Home Blog Page 153

ઈરાન હુમલાઓ વચ્ચે ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ મામલે UAEમાં 35 લોકોની ધરપકડ

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે યુએઈમાં પણ એક મોટું સંકટ ઊભું થયું છે. ઈરાન દુબઈ સહિત યુએઈના અનેક શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, સોમવારે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલા બાદ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. એરપોર્ટ નજીક આગ લાગવાથી સાવચેતી સુરક્ષાના પગલા તરીકે અધિકારીઓએ કામગીરી બંધ કરી દીધી હતી. દરમિયાન, પ્રાદેશિક તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારી અને બનાવટી વિડિઓ ક્લિપ્સ શેર કરવા બદલ 19 ભારતીય નાગરિકો સહિત 35 લોકોની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી, અમીરાત સમાચાર એજન્સી (WAM) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આરોપીને ઝડપી ટ્રાયલ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નવીનતમ યાદીમાં વિવિધ દેશોના 25 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 17 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ યાદી શનિવારે નામ આપવામાં આવેલા 10 લોકોથી અલગ છે, જેમાં બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે, અને જેમની ધરપકડના આદેશો પહેલાથી જ જારી કરવામાં આવ્યા છે.

યુએઈના એટર્ની જનરલ ડૉ. હમાદ સૈફ અલ શમ્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ પર કડક દેખરેખ રાખવાના હેતુથી કરવામાં આવી છે જેનો હેતુ નકલી માહિતી અને કૃત્રિમ રીતે જનરેટ કરેલી સામગ્રીના ફેલાવાને રોકવાનો છે જે જાહેર અવ્યવસ્થાને ઉશ્કેરવાનો અને સામાન્ય સ્થિરતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે.

તપાસ અને ઇલેક્ટ્રોનિક દેખરેખમાં જાણવા મળ્યું છે કે આરોપીઓને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. આમાં વર્તમાન ઘટનાઓથી સંબંધિત વાસ્તવિક વિડિઓ ક્લિપ્સ પોસ્ટ કરવા, AI નો ઉપયોગ કરીને નકલી વિડિઓઝ બનાવવા અને લશ્કરી આક્રમણ કરનારા દેશની પ્રશંસા કરવા અને તેના નેતૃત્વ અને લશ્કરી કાર્યવાહીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે દુબઈ એરપોર્ટ પર ફરી ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદ

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં પડોશી દેશોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી દુબઈ પર અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે.

દુબઈ એરપોર્ટ પર ડ્રોન ક્રેશ થયા બાદ એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. વિસ્ફોટથી નજીકમાં સ્થિત ઇંધણ ટાંકીમાં આગ લાગી ગઈ હતી. જોકે, ત્યારબાદ તરત જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સાવચેતીના પગલા તરીકે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન હુમલાને કારણે સર્જાયેલી આગની ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે કેટલીક ફ્લાઈટ્સને જેબેલ અલી સ્થિત અલ્ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પર ડાયવર્ટ કરવામાં આવી છે. જોકે, દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ ટેન્ક પર લાગેલી આગ પર હવે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સાવચેતીના પગલારૂપે આ ડાયવર્ઝનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દુબઈ એરપોર્ટ્સે જાહેરાત કરી છે કે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે મૂળ રીતે નિર્ધારિત ઘણી ફ્લાઇટ્સને અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં આવી રહી છે. વધુમાં, એરપોર્ટ સ્ટ્રીટ અને એરપોર્ટ ટનલની અંદર ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતથી દુબઈ જતી એક અમીરાત ફ્લાઇટ સુરક્ષા કારણોસર કોચી પરત ફરી હતી. ઉતરાણ પછી મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ પરિસરમાં જ ગોઠવવામાં આવ્યા.

દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ મુસાફરો અને સ્ટાફની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીને હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરપોર્ટ અધિકારીઓએ એક સ્પષ્ટ નિર્દેશ જારી કરીને જનતાને એરપોર્ટની નજીક ન જવાની સલાહ આપી છે. એરપોર્ટ અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે તેઓ ફ્લાઇટ સંબંધિત તમામ અપડેટ્સ ઓનલાઈન તપાસે અને આ સમયે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળે.

કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. અગાઉ રવિવારે અલી અલ સાલેમ બેઝ પર થયેલા ડ્રોન હુમલામાં ઈટાલિયન ફોર્સના આશ્રયસ્થાનને નુકસાન થયું હતું.

સુરતમાં ધો.10ના વિદ્યાર્થી પર ચાર સગીરોનો ચપ્પુ હુમલો, ત્રણ ઘા બાદ હાલત ગંભીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બોલાચાલીની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ વિદ્યાર્થીને રોકી “તારામાં બહુ દમ છે” કહી ઝઘડો શરૂ કર્યો અને પીઠ તથા પેટના ભાગે ત્રણ ઘા માર્યા, જેના કારણે વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરાઈ છે, પરંતુ ગંભીર હાલતને કારણે તે બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી. પિતાએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ ઓનલાઈન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા.

હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. પિતાએ આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે.

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 10ના મોત

0

ઓડિશાના કટકમાં આવેલ એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ભીષણ આગના કારણે 10 લોકોના મોત થયા હોવાનું પણ સૂત્રાએ જણાવ્યું છે. આ 10 લોકોમાં મોટાભાગના દર્દીઓ સામેલ હતાં. આજે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રોમા કેર વિભાગમાં આગ લાગી હતી. ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ કરેલા દર્દીઓનું પણ મોત થયું છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અગમ્ય કારણોસર ટ્રોમા કેર વિભાગના ઈમરજન્સી વિભાગમાં પહેલા માળ પર આગ લાગી હતી. આ લાગ લાગતાની સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ત્રણ ગાડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાના કારણે ભાગદોડ સર્જાઈ હતી.

સ્થિતિને જોતા આઈસીયુમાં ભરતી કરેલા દર્દીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. તેમ છતાં 10 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ શા કારણે લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી આગ શા કારણે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હોસ્પિટલની સુરક્ષા પર સવાલો થઈ રહ્યાં છે.

આ મામલે જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન માઝી હોસ્પિટલ પહોંચીને આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં ત્યાં જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન સાથે ઘટનાસ્થળ પર અન્ય અનેક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

બંગાળ, આસામ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં મતદાન, જાણો વિગત

0

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ રહી છે. ચૂંટણી પંચ હાલમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી આયોગના આયુક્ત જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી આયોગના અન્ય બે આયુક્ત સુખવીર સિંહ સંધૂ અને વિવેક જોશી હાજર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી આયોગે આ મહિનામાં સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લઈ ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આયોગે રાજકીય પક્ષો, સુરક્ષા એજન્સીઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

ચૂંટણી તારીખોની જાહેરાત પહેલાં મુખ્ય ચૂંટણી આયુક્તે જણાવ્યું હતું કે પાંચેય રાજ્યોના તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી છે અને તેમના સૂચનો લેવામાં આવ્યા છે. આ દરમિયાન ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

પાંચ રાજ્યોમાં અંદાજે 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવામાં આવશે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે. મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું કે “ચૂંટણી પર્વ આપણું ગૌરવ છે.”

ચૂંટણી મતદાન તારીખ

  • પશ્ચિમ બંગાળ – પ્રથમ ચરણ – 23 એપ્રિલ / બીજા ચરણ – 29 એપ્રિલ
  • તમિલનાડું – 23 એપ્રિલ
  • કેરળ – 9 એપ્રિલ
  • આસામ – 9 એપ્રિલ
  • પુડ્ડુચેરી – 9 એપ્રિલ

ચૂંટણી પરિણામ તારીખ

  • પશ્ચિમ બંગાળ – 4 મે
  • તમિલનાડું – 4 મે
  • કેરળ – 4 મે
  • આસામ – 4 મે
  • પુડ્ડુચેરી – 4 મે

ભારતીય નૌકાદળનું INS સુદર્શિની માલ્ટાના વેલેટા બંદરે પહોંચ્યું

ગલ્ફમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ વચ્ચે ભારતમાં ક્રુડતેલ અને રાંધણગેસ સહિતના ગેસના પુરવઠાની સર્જાયેલી તંગીમાં હવે આગામી દિવસોમાં રાહતના સમાચાર છે. ઈરાને હાર્મુઝ જળમાર્ગ બંધ કરતા ખાડીના દેશોમાંથી આવતા ભારતના ગેસ અને ક્રુડ ટેન્કર દરિયામાં યુદ્ધના માહોલ વચ્ચે ફસાઈ ગયા હતા.

પરંતુ ભારત સરકારે ઈરાન સાથે વાતચીત કરતા જ હવે ભારતીય ફલેટ ધરાવતા જહાજોને હાર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજુરી આપ્યા બાદ બે એલપીજી ટેન્કર શિવાલીક અને નંદાદેવી હોર્મુજ જળમાર્ગ પસાર કરીને ભારત આવવા રવાના થઈ ગયા છે અને શિવાલીકમાં 40 હજાર મેટ્રીક ટન એલપીજી લાવવામાં આવી રહ્યું છે.

જયારે નંદાદેવીમાં 46 હજાર મેટ્રીક ટન એલપીજી ભારત પહોંચશે. ઈરાને ભારતીય જહાજોને મંજુરી આપ્યા બાદ આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સુરત અને અન્ય નૌકાદળ જહાજોએ એક બાદ એક એમ બન્ને ભારતીય જહાજોને હોર્મુઝ જળમાર્ગ પસાર કરાવીને સલામત દરિયા સુધી પહોંચાડી દીધા છે અને તે હવે કંડલા બંદરો લાંગરે તેવા સંકેત છે.

આમ દેશમાં એલપીજી કટોકટી વચ્ચે મોટા જથ્થામાં રાંધણગેસ ભારત પહોંચી રહ્યો છે અને હજુ ખાડીના દેશોમાં અગાઉના ઓર્ડરના એલપીજી ટેન્કર હાલ લાંગરેલા પડયા છે તેમને પણ સલામત રીતે હાર્મુઝ જળમાર્ગ પસાર કરાવવા નૌકાદળે તૈયારી કરી છે.

સુરતમાં ગેસ કાળાબજારી પર પોલીસ કડક: DG કે.એલ.એન. રાવનું અલ્ટીમેટમ

સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો લાભ ઉઠાવી કાળાબજારી કરતા તત્વો સામે પોલીસ કમિશનર (DG) કે.એલ.એન. રાવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર સંગ્રહખોરી કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. લોકો સુધી રાંધણ ગેસ સમયસર અને વ્યાજબી ભાવે પહોંચી રહે તે માટે સુરત પોલીસ હવે સીધી દેખરેખ રાખશે.

આ મામલે DG કે.એલ.એન. રાવે સુરત શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ને ખાસ સૂચના આપી છે. તેમના વિસ્તારમાં આવતી ગેસ એજન્સીઓ અને ગોડાઉનો પર તકેદારી રાખવા તેમજ કોઈ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો સંગ્રહ ન કરે તે જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ હવે એવા લોકોને શોધી કાઢશે જેઓ કૃત્રિમ અછત ઉભી કરી વધુ ભાવ પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગેસનો પુરવઠો વહેલી તકે ગ્રાહકો સુધી પહોંચે તે માટે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોને કોઈપણ અવરોધ વિના એજન્સીઓ સુધી પહોંચવા દેવા પોલીસને તાકીદ કરવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને કારણે ગેસ વિતરણ વ્યવસ્થામાં સુધારો આવવાની અને કાળાબજારી અટકવાની આશા સેવાઈ રહી છે. જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદાકીય કલમો હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ગોડાદરામાં સમૂહ વિવાહમાં 15 હજાર મહેમાનો માટે ચૂલે રંધાઈ 14 વાનગીઓ

0

આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા અનેક હોટલ, રેસ્ટોરાં અને સામાજિક કાર્યક્રમો પર અસર પડી છે. આવી જ સ્થિતિ સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજિત એક સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન જોવા મળી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. જ્યાં સમૂહ લગ્નમાં અંદાજિત 15 હજાર મહેમાનોનું જમવાનું બનાવવાનું હતું. પરંતુ કેટરર્સે ગેસની બોટલની અછત હોવાની વાત કરી હતી. જેથી રસોઈ કેવી રીતે બનશે, તે અંગે આયોજકો ચિંતામાં મૂકાયા હતા. જે દરમિયાન આયોજકોએ સમાજની મિટિંગ પણ બોલાવી હતી.

સમાજની મિટિંગમાં જૂની પદ્ધતિથી રસોઈ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આયોજકોએ આ આપદાને અવસરમાં બદલી હતી. આયોજકોએ અંદાજિત 15 હજાર મહેમાનોની રસોઈ કરવા માટે JCBની મદદથી 5 ખાડા કર્યા હતા. અંદાજિત 2 હજાર કિલો લાકડા મંગાવવામાં આવ્યા હતા. તેમ જૂની પદ્ધતિથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, સંસાધનોની અછત હોય, ત્યારે પરંપરાગત પદ્ધતિ અપનાવીને પણ મોટા આયોજનો સફળ બનાવી શકાય છે.

ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિના આયોજક અમિતસિંગ રાજપૂતએ જણાવ્યું હતું કે હાલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં કોમર્શિયલ ગેસના બાટલાની અછત છે. આ સમાચાર દસ દિવસ પહેલા કેટરિંગવાળાએ આપ્યા હતા. કેટરિંગવાળા પાસે ગેસ સિલિન્ડર નથી. તમે બાટલા લાવશો તો જમવાનું બનાવી શકાશે નહી. જે બાદ અમે સમાજની મિટિંગ બોલાવી હતી. તેમજ સાંસદનો સંપર્ક પણ કર્યો હતો.

અમિતસિંગ રાજપૂતએ આગળ જણાવ્યું કે, અમે રાતના સમયે જેસીબી બોલાવીને ખાડો કરીને રાતથી જ જમવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વધુમાં આયોજકે કહ્યું કે, સમાજમાં બદનામી થશે, કઈ રીતે આયોજન પૂરુ પાડીશું, તેવો ભય હતો. પરંતુ હવે અમારો પ્રસંગ પૂર્ણતાની આરે છે. જ્યારે કોઈનો આવો પ્રસંગ આવે તેમણે આવું કરવું જોઈએ

ગ્રીન કાર્ડની લાલચમાં રચ્યું નકલી લૂંટનું કાવતરું, અમેરિકામાં પકડાયા 11 ભારતીયો

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ’U વિઝા’ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું.

અમેરિકામાં ’U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ’ભોગ બન્યા’ હોવાનું પણ દર્શાવતા હતા.

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. ’ભોગ બનનાર’ વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2,50,000 (આશરે 2 કરોડ રૂૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે.

કૌભાંડમાં ઝડપાયેલ ગુજરાતીઓ

  • જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સ
  • મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
  • સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સ
  • દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સ
  • રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકી
  • અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સ
  • રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરી
  • સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
  • મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
  • સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
  • મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સ

જાપાનથી સ્પેન સુધી મહિલાઓને માસિક સ્રાવ રજા, ભારતના કેટલાક રાજ્યોમાં પણ અમલ

0

સુપ્રીમ કોર્ટે દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીઓને તેમના માસિક ધર્મ દરમિયાન થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને ફરજિયાત રજા માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજીનો નિકાલ કરતા કોર્ટે કહ્યું કે સરકારે આ મુદ્દા પર નીતિ નક્કી કરવી જોઈએ, અને તમામ હિસ્સેદારો સાથે પરામર્શ જરૂરી છે. આ નિર્ણય વચ્ચે, આજે આપણે જાણીશું કે કયા દેશો મહિલાઓને માસિક ધર્મ રજા આપે છે. આપણે ભારતના તે રાજ્યો વિશે પણ જાણીશું જ્યાં માસિક ધર્મ રજા ઉપલબ્ધ છે.

પીરિયડ રજા આપતા દેશો

  • જાપાન (૧૯૪૭)
    જાપાન એ પીરિયડ લીવ લાગુ કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. તે કાનૂની અધિકાર છે, પરંતુ કંપનીઓ નક્કી કરે છે કે રજા ચૂકવવામાં આવે છે કે ચૂકવણી વગર.
  • ઇન્ડોનેશિયા
    ઇન્ડોનેશિયામાં, સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન દર મહિને બે દિવસની પગારવાળી રજા મળે છે.
  • તાઇવાન
    તાઇવાનમાં રોજગારમાં જાતિ સમાનતા કાયદા હેઠળ, મહિલાઓ દર વર્ષે ત્રણ દિવસની માસિક રજા લઈ શકે છે, સામાન્ય રીતે અડધા પગાર પર.
  • દક્ષિણ કોરિયા
    દક્ષિણ કોરિયામાં, મહિલાઓને મહિનામાં એક દિવસની રજા મળે છે. રસપ્રદ વાત એ છે કે, જો તેઓ રજાનો ઉપયોગ ન કરે, તો તેમની કંપની તેમને વધારાનું વળતર આપે છે.
  • ઝામ્બિયા
    સ્થાનિક રીતે “મધર્સ ડે” તરીકે ઓળખાતા ઝામ્બિયાના કાયદા મુજબ મહિલાઓને પૂર્વ સૂચના વિના દર મહિને એક દિવસ રજા લેવાની મંજૂરી છે.
  • વિયેતનામ
    વિયેતનામમાં કામ કરતી મહિલાઓ માસિક ચક્ર દરમિયાન દરરોજ 30 મિનિટનો વિરામ અથવા ત્રણ દિવસની રજા પસંદ કરી શકે છે.
  • સ્પેન (૨૦૨૩)
    આ પ્રકારનો કાયદો પસાર કરનાર પ્રથમ યુરોપિયન દેશ સ્પેન, ગંભીર પીડા માટે ત્રણથી પાંચ દિવસની રજાની મંજૂરી આપે છે, જેનો ખર્ચ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે, જેથી ભરતીમાં મહિલાઓ સામે ભેદભાવ અટકાવવામાં આવે.

ભારતના 5 રાજ્યો જે માસિક રજા આપે છે

  • કર્ણાટક:
    કર્ણાટક એ ભારતીય રાજ્યોમાં સામેલ થઈ ગયું છે જેમણે માસિક સ્રાવ રજાની જરૂરિયાતને માન્યતા આપી છે.
  • બિહાર:
    ભારતમાં માસિક સ્રાવ રજા ચળવળના પ્રણેતા બિહારે 2 જાન્યુઆરી, 1992 ના રોજ મહિલા સરકારી કર્મચારીઓ માટે સતત બે દિવસની પેઇડ રજા શરૂ કરી હતી. કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CUSAT) માં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના આંદોલનને પગલે, કેરળની યુનિવર્સિટીઓએ માસિક સ્રાવ રજા આપવાનું શરૂ કર્યું છે.
  • ઓડિશા :
    માસિક સ્રાવ રજા પર દેશવ્યાપી ચર્ચાઓ વચ્ચે, ઓડિશાએ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પેઇડ રજા લાગુ કરી. રાજ્યના 78મા ભારતીય રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી પ્રભાવતી પરિદા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
  • સિક્કિમ:
    સિક્કિમ હાઈકોર્ટ રજિસ્ટ્રીના નિયમો અનુસાર, મહિલા કર્મચારીઓ તબીબી અધિકારીની ભલામણ પર દર મહિને 2-3 દિવસની માસિક રજા મેળવી શકે છે. સિક્કિમ યુનિવર્સિટી મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને માસિક સ્રાવ રજાનો એક દિવસ પણ પ્રદાન કરે છે.