Home Blog Page 1387

યુનિફોર્મનાં પૈસા ન મળ્યા તો તલવાર લઈને નિશાળે પહોંચી ગયો પિતા, માસ્તરોને આપી દીધી ધમકી

0

If he did not get the money

  • બિહારના અરરિયામાં એક ગજબ કેસ સામે આવ્યો છે. સ્કૂલ યુનિફોર્મના પૈસા ના મળતા એક પિતા તલવાર લઇને પોતાના બાળકોના સ્કૂલે પહોંચી ગયો અને શિક્ષકોને ધમકાવવા લાગ્યો. જો કે, પોલીસે આરોપી પિતા પર FIR નોંધી છે.

જોકીહાટ SHO એ કહ્યું, શિક્ષકોને ધમકાવવાનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો અકબરના (Akbar) ગયા બાદ શાળાના મુખ્ય શિક્ષક મો. જહાંગીર આલમે જોકીહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી. મો. જહાંગીરે જણાવ્યું, શાળાની બાજુમાં જ અકબરનું ઘર છે. એક વર્ષ પહેલા તેણે શાળાના શિક્ષકો સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ. તો મિડ ડે મીલનો રાશનનો સામાન અને રૂપિયા બળજબરીપૂર્વક મંગાવ્યા કરે છે. એટલું જ નહીં, શાળામાંથી સામાનની ચોરી કરી માર્કેટમાં વેચી દે છે.

Image

શિક્ષકનો આરોપ, વેપારીના ખિસ્સામાંથી રૂપિયા લૂંટી લીધા :

શાળાના શિક્ષકે જણાવ્યું, આ મહિને પાંચ જુલાઈએ જીતુ ચોક પર સ્થિત સ્કૂલ વેન્ડર યાકુબની કરિયાણાની દુકાન પર ઈંડા ખરીદવા માટે હું ગયો હતો. આ દરમ્યાન અકબર ત્યાં પણ પહોંચી ગયો. અકબરે દુકાનના વેપારી પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરી. શિક્ષકે આરોપ લગાવ્યો, અકબરે વેપારીના ખિસ્સામાંથી રાખેલા રૂપિયા લૂંટી લીધા. આ સાથે ધમકી આપી ત્યાંથી ભાગી નિકળ્યો.

આ પણ વાંચો –

 

દિલ્હીમાં વીજળીની કિંમતમાં થશે વધારો, DERCએ આપી મંજૂરી, જાણો ક્યારથી ભાવ વધારો લાગુ થશે 

0

Electricity prices will go up in Delh

  •  વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

દેશમાં કોલસાની અછત (Lack of coal) અને સીએનજી ગેસના (CNG gas) ભાવમાં વધારાની અસર હવે વીજ ગ્રાહકો પર થવા જઈ રહી છે. DERCએ રાજધાનીમાં વીજળીની કિંમતમાં (The cost of electricity) વધારો કરવા સબંધી નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ વીજળીના કિંમતમાં વધારાની મંજૂરી DERCએ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના (Power Purchase Adjustment Cost) રૂપમાં આપી છે.

દિલ્હીની ત્રણ ખાનગી પાવર કંપનીઓ BSES યમુના, BSES રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન કંપની (TPDDL) ને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં વીજળીના દરો વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વધારો રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં 2થી 6%નો હશે.

BSES યમુના વિસ્તારમાં 6%, BSES રાજધાનીમાં 4% અને TPDDLના વિસ્તારોમાં 2% વીજળી ભાવોમાં વધારો થશે. વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોલસાની અછત અને ભૂતકાળમાં તેની વધેલી કિંમતોને કારણે પાવર જનરેશન દ્વારા વીજળીના દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને DERC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

શિન્ઝો આબેને કારણે મારી માતા કંગાળ બની એટલે હત્યા કરી

My mother became miserable

  •  જાપાનના પૂર્વ વડાપ્રધાનના હત્યારા યામાગામીની કબૂલાત. જાપાનમાં સંસદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, આબેના સત્તાધારી પક્ષને બહુમત મળવાનું એક્ઝિટ પોલનું અનુમાન.

જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની (Former Prime Minister Shinzo Abe) હત્યા કરનારા શખ્સે પોલીસ સમક્ષ હત્યા કેમ કરી તેને લઇને મોટા ખુલાસા કર્યા છે. આ હત્યારાએ જણાવ્યું હતું કે શિંઝો આબેને કારણે મારી માતા આર્થિક રીતે તંગદીલીમાં ધકેલાઇ ગઇ હતી. શિંઝો આબેને કારણે મારા ઘરની આર્થિક સ્થિતિ (Economic status) સાવ કંગાળ થઇ ગઇ હતી.

શિંઝો આબેના ૪૧ વર્ષીય હત્યારા તેત્સૂયા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે એક ધાર્મિક ગુ્રપને કારણે મારી માતાની આર્થિક સ્થિતિ નબળી પડી ગઇ અને તે દેવાદાર બની ગઇ હતી. હું મહિનાઓથી શિંઝો આબેની હત્યાનું આયોજન કરી રહ્યો હતો. આ માટે તેણે એક ૪૦ સેમીની બંદુક પણ તૈયાર કરી હતી. આ યુવકના પાડોશીએ સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે તે એકદમ ગુમસુમ અને શાંત રહેતો હતો, લોકોની સાથે બહુ જ ઓછી વાતો કરતો હતો.

એવા દાવા થઇ રહ્યા છે કે આ યુવકે પોલીસને જણાવ્યું છે કે શિંઝો આબેએ એક એવા ધાર્મિક સંગઠનનું સમર્થન કર્યુ હતું કે જેને દાન આપીને મારી માતા આર્થિક રીતે ભાંગી ગઇ હતી. બંદુકથી ગોળીબાર કરવાના આયોજન પૂર્વે બોમ્બથી હુમલો કરવાની પણ આ શખ્સે યોજના બનાવી હતી. તે અનેક કાર્યક્રમોમાં શિંઝો આબે પર હુમલાની તક જઇ રહ્યો હતો.

બીજી તરફ શિંઝો આબેના મોત બાદ જાપાન શોખમય બન્યું હતું, આ સ્થિતિ વચ્ચે રવિવારે જાપાનની રાજ્યસભા માટે ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન એક્ઝિટ પોલનો દાવો છે કે શિંઝો આબેના પક્ષને સહાનુભુતની કારણે બહુમત મળી શકે છે. સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૨૫ બેઠક સાથે બહુમત મળી શકે છે.

આ પણ વાંચો –

કોહલીએ Vivo સાથે છેડો ફાડ્યો ! જાહેરાતો પર લગાવવામાં આવી હાલ પૂરતી બ્રેક

0

Kohli breaks up with Vivo

  • કોહલીની ટીમે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે કંપની તપાસ હેઠળ છે અને તેથી તેની જાહેરાતોમાં કોહલીને દર્શાવવો યોગ્ય નથી. એટલા માટે કંપનીએ વિરાટ કોહલીને દર્શાવતી જાહેરાતોને હાલ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિરાટ કોહલીને ટીકાથી બચાવવાનો છે.

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo Mobiles સામે મની લોન્ડરિંગના (Money laundering) આરોપોની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, કંપનીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે સંબંધિત તેની જાહેરાતોને પ્રમોટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી ભારતમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે વિરાટ કોહલી સાથેની જાહેરાતો હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. કંપનીએ IPLની 2021 એડિશન પહેલા વિરાટ કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનાવ્યો હતો. આ પહેલા અભિનેતા આમિર ખાન અને સારા અલી ખાન કંપનીની જાહેરાતોમાં જોવા મળ્યા હતા.

કોહલીએ લીધો નિર્ણય :

વિવો મોબાઈલ્સના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી તપાસની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરાટ કોહલી સાથે સંબંધિત જાહેરાતો અને પ્રમોશન પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી રહી છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે કોહલીની ટીમ પણ તેનાથી આરામદાયક નથી. કોહલીની ટીમે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે કંપની તપાસ હેઠળ છે અને તેથી તેની જાહેરાતોમાં કોહલીને દર્શાવવો યોગ્ય નથી. એટલા માટે કંપનીએ વિરાટ કોહલીને દર્શાવતી જાહેરાતોને હાલ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિરાટ કોહલીને ટીકાથી બચાવવાનો છે.

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે આ યોગ્ય નિર્ણય છે. પેપ્સિકો અને હેવલેટ પેકાર્ડના ભૂતપૂર્વ માર્કેટિંગ હેડ અને બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ લોયડ મેથિયાસે જણાવ્યું હતું કે જો કોઈ કંપની તપાસ હેઠળ છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર જાણીતા વ્યક્તિત્વ છે, તો તે વ્યવસાયિક પ્રવૃત્તિને રોકવાનો યોગ્ય નિર્ણય છે. કોહલીની પહોંચ અને પ્રભાવ અપાર છે. આવી સ્થિતિમાં વિરાટ પર સવાલો પણ ઉઠી શકે છે કે તે એવી કંપનીને પ્રમોટ કરી રહ્યો છે જેની સામે તપાસ ચાલી રહી છે.

વિવો મની લોન્ડરિંગના આરોપો માટે તપાસ હેઠળ છે. EDએ છેલ્લા કેટલાક દિવસોમાં Vivoના 48 સ્થળો અને તેની સાથે સંકળાયેલી 23 કંપનીઓ પર દરોડા પાડ્યા છે. આ સાથે કંપનીના બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કંપનીએ તેની સામે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કંપનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે ED જાણીજોઈને તેના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ એપ્રિલ 2021માં કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. કોહલી ભારતમાં જાહેરાતો માટે સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. તે લગભગ 30 બ્રાન્ડને પ્રમોટ કરે છે.

આ પણ વાંચો –

ઓનલાઈન કરતા ઓફલાઇન ફૂડ સસ્તું ? યુઝરે Zomatoનું બિલ શેર કરી પર્દાફાશ કર્યો

0

Is offline food cheaper than online

  • લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા.

આજના સમય ખોરાક (Food), દવા (Medicine) અને રાશન (Ration)નો સમાન ફક્ત એક ક્લિક દૂર છે. વર્તમાન સમયે ઓનલાઇન ફૂડ (Online Food) ઓર્ડર કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. ઝોમેટો (Zomato) અને સ્વિગી જેવા પ્લેટફોર્મ્સ (Online Food delivery Platforms) યુઝર્સને ઘણી ઓફર્સ આપે છે. જેથી આવી સર્વિસ લોકોને કિફાયતી લાગે છે. પરંતુ, આ ઓફર્સ પછી પણ રેસ્ટોરન્ટ (Restaurant) અથવા હોટલમાં રૂબરૂ ગયા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું સસ્તું છે?

મુંબઈના એક વ્યક્તિએ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. તેને ઝોમેટો મારફતે ખાવાનું મંગાવવું મોંઘું પડ્યું છે. તેણે ઝોમેટો અને રેસ્ટોરન્ટમાંથી એક સરખું ખાવાનું મંગાવ્યું હતું અને બંનેના રેટમાં જે તફાવત જોવા મળ્યો હતો તે જોઈને તે ચોંકી ગયો હતો.

રાહુલ કાબરા નામના વ્યક્તિએ લિંક્ડઇન પર ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને બિલ મૂક્યા હતા. ઝોમેટો અને રેસ્ટોરન્ટના બિલમાં તફાવત જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. ઝોમેટોએ તો 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને પણ ફૂડ માટે 690 રૂપિયા લીધા હતા, જ્યારે રેસ્ટોરન્ટે તે જ ફૂડ માટે 512 રૂપિયા વસૂલ્યા હતા! આ બાબતે ઘણા યુઝર્સે ઝોમેટોની ઝાટકણી કાઢતી કોમેન્ટ્સ કરી હતી.

શું છે આખી વાત ?

લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા. 75 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ પણ ઝોમેટોનું બિલ 690 રૂપિયા થઈ ગયું. કાબરાએ આ જ સામાન જે રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોએ ડિલિવર કર્યો હતો ત્યાંથી ખરીદ્યો હતો, જેમાં કાબરાને માત્ર રેસ્ટોરન્ટમાં જ 512 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રીતે બંને બિલ વચ્ચેનો તફાવત 178 રૂપિયા હતો.

રાહુલ કાબરાએ ઉમેર્યું હતું કે, “ધારો કે, ઝોમેટો ફૂડ સર્વિસ પ્રોવાઇડરને વિઝીબલિટી અને વધુ ઓર્ડર લાવે છે. તો શું તેણે આટલી ઊંચી કિંમત લેવી જોઈએ?

પોસ્ટ આગની જેમ વાયરલ થઈ :

રાહુલ કાબરાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ પર 11,000 લાઈક અને 1,700 થી વધુ કોમેન્ટ આવી છે. બીજા ઘણા યુઝર્સે પણ એક સમાન પ્રોડક્ટની કિંમત ઉંચી બતાવવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા લૂંટ ચલાવવા આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મેનુ એક જ રાખવું જોઈએ અને તેમનો ચાર્જ અલગથી લેવો જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરી ઈન્દોરમાં સ્વિગી સાથેનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે. તેણે લખ્યું છે કે, હું નજીકની રેસ્ટોરન્ટમાંથી થાળી મંગાવવા માંગતો હતો. સ્વિગીએ 120 પ્લસ ડિલિવરી ચાર્જ તરીકે કિંમત બતાવી હતી. હું રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો, તેથી મેં તે થાળી રેસ્ટોરન્ટમાંથી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે જ થાળી 99માં ઉપલબ્ધ હતી. મેં સ્વિગીને તે જ ફૂડ માટે 40 ટકા વધુ એટલે કે, લગભગ 140 રૂપિયા ચૂકવ્યા હોત.

અન્ય એક યુઝરે ઉમેર્યું હતું કે, “ડોરડાશ જેવી યુએસ બેઝ્ડ ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ ખાદ્ય ચીજો માટે રેસ્ટોરાં જેટલી જ કિંમત જાળવી રાખે છે. જો કે, તેઓ અલગથી ડિલિવરી ફી લે છે. આ રીતે ત્યાં પારદર્શિતા છે અને ગ્રાહક જાણે છે કે તે શેના માટે વધુ ચૂકવણી કરે છે.

આ પણ વાંચો –

 

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : વિજય માલ્યાને આ કેસમાં 4 મહિનાની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો

Major Supreme Court verdict

  • સુપ્રીમ કોર્ટમાં આજે વિજય માલ્યાના કેસ પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિજય માલ્યાને (Vijay Mallya) અવમાનના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. તેની સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે દંડ ન ચુકવવાના કેસ પર બે મહિનાની વધારાની સજા પણ સંભળાવી છે. તેની સાથે વિદેશમાં ટ્રાંસફર (Transfer abroad) કરવામાં આવેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડીયામાં ચુકવવાનો આદેશ પણ આપ્યો છે.

વિજય માલ્યાને 2017માં જ સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, સજા હવે સંભળાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય માલ્યાએ અવમાનના માટે કોર્ટ સક્ષમ માફી માગી નથી. સુપ્રીમ કોર્ટે ભાગેડૂ વેપારીને 4 અઠવાડીયાની અંદર વ્યાજ સહિત 40 મિલિયન અમેરિકી ડોલર પાછા જમા કરાવવા માટે કહ્યું છે. આવા કરવામાં નિષ્ફળ રહેતા વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિજય માલ્યાને વધુમાં વધુ સજા આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ ન ફક્ત વિદેશી ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાને કોર્ટમાં ખોટી જાણકારી આપી છે, પણ તેણે 5 વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર પણ થયો નથી, બે હજારનો દંડ નહીં ભરવા પર વધારાની બે મહિનાની સજા આપવામાં આવશે.

આ પણ વાંચો –

આ ફિલ્મ મેકરની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ રવાના

0

The filmmaker could be arrested at any time, the Ahmedabad Crime Branch team left for Mumbai

  • અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્રના મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી ગઈ છે.

સોશ્યલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ (Post controversial pics) કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની પરેશાનીઓ વધતી નજર આવી રહી છે. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની (Avinash Das) ધરપકડ કરી શકે છે. અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની (Gujarat Police Crime Branch) એક ટીમ મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી પડી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કૈડરની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહ મંત્રી અમિતશાહ સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે.

અવિનાશ દાસે આ બધા મુદ્દે સેશન કોર્ટ સામે અગ્નિમ જમાનતની અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્નિમ જમાનતની અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી હતી. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે.

ગુજરાતમાં નોંધાયેલા આ કેસમાં ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની જમાનત નકારવામાં આવી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્ટીવ થઇ છે અને  ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે. જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો.

આ પણ વાંચો –

અમદાવાદમાં સીઝનનો 20 ટકા વરસાદ, 3 કલાકની તોફાની બેટિંગથી શહેરમાં જળબંબાકાર

0

0 per cent rainfall of the season in Ahmedabad

  • રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં મેઘાડંબર રચાયું હતું. રવિવાર હોવાનાં કારણે નાગરિકો વરસાદનો આનંદ લેવા માટે નિકળી પડ્યાં હતા. મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું.

રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ (Megharaja) પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા (Lightning strikes) ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં મેઘાડંબર રચાયું હતું. રવિવાર હોવાનાં કારણે નાગરિકો વરસાદનો આનંદ લેવા માટે નિકળી પડ્યાં હતા. મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું.

જો કે વરસાદનાં પગલે કોર્પોરેશન દ્વારા કરાયેલા દાવાઓ ફરી પોકળ સાબિત થયા હતા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સતત દોડતુ અને હાંફતુ રહેતું શહેર જાણે રોડ પર થંભી ગયા હતા. શહેરમાં આજે 1 કલાકમાં જ  1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડતા સીઝનનો 20 ટકા વરસાદ માત્ર ત્રણ જ દિવસમાં થઇ ગયો હતો. એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

શહેરનાં પૂર્વ વિસ્તાર ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, આશ્રમરોડ, વાડજ, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ગોમતીપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે પર વરસાદની ધમાકેદાર ઇનિંગ હતી. સમગ્ર શહેરમાં શ્રીકાર વર્ષા જોવા મળી હતી. શહેરનો કોઇ પણ વિસ્તાર કોરો નથી રહ્યો. અમદાવાદનાં લગભગ મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ વિસ્તારનાં શિવરંજની, હેલમેટ સર્કલ, નારણપુરા, શાસ્ત્રીનગર, થલતેજ, કેશવબાગ, વગેરે વિસ્તારોમાં પહેલાથી જ જે પાણી ભરાવાની સમસ્યા છે તે ચાલુ વર્ષે પણ યથાવત્ત રહી હતી.

હવામાન વિભાગના અનુસાર આગામી ચાર દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી અપાઇ છે. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હતી. જોકે આજે ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો –

મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય હાઈ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 5 ધારાસભ્યો એકાએક ‘ગૂમ’

After Maharashtra now this state

  • કોંગ્રેસે દાવો કર્યો કે સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે  મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું.

મહારાષ્ટ્રમાં (Maharashtra) સત્તા ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ માટે ગોવામાં પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો કે ગોવામાં તેમની સરકાર તો નથી પરંતુ ત્યાં તે રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ (Congress) માટે મુશ્કેલીઓ ઊભી તેમની જ પાર્ટીના નેતા માઈકલ લોબો (Michael Lobo) અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કરી છે. વાત જાણે એમ છે કે ગોવા વિધાનસભામાં (Goa Legislative Assembly) વિપક્ષના નેતા માઈકલ લોબો અને કામત પર આરોપ છે કે તેમણે પોતાના ધારાસભ્યોને વિભાજિત કરી સત્તાધારી પક્ષ  ભાજપમાં જોડવાનું ષડયંત્ર રચ્યું.

કોંગ્રેસ ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે લોબો પર પાર્ટીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચ્યું. ગુંડુરાવે કહ્યું કે આ (કામત અને લોબો) એ જ લોકો  છે જેમણે ચૂંટણી પહેલા પરમપિત પરમેશ્વર સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય પાર્ટી છોડશે નહીં અને ક્યારેય પક્ષપલટો નહીં કરે. આ સ્પષ્ટ પ્રતિબિંબ છે કે તેઓ ભગવાનને કેટલું મહત્વ આપે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓ બેકગ્રાઉન્ડમાં ભાજપ સાથે કામ કરી રહ્યા છે.

રાવે દાવો કર્યો કે ‘ભાજપનું મિશન દેશમાં વિપક્ષને ખતમ કરવાનું છે. તેમણે કહ્યું કે તેઓ ખાસ રીતે કોંગ્રેસને ખતમ કરવા માંગે છે. કારણ કે કોંગ્રેસને નબળી કરીને અને ખતમ કરવાની કોશિશ કરીને તેમને એવું લાગે છે કે તેઓ જે પણ કરવા માંગે છે તેમને તેમ કરતા કોઈ રોકશે નહીં.’ તેમણે કહ્યું કે માઈકલ લોબોને તરત એલઓપીના પદેથી હટાવવામાં આવે છે. નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને જે પણ કાર્યવાહી કરવાની હશે તે કાયદા મુજબ કરવામાં આવશે.

કોંગ્રેસનો મોટો દાવો :

કોંગ્રેસે દાવો કર્યો કે ગોવાની સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે  મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન  સાધ્યું. તેમણે કહ્યું કે અમારા અનેક ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે મોટી રકમ ઓફર કરાઈ હતી. હું તેને વ્યક્ત કરી શકતો નથી. ભાજપે તેમને જેટલી રકમ ઓફર કરી તેનાથી હું સ્તબ્ધ છું.

5 ધારાસભ્યો સંપર્કવિહોણા :

બીજી બાજુ ગોવામાં કોંગ્રેસના 11માંથી 5 ધારાસભ્યો સંપર્કમાં નથી. જેને ગંભીરતાથી લેતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં તાજા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવા માટે ગોવા જવા માટે કહ્યું છે. રાવે કહ્યું કે પાર્ટીના પાંચ ધારાસભ્યો લોબો, કામત, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ અને ડેલિયાલા લોબો સાથે સંપર્ક થઈ શકતો નથી. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી.

જ્યારે ભાજપે 20 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તેને પાંચ અન્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. ગોવામાં આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાડોશી મહારાષ્ટ્રમાં પણ મોટી ઉથલપાથલ થઈ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યો બળવાખોર બનતા મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ.

આ પણ વાંચો –

ભાવનગર-અમદાવાદ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના કરૂણ મોત

0

Tragic death of 3 in an accident

  • ભાવનગર-અમદાવાદ રુટ પર આજે કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત થતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.

અકસ્માતની ગોઝારી ઘટનાને પગલે ભાવનગર-અમદાવાદ (Bhavnagar-Ahmedabad) માર્ગ આજે વધુ એક વખત રક્તરંજિત (Bloody) બન્યો છે. આ માર્ગ પર આવેલા ધોલેરા અને પીપળી વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 3 લોકો કાળનો કોળિયો બની જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો અને 2 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. બીજી તરફ અકસ્માતની આ ગોઝારી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો (Police fleet) ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના (Traffic jam) દ્રશ્યો પણ સર્જાયા હતા.

3 લોકોના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજ્યો :

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ડુંગળી ભરી ભાવનગર તરફ આવી રહ્યો હતો. આ વેળાએ ધોલેરા અને પીપળી વચ્ચે પહોંચતા મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278  સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મૃતકો સિહોર સુખા જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40 રે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર) ગોવિંદ હમીરભાઈ ગોહિલ (રહે.ઈશ્વરીયા ગામ તા.સિહોર) તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા (ઉ.વ.40 રહે.રામધરી ગામ તા.સિહોર)ના મોત નિપજ્યાં હતા. અને ગાંડા કમા જોટાણા અને બુધા ડાયા જોટાણાને ગંભીર ઇજા થઇ હોવાનું સામે  આવ્યું છે. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે પર અકસ્માતની વણઝાર :

નોંધનિય છે કે, ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે ને પહોળો કરવાની કામગીરીને પગલે માર્ગ સાપસીડી જેવો બન્યો છે. અણધાર્યા વળાંક અને ડાયવર્ઝનના કારણે સતત ટ્રાફીકના બનાવો સામે આવે છે. પંદર દિવસ અગાઉ ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અંબાજી તળાજા રૂટની બસ ગત ગુરૂવારે સાંજના અરસામાં નિરમા પાટિયા નજીક પલ્ટિ મારી ગઈ હતી. આ બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 7 મુસાફરોને મુંઢ ઈજાઓ પહોંચી હતી. તેવામાં આજે વધુ એક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો –