Home Blog Page 134

કોરોના બાદ અમદાવાદમાં આરોગ્ય ચિંતાજનક?: હોસ્પિટલ બેડમાં થયો મોટો વધારો

કોરોના પછી અમદાવાદીઓનું આરોગ્ય કથળ્યું હોય તેમ લાગે છે. કોવિડ બાદ અમદાવાદ અને વડોદરામાં હોસ્પિટલ બેડની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં સુપર સ્પેશિયાલિટી અને મિડ સેગમેન્ટ હોસ્પિટલમાં વધારો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી પછી અમદાવાદમાં હોસ્પિટલ બેડની સંખ્યામાં આશરે 2,000નો વધારો થયો છે. આ વધારો મુખ્યત્વે સુપર સ્પેશિયાલિટી અને મિડ-સેગમેન્ટ હોસ્પિટલ બેડમાં થયો છે.

માર્ચ 2020થી રાજ્યમાં શરૂ થયેલી કોવિડ-19 મહામારીએ રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેને વધતી માંગને પહોંચી વળવા માટે ઓક્સિજન અને આઈસીયુ (ICU) સુવિધાઓ સાથે સેંકડો નવા બેડ ઉમેરવા માટે પ્રેરિત કર્યા હતા. અંદાજ મુજબ, મહામારીની શરૂઆતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આશરે 10,000 બેડ હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંદાજ મુજબ આજે શહેરમાં આશરે 2,200 હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ છે. માત્ર ખાનગી ક્ષેત્રમાં બેડની કુલ સંખ્યા આશરે 10,000 થી 12,000 છે. કોવિડ પૂર્વેના સમયગાળાની તુલનામાં 20-25% નો વધારો થયો છે. આશરે 2,000ની આસપાસ બેડની સંખ્યા વધી છે.

સૂત્રોએ ઉમેર્યું કે, મુખ્યત્વે બે શ્રેણીઓમાં વધારો જોવા મળ્યો છે: પ્રથમ, કાર્ડિયાક, યુરોલોજી અથવા કેન્સર જેવી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને બીજી, 50 થી 100 બેડ ધરાવતી હોસ્પિટલો. મહામારી પછી તરત જ ઘણી હોસ્પિટલો શરૂ થઈ હતી, પરંતુ 2022 થી સ્થિતિ સ્થિર થઈ છે. આ દરમિયાન સૌથી મોટો ફાયદો ICU અને ઓક્સિજન બેડની સ્થાપનાનો થયો છે, જે નવા બેડના અંદાજે 15% જેટલા છે.

સરકારી ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ‘મેડિસિટી’ ખાતે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મહામારી પછી સામાન્ય હેતુઓ માટે 1,200 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી હતી. આ ઉપરાંત, UNMICRC, IKDRC અને GCRI જેવી સંસ્થાઓએ પણ નવા અથવા હાલના પરિસરમાં ઓછામાં ઓછા 300 બેડ ઉમેર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં વધુ 1,800 બેડ ઉમેરવામાં આવશે.

PMJAY અને ‘મા’ યોજના જેવી સરકારી યોજનાઓનો વ્યાપ વધ્યો છે. જે હવે કોવિડ પૂર્વેના સમયની સરખામણીએ ઘણી વધુ હોસ્પિટલોને આવરી લે છે. સરકારી અથવા ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ લોકો માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થયો છે. આ ઉપરાંત અમદાવાદ જેવા શહેર માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, ખાસ કરીને આગામી કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને બેડ્સની સંખ્યા વધી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે, જણાવ્યું કે, કોવિડને કારણે મિડિયમ સેગમેન્ટની હોસ્પિટલોનું મહત્વ સમજાયું છે. તેમણે ઉમેર્યું કે હવે ડોક્ટરો દ્વારા સંચાલિત હોસ્પિટલો કે જે એસેટ-લાઇટ મોડલ અપનાવે છે તે ભવિષ્યનો માર્ગ છે. આ હોસ્પિટલો પરવડે તેવા દરે રોબોટિક સર્જરી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપના પ્રવેશ સાથે શહેરમાં આરોગ્ય સુવિધાઓમાં મોટો વધારો જોવા મળશે.

વડોદરામાં કોવિડ-19 મહામારી પછી 4,775 બેડનો વધારો નોંધાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 2019માં વડોદરામાં 2,649 હોસ્પિટલો હતી જેની કુલ ક્ષમતા 16,725 બેડની હતી. હવે, સિંગલ-બેડ હોસ્પિટલો સહિત કુલ 3,200 હોસ્પિટલો છે, જેની સંયુક્ત ક્ષમતા 21,500 બેડ પર પહોંચી છે.

પાસપોર્ટ મુદ્દે નવા ખુલાસા: પવન ખેરાનો દાવો, CM હિમંતાની પત્ની વિરુદ્ધ વધુ પુરાવા સામે આવ્યા

0

આસામ પોલીસની એક ટીમ કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી છે. હિમંત બિસ્વા શર્માની પત્નીએ FIR નોંધાવ્યાના એક દિવસ પછી, આસામ પોલીસ કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. દિલ્હી પોલીસ આસામના અધિકારીઓને મદદ કરી રહી છે.

કાયદા મુજબ, જો એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં પ્રવેશ કરે છે, તો તેમણે સ્થાનિક પોલીસને જાણ કરવી જ જોઇએ. દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી હતી, અને રાષ્ટ્રીય રાજધાનીના અધિકારીઓ આસામ પોલીસ ટીમને મદદ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પવન ખેડા પોતાના નિવાસ સ્થાને હાજર નથી. હાલમાં જ પવન ખેડાઓ આસામ સીએમની પત્નીના પાસપોર્ટને લઈને પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી અને કેટલાય ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલાને લઈને આસામ પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે.

વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારથી ખળભળાટ: વોશિંગ્ટનમાં હાઇ એલર્ટ જાહેર

યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. રવિવારે વહેલી સવારે વ્હાઇટ હાઉસની સામે આવેલા લાફાયેટ પાર્ક પાસે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ગોળીબાર કરનાર ફરાર છે અને હાલમાં તેની શોધ ચાલી રહી છે.

પોલીસે શહેરના અનેક બ્લોક્સને ઘેરી લીધા છે. સિક્રેટ સર્વિસે જાહેરાત કરી હતી કે મેટ્રોપોલિટન પોલીસ વિભાગ અને યુએસ પાર્ક પોલીસ સાથે મળીને કામ કરતી તેની ટીમો એક પુરુષ શંકાસ્પદ અને વાહનની સક્રિય શોધ કરી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈ નામ કે ઓળખ જાહેર કરવામાં આવી નથી. ગોળીબાર પાછળનો હેતુ પણ અસ્પષ્ટ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી લાફાયેટ પાર્ક નવીનીકરણ માટે બંધ છે અને હાલમાં તે બેરિકેડથી ઘેરાયેલું છે.

ગોળીબાર થયો ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા. રવિવારે, તેમનો કાફલો મેમોરિયલ સર્કલની નજીક ગયો, જ્યાં “સ્વતંત્રતા આર્ચ” બનાવવાની યોજના ચાલી રહી છે. ત્યારબાદ, તેમણે વર્જિનિયામાં સ્થિત તેમના ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબની મુલાકાત લીધી. તેમના દિવસના સમયપત્રકનું મુખ્ય આકર્ષણ વ્હાઇટ હાઉસમાં તેમના પરિવાર સાથેનું ખાનગી ઇસ્ટર ડિનર હતું.

ઇઝરાયલનો ઈરાનને મોટો ઝટકો: હુમલામાં IRGCના ગુપ્તચર પ્રમુખ માજિદ ખાદેમીનું મોત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શ્રેણીબદ્ધ સમયમર્યાદાની જાહેરાતો વચ્ચે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વોશિંગ્ટન, ઈરાન અને પ્રાદેશિક મધ્યસ્થી 45 દિવસના સંભવિત યુદ્ધવિરામની ચર્ચા કરી રહ્યા છે જે યુદ્ધનો કાયમી અંત લાવી શકે છે. એક્સિઓસે શાંતિ મંત્રણાથી પરિચિત યુએસ, ઇઝરાયલી અને પ્રાદેશિક સ્ત્રોતોને ટાંકીને આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્તના મધ્યસ્થી આ વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે ટેક્સ્ટ સંદેશ વાતચીતનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ કરાર થાય છે, તો તે બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કો 45 દિવસનો યુદ્ધવિરામ હશે, જે દરમિયાન યુદ્ધનો કાયમી અંત લાવવા માટે મધ્યસ્થી કરવામાં આવશે. બીજા તબક્કામાં, આદર્શ રીતે, યુદ્ધનો અંત લાવવા માટે કરારનો સમાવેશ થશે. દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા નજીક આવતાં, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. રાજધાની તેહરાનના દક્ષિણપશ્ચિમમાં એક શહેરમાં રહેણાંક મકાન પર હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે.

તેહરાનમાં શરીફ યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ઈરાની મીડિયાએ હુમલાઓ અને ત્યાંની ઇમારતોને નુકસાન તેમજ કેમ્પસની નજીકના કુદરતી ગેસ વિતરણ કેન્દ્રને અસર થયાના અહેવાલ આપ્યા હતા. લશ્કરી પ્રવૃત્તિઓ, ખાસ કરીને ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથેના જોડાણને કારણે યુનિવર્સિટી પર વર્ષોથી ઘણા દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મિસાઈલ કાર્યક્રમ અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના નિયંત્રણ હેઠળ છે. રિવોલ્યુશનરી ગાર્ડ અને અન્ય સુરક્ષા દળો તેમના બેઝ પર વારંવાર હુમલાઓને કારણે વૈકલ્પિક સ્થળોનો ઉપયોગ કરી રહ્યા છે.

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ યુદ્ધ શરૂ થયું. અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સહિત અનેક વરિષ્ઠ લશ્કરી અને સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા. અમેરિકા અને ઇઝરાયલના પ્રાથમિક ઉદ્દેશ્યો ઇરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નષ્ટ કરવા, તેની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાને નાબૂદ કરવા અને શાસનને નબળું પાડવા અથવા ઉથલાવી પાડવાનો છે. નવીનતમ વિકાસ અને અપડેટ્સ માટે ઇન્ડિયા ટીવીની ડિજિટલ ટીમ સાથે જોડાયેલા રહો.

હરિયાણામાં ‘IIT બાબા’ના ગુપ્ત લગ્ન: પત્ની સાથે ઝજ્જર પહોંચતા પરિવાર પણ ચોંક્યું

0

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન “IIT બાબા” તરીકે ચર્ચામાં આવેલા અભય સિંહે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાનો ખુલાસો થયો છે. તેઓ સોમવારે તેમની પત્ની પ્રીતિકા સાથે હરિયાણાના ઝજ્જર તાલુકામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બેંક ખાતાનું KYC અપડેટ કરવા માટે આવ્યા હતા. થોડો સમય તેઓ તહેસીલ પરિસરમાં તેમના વકીલ પિતાની ચેમ્બરમાં રોકાયા હતા, જ્યાં મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.

અભય સિંહના આગમનથી ચેમ્બરની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અનેક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી અને જૂની યાદો તાજી કરી. અભય સિંહે જણાવ્યું કે તેમની પત્ની પ્રીતિકા બેંગલુરુની રહેવાસી છે અને બંને એક જ વિઝન સાથે કામ કરી રહ્યા છે. માતા-પિતાને મળવા અંગે પૂછાતા તેમણે કહ્યું કે, “હું જરૂરથી મળીશ, પરંતુ મોટા હેતુ માટે ક્યારેક નાના પરિવારથી દૂર રહેવું પડે છે.”

અભય સિંહે જણાવ્યું કે તેઓ શ્રી યુનિવર્સિટીની સ્થાપના પર કામ કરી રહ્યા છે. આ યુનિવર્સિટી સાંસારિક જ્ઞાનને આધ્યાત્મિક અભ્યાસ અને વિવિધ પ્રકારની આધ્યાત્મિક પદ્ધતિઓ સાથે જોડશે. તેમણે કહ્યું, “જ્ઞાનનું સંયોજન કરવામાં આવશે. શિક્ષણનું જ્ઞાન અને આધ્યાત્મિક અભ્યાસનું જ્ઞાન બંને અહીં કાર્ય કરવામાં આવશે.”

તેમણે ભાર મૂક્યો કે સાંસારિક વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ હાલમાં તેમની પત્ની સાથે હિમાચલ પ્રદેશમાં રહે છે. અભય સિંહનો સાધુ પોશાક, IIT પૃષ્ઠભૂમિ અને સ્પષ્ટ વિચારસરણી મહા કુંભ મેળામાં ચર્ચાનો વિષય હતો. હવે, લગ્ન પછી, તેઓ તેમની આધ્યાત્મિક અને શૈક્ષણિક યાત્રાને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અભય સિંહે 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં લગ્ન કર્યા હતા. તેમણે 19 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ પણ કર્યા હતા, ત્યારબાદ તેઓ હિમાચલમાં રહે છે. લગ્ન પછી આ પહેલી વાર છે જ્યારે તેઓ તેમના વતન ઝજ્જર જિલ્લાની મુલાકાતે આવ્યા છે.

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: અજાણી કાર ગેટ તોડીને અંદર ઘૂસી

0

દિલ્હી વિધાનસભા પરિસરમાં આજે મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. એક અજાણી સફેદ કાર ગેટ તોડીને અંદર ઘૂસી જતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાએ વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાહન કેવી રીતે પ્રવેશવામાં સફળ રહ્યું તે નક્કી કરવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, અને વાહનના ડ્રાઇવરને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના દરમિયાન UP નંબરની સફેદ ટાટા સિયેરા કાર મોલ રોડ તરફના બંધ ગેટને તોડીને VIP એન્ટ્રી મારફતે અંદર પ્રવેશી હતી. આ ઘટના લગભગ બપોરે 2:05 વાગ્યે બની હતી. કાર વિધાનસભાના સ્પીકરના રૂમ બહાર પહોંચી અને ત્યાં એક ગુલદસ્તો મૂકીને તરત જ ફરાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

દિલ્હી પોલીસ દ્વારા સમગ્ર પરિસરને ઘેરી લેવામાં આવ્યું છે અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી વાહન અને ચાલકની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયા છે.

આ ઘટનાએ દિલ્હી વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે લાવી દીધી છે અને હવે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

બિહારમાં કસ્ટમ અધિકારી બની 8 શખ્સોએ રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું ઉડાવ્યું

0

દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી

રાજકોટના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી જાણીતી સોની વેપારી પેઢી ’કે.વી. એન્ડ સન્સ’ના બે કર્મચારીઓ પાસેથી બિહારના દાનાપુર રેલવે સ્ટેશન નજીક અંદાજે રૂૂ. 25 કરોડની કિંમતના 17 કિલો સોનાના ઘરેણાની લૂંટ થતા સોની બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લૂંટારુઓએ ફિલ્મી ઢબે કસ્ટમ ઓફિસરની ઓળખ આપીને ધોળેદહાડે આ લૂંટને અંજામ આપ્યો હતો.

ઘટનાની મળતી વિગતો મુજબ રાજકોટની કે.વી. એન્ડ સન્સ પેઢીમાં નોકરી કરતા મહેશ લલિતભાઈ મામતોરા (ઉ.વ. 35) અને પ્રિન્સ જીતેન્દ્રભાઈ રાણપરિયા (ઉ.વ. 25) બિહારના સ્થાનિક વેપારીઓને સોનાના ઘરેણાની ડિલિવરી આપવા માટે નીકળ્યા હતા. તેઓ અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન મારફતે બિહારના દાનાપુર રેલવે સ્ટેશને ઉતર્યા હતા.Geographic Reference

સ્ટેશનેથી ઉતરીને તેઓ રિક્ષા મારફતે પટણાના બાકરગંજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ખગોલ ઓવરબ્રિજ પાસે અગાઉથી જ વોચ ગોઠવીને ઉભેલા આઠ જેટલા લૂંટારુઓએ રિક્ષાને આંતરી હતી. આ લૂંટારુઓ એક બલેનો કાર અને બાઈક પર આવ્યા હતા. લૂંટારુઓએ પોતાનો પ્લાન અત્યંત ફૂલપ્રૂફ બનાવ્યો હતો. તેઓએ સરકારી એજન્સીના અધિકારીઓ જેવો દેખાવ કરવા માટે સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યા હતા.

રિક્ષા રોક્યા બાદ તેઓએ પોતાની ઓળખ ’કસ્ટમ ઓફિસર’ તરીકે આપી હતી. બંને કર્મચારીઓને ધમકાવીને જણાવ્યું હતું કે, “તમારી પાસે કસ્ટમ-એક્સાઈઝ ચોરીનો માલ છે, અમારે ચેક કરવો પડશે.”સામાન તપાસવાના બહાને લૂંટારુઓએ 17 કિલો સોનાના ઘરેણા ભરેલી બેગ કબજે કરી લીધી હતી અને વધુ પૂછપરછ માટે ઓફિસે લઈ જવાનું કહી બંને કર્મચારીઓને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારને થોડે દૂર નિર્જન સ્થળે લઈ જઈ, બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનું લૂંટી બન્નેને ત્યાં જ મૂકી સોનું લઇ લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ભોગ બનનાર કર્મચારીઓએ તાત્કાલિક દાનાપુર પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ બિહાર પોલીસે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને લૂંટમાં વપરાયેલી બ્લુ કલરની બલેનો કાર નંબર BR-01-AT-7486 હાઇવે થી થોડે દુર બિનવારસી હાલતમાં મળી આવી છે. રાજકોટથી બિહાર અને અન્ય રાજ્યોમાં સોનાના ઘરેણાનો મોટો વેપાર થાય છે. આ લૂંટની ઘટનાને પગલે રાજકોટના સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં લૂંટારુઓને કર્મચારીઓની અવરજવરની સચોટ માહિતી હોવાનું જણાય છે, જે કોઈ મોટી ગેંગ અથવા ટીપ-ઓફની આશંકા જન્માવે છે. હાલમાં બિહાર પોલીસની અલગ-અલગ ટીમો લૂંટારુઓનું પગેરું મેળવવા માટે ધમધમાટ ચલાવી રહી છે.

રાજકોટના કે.વી.એન્ડ સન્સ નામની પેઢી ચલાવતા સોની વેપારીએ બિહાર મોકલેલ રૂૂ.25 કરોડના 17 કિલો સોનાની લુંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. બિહારના દાનાપુર રેલવે સ્ટેશન નજીક બનેલી લૂંટની ઘટનાથી રાજકોટના સોની વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે બિહારના દાનાપુરના એએસપી શિવમ ભાકરના માર્ગદર્શન હેઠળ આ લુંટનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટમેનટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટની કે.વી.એન્ડ સન્સ નામની પેઢીના કર્મચારીઓ પાસેથી સોનાની લૂંટ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો છે.

આ લુંટનો ભેદ ઉકેલવા માટે એસઆઈટીની રચના કરી અલગ અલગ ટીમ લુંટારૂૂઓનું પગેરું મેળવવા માટે દાનાપુર રેલવે સ્ટેશન થી લઇ ખગોલ ઓવરબ્રિજ પાસેના તેમજ હાઈવે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. જે રીતે લૂંટારુઓએ વેશભૂષા કરી હતી, તે જોતા તેઓ પ્રોફેશનલ ગુનેગારો હોય તેવું પોલીસ માની રહી છે.

‘ધુરંધર 2’નો ઈતિહાસ: ભારતમાં 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ

આદિત્ય ધરની ફિલ્મ ’ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ સ્પાય થ્રિલર ફિલ્મે 18મા દિવસે 1000 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કર્યો છે, જે પોતાના માટે એક રેકોર્ડ બનાવે છે. ભારતીય બોક્સ ઓફિસ પર આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે. 19 માર્ચે રિલીઝ થયેલી “ધુરંધર 2” દરરોજ બે આંકડાનો બિઝનેસ કરી રહી છે.

આ એક્શન થ્રિલર ફિલ્મે અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે અને તેના ત્રીજા અઠવાડિયામાં પણ થિયેટરોમાં જોરદાર ભીડ જોવા મળી રહી છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, “ધુરંધર 2” એ તેના 18મા દિવસે 28.75 કરોડ રૂૂપિયાની જંગી કમાણી કરી છે.

ફિલ્મે પહેલા અઠવાડિયામાં 674 કરોડ રૂૂપિયા અને બીજા અઠવાડિયામાં 263.65 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આમ, ધુરંધર 2નું કુલ કલેક્શન 1013.77 કરોડ રૂૂપિયા થયું છે અને ગ્રોસ કલેક્શન હવે 1213.74 કરોડ રૂૂપિયા થયું છે. ‘ધુરંધર 2’ હવે બાહુબલી 2ને લક્ષ્ય બનાવી રહી છે જેણે 1030.42 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. વધુમાં ‘પુષ્પા 2’ (1234.10 કરોડ રૂૂપિયા) નો લાઈફટાઈમ કલેક્શન રેકોર્ડ પણ જોખમમાં છે.

રણવીરસિંહ અભિનીત આ ફિલ્મે ‘RRR’ (₹782.20 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹646 કરોડ) અને ‘KGF 2’ (₹859.70 કરોડ) જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘જવાન’, ‘પઠાણ’, ‘સ્ત્રી 2’, અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ ‘ધૂરંધર 2’ ની સરખામણીમાં ફિક્કી પડી ગઈ છે. આશ્ચર્યજનક રીતે ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ વિશ્વભરમાં ₹1000 કરોડનો આંકડો પાર કરી દીધો.

ગુજરાતમાં એલર્ટ: અમદાવાદ-રાજકોટ-વડોદરા RTOને બોમ્બ ધમકી, હજારો લોકો પરત મોકલાયા

0

રાજ્યમાં ફરી ધમકીનું ભૂત ધૂણતું જોવા મળ્યુ છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરની RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

ઈરાન વિરુદ્ધ અપશબ્દો બોલતા ડોનાલ્ડ ટ્રમ્પ ફસાયા: કાયદાકીય નિયમો વચ્ચે ખુરશી પર સંકટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અંગે આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ભારે વિવાદમાં ફસાઈ ગયા છે. તેમના નિવેદનથી અમેરિકાના વિરોધ પક્ષના નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે અને હવે તેમના વિરુદ્ધ 25મા સુધારા લાગુ કરવાની માંગ ઉઠી રહી છે.

માહિતી મુજબ, ઓછામાં ઓછા 5 અમેરિકી સાંસદોએ ટ્રમ્પને પદ પરથી દૂર કરવા આ બંધારણીય પ્રાવધાનનો ઉપયોગ કરવાની માંગ કરી છે. સાંસદોના મતે, ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદના ફરજો યોગ્ય રીતે નિભાવવા અસમર્થ છે અને દેશના હિતમાં તેમને હટાવવું જરૂરી છે. જો આ પ્રક્રિયા અમલમાં આવે તો ઉપ રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ બાકીના કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ પદ સંભાળી શકે છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે 4 એપ્રિલે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈરાન અંગે અપશબ્દોનો ઉપયોગ કર્યો. આ નિવેદન બાદ અનેક ડેમોક્રેટ નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી. અમેરિકાની સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ બેકા બેલિન્ટે કહ્યું કે, જો આ પ્રકારનું નિવેદન બરાક ઓબામા અથવા જો બાઈડને આપ્યું હોત તો રિપબ્લિકન પક્ષ તેમને હટાવવાની માંગ કરત.

સેનેટર ક્રિસ મર્ફીએ જણાવ્યું કે, જો તેઓ ટ્રમ્પની કેબિનેટમાં હોત તો તરત જ 25મા સુધારા લાગુ કરવા માટે કાનૂની સલાહ લેતા. જ્યારે કોંગ્રેસ સભ્ય યાસ્મીન અન્સારીએ ટ્રમ્પને માનસિક રીતે અયોગ્ય ગણાવી તેમને હટાવવાનો આ યોગ્ય સમય ગણાવ્યો.

અમેરિકામાં 25મા સુધારા હેઠળ, જો રાષ્ટ્રપતિ અસમર્થ ગણાય તો કેબિનેટ પહેલું પ્રસ્તાવ મૂકે છે. જો રાષ્ટ્રપતિ વિરોધ કરે તો મામલો કોંગ્રેસ અને સેનેટમાં જાય છે, જ્યાં 2/3 બહુમતીથી મંજૂરી મળે તો રાષ્ટ્રપતિને પદ છોડવું પડે છે. મિડિયા અહેવાલો મુજબ, વિવાદ વધ્યા બાદ ટ્રમ્પે ત્રણ દિવસની રજા પણ લીધી છે, જેને કારણે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.