર છે. બંને દેશોની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

0

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી કિનારાના વિસ્તારોમાં ચિંતા વધી છે. ગંડક નદીમાં આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધવાની શક્યતા વચ્ચે બિહાર સરકારે છ જિલ્લાઓને હાઈ અલર્ટ પર રાખ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરીથી લઈને સ્થળાંતર સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બિહાર સરકારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ખાસ તકેદારીના આદેશ આપ્યા છે. અધિકારીઓને ગંડકના જળસ્તર, તટબંધો, નીચાણવાળા વિસ્તારો, પુલ અને કલ્વર્ટનું સતત મોનિટરિંગ કરવા જણાવાયું છે. જરૂર પડે ત્યારે નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

સૌથી મોટું જોખમ ગંડક નદીમાં અચાનક પાણી વધવાનું છે. અહેવાલો મુજબ આગામી 5થી 6 કલાકમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને લગભગ 3 મીટર સુધીની ફ્લેશ-ફ્લડ વેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વાલ્મીકિનગર બેરેજ અને તેની આસપાસના વિસ્તારો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

બિહારમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગોપાલગંજ માટે NDRF ટીમ મોકલવાની, મુઝફ્ફરપુરમાં ટીમ સ્ટેન્ડબાય રાખવાની અને બેટિયામાં પણ વધારાની ટીમની વ્યવસ્થા કરવાની તૈયારી છે. જિલ્લા વહીવટીતંત્રને બોટ, રાહત શિબિર અને કમ્યુનિટી કિચનની વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ તૈયારી રાખવા નિર્દેશ આપ્યા છે. સરકારની અપીલ છે કે લોકો ગભરાય નહીં, પરંતુ નદી અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે તથા માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે.

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche કાર અને એક ક્ષણનો ફર્ક… આ ઘટનામાં મોટો અકસ્માત થતાં બચ્યો હોવાનો દાવો કરાયો છે. લો ગાર્ડન વિસ્તારમાં કથિત રીતે બેફામ ઝડપે કાર ચલાવવાનો વીડિયો વાયરલ થતાં હવે નવરંગપુરા પોલીસે 24 વર્ષીય પાયલટની ધરપકડ કરી છે. ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના લિંબડિયા ગામનો રહેવાસી અરકાન તિર્મિઝી Porsche ચલાવી રહ્યો હતો. ફરિયાદી શ્રેયાંશના જણાવ્યા અનુસાર, તે HCG હોસ્પિટલ નજીક કામ પૂરું કરીને પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે Porsche ખૂબ જ ઝડપે તેની તરફ આવી હતી. કાર લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. શ્રેયાંશની કારને ટક્કર થતાં બચી હતી અને સમગ્ર ઘટના તેની કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નવરંગપુરા પોલીસે Porscheના રજિસ્ટ્રેશન નંબરના આધારે કારને ટ્રેસ કરી હતી. ત્યારબાદ કારના માલિકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને Porsche જપ્ત કરવામાં આવી હતી. પોલીસે બેદરકારીપૂર્વક અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકે તેવી રીતે ડ્રાઇવિંગ કરવાના આરોપસર કેસ નોંધ્યો હતો.

દરમિયાન, આ જ Porscheનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર આશરે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો ખરેખર આ જ કારનો છે કે નહીં અને તેની ઝડપ કેટલી હતી, તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ફરિયાદ બાદ આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરીને પોતે પાયલટ હોવાનું જણાવ્યું હતું અને ફરિયાદ પાછી ખેંચવા વિનંતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસ વીડિયો, ફરિયાદ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા પર કડક નિયંત્રણો લાગ્યા; પરંતુ આ બધાની વચ્ચે લગ્નના સંબંધો અટક્યા નહીં. પાકિસ્તાનના સિંધ પ્રાંતની ઓછામાં ઓછી 150 સિંધિ હિન્દુ યુવતીઓ ભારત પહોંચી ચૂકી છે, જ્યાં તેમના ભારતીય યુવકો સાથે લગ્ન નક્કી થયા હતા. આ દુલ્હનો માટે ભારત આવવાનો રસ્તો વાઘા-અટારી સરહદ નહીં, પરંતુ ત્રીજા દેશોના હવાઈ માર્ગોમાંથી પસાર થયો.

સિંધના અનેક હિન્દુ સિંધિ પરિવારોના ભારત સાથે વર્ષોથી પારિવારિક સંબંધો છે. ઘણા પરિવારોના સગાં ભારતના નાગપુર, રાયપુર, જોધપુર, અમદાવાદ, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં રહે છે. તેથી ભારત ખાતે લગ્ન માટે સંબંધો નક્કી થવા નવી બાબત નથી.

પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની અવરજવર પર ભારે નિયંત્રણ આવ્યું અને વાઘા-અટારી માર્ગ બંધ થયો હતો. પરિણામે ભારત સાથે સગાઈ થયેલી અનેક પાકિસ્તાની યુવતીઓના લગ્ન અટકી ગયા હતા. અહેવાલો મુજબ આવી ઓછામાં ઓછી 150 યુવતીઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.

સિંધિ સમુદાયના નેતાઓએ આ મુદ્દો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી ખાસ કિસ્સાઓમાં વીઝાની મંજૂરી આપવામાં આવી હતી. શરત એ હતી કે પાકિસ્તાનથી ભારત જમીની માર્ગે નહીં, પરંતુ હવાઈ માર્ગે આવવું પડશે. આ કારણે દુલ્હનો દુબઈ, મસ્કત, શ્રીલંકા, બાંગ્લાદેશ, કોલંબો અને અન્ય ટ્રાન્ઝિટ રૂટ મારફતે ભારત પહોંચી હતી.

હાલમાં આશરે 300 વધુ પાકિસ્તાની સિંધિ યુવતીઓ વીઝાની રાહ જોઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે 150 દુલ્હનોનું ભારત આગમન માત્ર લગ્નની ઘટના નથી, પરંતુ લાંબા સમયથી અટવાયેલા સરહદપાર પારિવારિક સંબંધોને ફરી રસ્તો મળ્યાનો સંકેત પણ છે.

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ સમયમાં ભારે તબાહી મચાવી દીધી હતી. તિબેટ તરફથી આવેલા પૂરના જોરદાર પ્રવાહે રાસુવા વિસ્તારમાં રસ્તા, વસાહતો અને અન્ય માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે નેપાળ ટૂરિઝમ બોર્ડની પ્રાથમિક માહિતી મુજબ 105 ભારતીયો સહિત 291 વિદેશી નાગરિકો અને કુલ 93 નેપાળી મુસાફરો સંપર્કવિહોણા છે. આ આંકડા હજુ ચકાસણી હેઠળ છે.

પૂર ભોટે કોસી નદીમાં લગભગ સવારે 8:30થી 9 વાગ્યાની આસપાસ તિબેટ તરફથી આવ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. રાસુવાના ટિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પૂરના કારણે રસ્તા અને પુલ તૂટી ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારો સાથેનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સંપર્કવિહોણા પ્રવાસીઓની સંખ્યા પ્રાથમિક અહેવાલો અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. બોર્ડ પ્રવાસી પોલીસ, સ્થાનિક પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ અને ટ્રાવેલ ઓપરેટરો સાથે મળીને લોકોનું વાસ્તવિક સ્ટેટસ ચકાસી રહ્યું છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 8 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલો છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે. નેપાળ આર્મીએ હેલિકોપ્ટર અને રાહત ટીમો તૈનાત કરી છે. અહેવાલ મુજબ પૂરના કારણે આશરે 430 મેગાવોટની હાઇડ્રોપાવર ક્ષમતા પણ અસરગ્રસ્ત થઈ છે.

નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે જતા ઘણા ભારતીય યાત્રીઓ પણ આ વિસ્તારથી પસાર થતા હતા. તેથી પરિવારજનોમાં ચિંતા વધી છે અને લાપતા યાત્રીઓનો સંપર્ક સ્થાપિત કરવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.

સોનું-ચાંદી છોડો, અહીં તો આટલાં કિલો વાળની લૂંટ! 23 કોથળા લઈ ફરાર થયેલા લૂંટારુઓનું રહસ્ય ખુલ્યું

0

સોનું, ચાંદી કે રોકડની લૂંટ તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ 330 કિલો વાળની લૂંટ સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. બાંગ્લાદેશના ચુઆડાંગામાં હથિયારધારી શખ્સોએ રસ્તા પર એક કવરડ વાન અટકાવી વાળના 23 કોથળા લૂંટી લીધા હતા. જોકે, ઘટનાના 24 કલાકમાં જ પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કરી લૂંટાયેલો માલ પરત મેળવી લીધો અને બે લોકોની ધરપકડ કરી હતી.

ઘટના 22 ઓગસ્ટે બપોરે દમુરહુદા ઉપજિલ્લાના કોષાઘાટા વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 7થી 8 હથિયારધારી શખ્સોએ કવરડ વાનને રોકી અંદર રહેલા 23 કોથળા વાળ લઈ ફરાર થઈ ગયા હતા. આ વાળનું કુલ વજન આશરે 330 કિલો હતું અને વેપારીઓએ તેની બજાર કિંમત 1 કરોડ બાંગ્લાદેશી ટકાથી વધુ હોવાનું જણાવ્યું હતું.

આ માલ ચુઆડાંગાના વેપારીઓએ ઢાકાથી ખરીદ્યો હતો અને પ્રોસેસિંગ માટે દમુરહુદાના કાર્પસડાંગા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લઈ જવાઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે આ એક જ વેપારીનો માલ નહોતો; 23 કોથળામાં 22 માલિકોનો માલ સામેલ હતો.

તપાસ દરમિયાન પોલીસે કવરડ વાનના ડ્રાઈવર 47 વર્ષીય મોહમ્મદ શાહિદુલ ઈસ્લામ અને ફેક્ટરી મેનેજર 39 વર્ષીય સનવાર હુસૈન સંતુની ધરપકડ કરી હતી. પોલીસે બંને પાસેથી મળેલી માહિતીના આધારે 23 કોથળા વાળ ચુઆડાંગા સર્કિટ હાઉસ વિસ્તારેથી બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.

પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ તથા ધરપકડ માટે તપાસ ચાલુ રાખી છે.

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી દીધું છે. રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડથી તિમુરે અને સ્યાબ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. ઘરો, વાહનો, પુલો, રસ્તાઓ અને અન્ય માળખાંને નુકસાન થયું છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 8 લોકોનાં મોત થયા છે, જોકે નેપાળના અધિકારીઓએ અંતિમ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ હજુ કરી નથી.

નેપાળના કાઠમંડુ પોસ્ટ અનુસાર, તિમુરે વિસ્તારમાં ફરજ પર રહેલા 9 સશસ્ત્ર પોલીસ દળના જવાનો ગુમ થયા છે. પૂર બાદ તિમુરેનું એરિયા પોલીસ કાર્યાલય, સ્યાબ્રુબેસી અને રસુવાગઢી પોલીસ પોસ્ટને પણ નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ માટે નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે.

પૂરનું પાણી તિબેટ તરફથી ભોટે કોશી નદીમાં પ્રવેશ્યું હોવાનું અધિકારીઓનું કહેવું છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે “ગ્લેશિયર ફાટવાથી પૂર આવ્યું” એવી વાતની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પૂરનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસુવામાં ભારે વરસાદને બદલે તિબેટ તરફ નોંધાયેલા વરસાદની અસર હોઈ શકે છે.

આ કુદરતી આફતે નેપાળના વીજ ક્ષેત્રને પણ મોટો ફટકો આપ્યો છે. રોઇટર્સ મુજબ 15 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત થયા છે અને અંદાજે 430 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા જોખમમાં આવી છે. ઉપરાંત, બેટ્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો લગભગ 42 કિલોમીટરનો માર્ગ અનેક સ્થળે ધોવાઈ ગયો છે અને ઘણા પુલો તૂટી ગયા છે.

પૂરનું પાણી હવે નીચેના વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા હોવાથી પ્રશાસને ત્રિશૂલી નદીના કાંઠે રહેતા લોકોને તાત્કાલિક સાવચેત રહેવા અને જરૂર પડે તો ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી છે. બચાવ અને નુકસાનનું આકલન હજુ ચાલુ છે.

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી વધુનું ફંડ—આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે! પરંતુ લાંબા સમય સુધી SIP ચાલુ રાખવામાં આવે અને સરેરાશ 12% વાર્ષિક રિટર્ન મળે એવી ગણતરી કરવામાં આવે, તો કમ્પાઉન્ડિંગના જોરે આટલું મોટું ફંડ બનાવવાની સંભાવના ઊભી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ દર મહિને ₹2,000ની SIP શરૂ કરે અને 35 વર્ષ સુધી સતત રોકાણ કરે, તો તેની કુલ જમા રકમ ₹8.40 લાખ થાય છે. 12% સરેરાશ વાર્ષિક રિટર્નની ધારણા સાથે કમ્પાઉન્ડિંગના કારણે આ રકમ વધીને આશરે ₹1 કરોડથી વધુ થઈ શકે છે. એટલે લાંબા ગાળે નાની રકમનું નિયમિત રોકાણ પણ મોટું ફંડ ઊભું કરી શકે છે.

અહીં કમ્પાઉન્ડિંગનો સૌથી મોટો ફાયદો મળે છે. રોકાણ પર મળતો નફો ફરી રોકાણમાં જોડાય છે અને તેના પર પણ આગળ રિટર્ન મળતું જાય છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી રોકાણમાં રિટર્ન બજારની સ્થિતિ પ્રમાણે ઓછું કે વધુ થઈ શકે છે.

SIP શરૂ કર્યા બાદ વચ્ચે રોકી દેવી અથવા વારંવાર પૈસા ઉપાડી લેવા છતાં લક્ષ્ય સુધી પહોંચવામાં વધુ સમય લાગી શકે છે. બીજી તરફ આવક વધે તેમ SIPની રકમ ₹2,000થી વધારીને ₹2,500, ₹3,000 કે વધુ કરવામાં આવે તો કરોડનું લક્ષ્ય વધુ વહેલું હાંસલ કરવાની સંભાવના વધી શકે છે.

12% રિટર્ન અને ₹1 કરોડથી વધુનું ફંડ માત્ર અંદાજિત ગણતરી છે; વાસ્તવિક વળતર બજારના પ્રદર્શન પર આધારિત રહેશે.

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

0

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ એ જ દવા કથિત રીતે બ્લેક માર્કેટમાં પહોંચી જાય છે અને પીડિત દર્દીઓને આપવામાં આવે છે જીવલેણ બેક્ટેરિયા. બીકાનેરથી દિલ્હી સુધી સામે આવેલા આ મામલાએ માત્ર દવાઓની કાળાબજારી નહીં, પરંતુ સરકારી સપ્લાય સિસ્ટમ અને કેન્સર દર્દીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મામલો બીકાનેરની આચાર્ય તુલસી રિજનલ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 19 ઓગસ્ટે મોંઘી ઓન્કોલોજી અને ઇમ્યુનોથેરાપી દવાઓના 22 વાયલ જપ્ત કર્યા હતા અને ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમાં Bavencio 200 mg/10 ml એટલે કે Avelumabના ચાર વાયલ બીકાનેરની સરકારી સપ્લાય સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. એક વાયલની કિંમત અંદાજે એક લાખ રૂપિયા અથવા તેથી વધુ હોવાનું જણાવાયું હતું.

ત્યારબાદ 24 ઓગસ્ટ 2026ની વિશ્લેષણ રિપોર્ટમાં બે શંકાસ્પદ Avelumab સેમ્પલને કાઉન્ટરફિટ ગણાવવામાં આવ્યા હતા. તપાસમાં રબર સ્ટોપરમાં લગભગ 1.2 મિમીનું છિદ્ર અને એલ્યુમિનિયમ કેપ પર ચેડાંના નિશાન મળ્યા હતા. અસલી દવાની સરખામણીએ સેમ્પલમાં મેનિટોલ અને એસિટિક એસિડનું પ્રમાણ પણ ઘણું ઓછું હતું.

સૌથી ચોંકાવનારી બાબત સ્ટેરિલિટી ટેસ્ટમાં સામે આવી. એક સેમ્પલમાં E. coli, જ્યારે બીજા સેમ્પલમાં Serratia marcescens બેક્ટેરિયા મળ્યા હતા. એટલે આ મામલો માત્ર દવાની કાળાબજારી પૂરતો સીમિત નથી; સંક્રમિત દવા દર્દી સુધી પહોંચવાની શક્યતા સૌથી ગંભીર ચિંતાનો વિષય બની છે.

બીજી તરફ, PBM હોસ્પિટલના અધિકારીઓએ દાવો કર્યો છે કે RMSCL પાસેથી મળેલી દવાઓનો હોસ્પિટલના રેકોર્ડમાં હિસાબ છે અને દરેક વાયલના ઉપયોગની નોંધ રાખવામાં આવી છે. છતાં સરકારી સપ્લાયની દવા દિલ્હી સુધી કેવી રીતે પહોંચી તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે. રાજસ્થાન સરકારે સપ્લાય, સ્ટોક, ડિસ્પેચ અને હોસ્પિટલ વિતરણના રેકોર્ડની તપાસના આદેશ આપ્યા છે.

ડોક્ટર બનવા રશિયા ગયો હતો યુવક, યુદ્ધે બદલી નાખી જિંદગી; વાયરલ થઈ અનોખી લવ સ્ટોરી

ઍવેરીથીંગ ઇસ ફેર ઈન લોવ એન્ડ વૉરની વાત શેક્સપિયરના નામથી ખુબ પ્રસિદ્ધ છે પરંતુ એ હક્કીકતમાં દર્શાવ્યું અમનની લોવ સ્ટોરીએ જાણે રશિયા યુક્રેઇનના નકારાત્મક સંગ્રામમાં બન્યો સકારાત્મક કિસ્સો.વિદેશ જતાં એક સામાન્ય ઘરના યુવકના સપનાની વાત કરીએ તોહ હોય છે કેરિયર સેટ કરવું પરંતુ રશિયા યુક્રેનના યુદ્ધએ વસાઈ દીધું અમનનું ઘર.વાયરલ દાવા પ્રમાણે MBBSનો અભ્યાસ કરવા ગયેલા અમનને મુશ્કેલ સમયમાં તેની પ્રોફેસર નતાલિયાએ મદદ કરી હતી અને બંનેની નજીકીઓ બાદ લગ્ન પણ થયા હતા.

વાયરલ પોસ્ટમાં જણાવાયું છે કે અમન સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારથી આવતો હતો અને ડોક્ટર બનવાના સપના સાથે રશિયા ગયો હતો. અભ્યાસ દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હોસ્ટેલમાં ફસાઈ જવાથી ખાવા-પીવાની મુશ્કેલી અને પૈસાની તંગી ઊભી થઈ હતી. આ સમયે તેની પ્રોફેસર નતાલિયાએ તેને મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મદદ બાદ બંને વચ્ચે વાતચીત અને નજીકતા વધી અને સંબંધ પ્રેમમાં બદલાયો હતો. પોસ્ટ મુજબ નતાલિયા અગાઉ છૂટાછેડા લઈ ચૂકી હતી. મુશ્કેલ સમય દરમિયાન બંનેએ એકબીજાને સાથ આપ્યો અને અંતે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ કહાનીનો સૌથી રસપ્રદ દાવો એ છે કે અમનનું ડોક્ટર બનવાનું સપનું તો પૂરું થયું જ, સાથે જ તેને જીવનસાથી પણ મળી ગયી હતી. વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો છે કે બંને સાથે મળીને સારવાર કેન્દ્ર ચલાવે છે.

જોકે, ઉપલબ્ધ વિશ્વસનીય રિપોર્ટ્સમાં અમન અને નતાલિયાની આ ચોક્કસ કહાનીની પુષ્ટિ મળતી નથી. 2022ના રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ ફસાયા હતા અને ખોરાક, પાણી તથા સુરક્ષાને લઈને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો—આ બાબતના અનેક વિશ્વસનીય અહેવાલો ઉપલબ્ધ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ લવસ્ટોરીને તેથી સત્ય ઘટના તરીકે નહીં, પરંતુ અપુષ્ટ દાવા તરીકે રજૂ કરવી વધુ જવાબદારીભરી બાબત છે.