Home Blog Page 1102

Today’s Horoscope : 28 એપ્રિલ 2023નું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ જશે ચકાચક, નોકરી, રોકાણ, અભ્યાસમાં ધાર્યું ફળ મળશે, જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમા તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે અનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ
દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજ શોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્કઃ
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળા ને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ
રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામપત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિધાર્થી વર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય.  માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃષિકઃ
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવજો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવામી સલાહ છે.

મકરઃ
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો ‌હિંમતથી સામનો કરી શકશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ, શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ – ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

UAE જેલથી છૂટી ‘બાટલા હાઉસ’ એક્ટ્રેસ Chrisann Pereira, ડ્રગ્સ કેસમાં થઈ હતી ધરપકડ

Chrisann Pereira

  • Bollywood Actress Chrisann Pereira : બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. ક્રિસન પરેરાને UAE જેલથી મુક્ત કરી દેવામાં આવી છે. ક્રિસનના ભાઈએ સોશિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક્ટ્રેસની માતા ખુશી નાચતી જોવા મળી રહી છે.

સડક 2‘ અને ‘બાટલા હાઉસ‘ જેવી હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ક્રિસન પરેરા (Actress Krishan Perera) એક વખત ફરી ચર્ચામાં છવાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી કે એક્ટ્રેસ ક્રિસન પરેરા ડ્રગ્સ તસ્કરીમાં (Drug trafficking) અરેસ્ટ થઈ ગઈ છે તો આખી ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચી ગયો હતો.

હવે ક્રિસન પરેરાએ યુએઈ જેલમાંથી બહાર આવી છે તે ખબર ચારે બાજુ ફેલાઈ ગઈ છે. ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાની માતા સાથે વાત કરતા જોવા મળી રહી છે.

ક્રિસનના ભાઈએ બતાવી પહેલી ઝલક :

બોલિવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાના ભાઈ કેવિન પરેરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ યુએઈના શારજાહ જેલમાંથી છૂટ્યા બાદ પહેલા વખત જોવા મળી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ બહાર આવ્યા બાદ પરિવાર સાથે ફોન પર વાત કરતી જોવા મળી રહી છે.

એક્ટ્રેસ ક્રિસનના માતા દિકરીના જેલમાંથી છૂટ્યા બાદ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તે ખુશીથી નાચી રહ્યા છે. એક્ટ્રેસ ક્રિસનના ભાઈ કેવિનને વીડિયો શેર કરવાની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. એક્ટ્રેસે ભાઈને લખ્યું, ક્રિસન આઝાદ છે. તે આવતા 48 કલાકમાં ભારતમાં હશે. ત્યાં જ વીડિયોમાં એક્ટ્રેસ ક્રિસન રડતા રડતા પરિવાર સાથે વાત કરતી જોવા મળી રહી છે.

48 કલાકમાં થઈ એક્ટ્રેસની ધર વાપસી  :

ક્રિસન પરેરાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસના માતા પહેલી વખત જ્યારે દિકરીને સુરજની રોશનીમાં જોવે છે તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. પછી તે દિકરીને કહે છે. “તુ આઝાદ છે…”

માતા અને પરિવાર સાથે વાત કરીને એક્ટ્રેસ ઈમોશનલ થતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ  અનુસાર ક્રિસન પરેરા જે ડ્રગ્સ કેસમાં યુએઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી હતી હવે 48 કલાકની અંદર ભારતમાં આવી જશે.

આ પણ વાંચો :-

Badrinath Dham : બદ્રીનાથ ધામના આ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

0

Badrinath Dham 

  • Badrinath Dham : દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે.

ભગવાન બદ્રીનાથના (Lord Badrinath) મંદિરના દ્વાર આજે ભક્તો માટે ખુલ્યા છે. મંદિરના દ્વાર 6 મહિના પછી ખુલ્યા છે. દેશના પ્રમુખ વિષ્ણુ મંદિરોમાંથી એક ભગવાન બદ્રી વિશાલનું (Badri Vishal) આ મંદિર છે. દરેક હિન્દુ પોતાના જીવનકાળમાં એક વખત બદ્રીનાથના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ચારધામોમાંથી એક એવું બદ્રીનાથ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

મંદિરના દ્વાર દર વર્ષે ખુલે છે ત્યાર પછી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ અહીં દર્શન કરવા પહોંચે છે. ભગવાન બદ્રીનાથના દ્વાર બંધ થાય અને ખુલે ત્યારે ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવે છે. આ સાથે જ મંદિર સાથે કેટલાક રહસ્ય પણ જોડાયેલા છે. તો ચાલો તમને જણાવીએ બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે.

ભગવાન બદ્રીનાથનું મંદિર ભક્તો માટે છ મહિના જ ખુલે છે. અન્ય છ મહિના દરમિયાન અહીં એટલી બરફ વર્ષા થાય છે કે અહીં જવું શક્ય નથી હોતું.

– બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદ્રી વિશાલ ની સામે એક દીવો પ્રજવલિત રહે છે. મંદિરના દ્વાર જ્યારે છ મહિના સુધી બંધ હોય છે ત્યારે પણ આ દીવો બુજાતો નથી.

ભગવાન બદ્રીનાથની મૂર્તિને લેપ કરવા માટે અને સતત પ્રજ્વલિત રહેતા દીવા માટે તેલ દર વર્ષે તીહરીના રાજમહેલમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કાઢે છે. તેલ કાઢવાની આ પ્રક્રિયા મહારાણીની આગેવાનીમાં થાય છે.

બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રી વિશાલ ની જે ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ છે તેના વિશે માન્યતા છે કે તે શાલીગ્રામ શીલામાંથી બનેલી છે. આ મૂર્તિને આદિ શંકરાચાર્યએ પોતાના યોગ બલથી શોધી અને મંદિરમાં વિધિ વિધાનથી સ્થાપિત કરાવી હતી. સાથે જ તેની નિરંતર પૂજા થાય અને સુરક્ષા થાય તે માટે જ્યોતિરમઠની સ્થાપના કરી હતી.

બદ્રીનાથ ધામમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે દક્ષિણ ભારતના કેરળથી પૂજારી આવે છે. મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર તેમને હોય છે. ભગવાન બદરી વિશાલ ની પૂજા કરવાનો અધિકાર શંકરાચાર્યએ તેમને આપ્યો હતો.

– સમુદ્રની સપાટીથી 3000 ફીટ ઊંચાઈએ આવેલા ભગવાન બદ્રીનાથના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે એક દિવસ નર અને નારાયણ પર્વત એક થઈ જશે. જેના કારણે બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે. આવું થશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ભવિષ્યબદ્રિ નામના તીર્થ પર દર્શન આપશે.

– બદ્રીનાથ મંદિરમાં નર અને નારાયણના વિગ્રહની પૂજા થાય છે. તેના વિશે એવું કહેવાય છે કે જે વ્યક્તિ અહીં આવીને દર્શન કરે છે તેને ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી એટલે કે તેને જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Gold Rate Today : વળી પાછો સોનાના ભાવમાં કડાકો, જાણો ઘટ્યા બાદ કેટલો છે 10 ગ્રામ ગોલ્ડનો રેટ

0

Gold Rate Today 

  • ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની (Gold Silver) ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના  ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના (Silver) ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 60431 પર બંધ થયો હતો જે આજે 60382 જોવા મળી રહ્યો છે.

સોના ચાંદીનો લેટસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 26મી એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો (Pure Gold) ભાવ 10 ગ્રામના 60431 પર બંધ થયો હતો જ્યારે આજે 49 રૂપિયાના ઘટાડા સાથે 60382 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 49 રૂપિયાના ઘટાડા સાથે 60140 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું સોનું (Gold) 45 રૂપિયાના કડાકા સાથે 55310 રૂપિયાના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું સોનું 36 રૂપિયાના ઘટાડા સાથે 45287 ના ભાવે વેચાઈ રહ્યુ છે. 585 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું (Gold) 28 રૂપિયાના કડાકા સાથે 35324 ના સ્તરે છે.

ચાંદીની (Silver) વાત કરીએ તો 21 રૂપિયાના ઘટાડા સાથે એક કિલોના 74179 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શરાફા બજાર ખુલ્યું ત્યારે ભાવ તેજીમાં હતા પછી સતત ઘટતા ગયા અને તે આજે પણ ઘટેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

દીકરીના જન્મ પછી સ્ટ્રેસમાં રહે છે આલિયા ભટ્ટ, આ બાબતે ડોક્ટરની લેવી પડે છે સલાહ

Alia Bhatt
  • Alia Bhatt : આલિયાએ દીકરીના જન્મ પહેલા કામમાંથી બ્રેક લઈ લીધો હતો. હવે દીકરીના જન્મ પછી તેણે કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ માટે શૂટિંગ શરૂ કર્યું છે. જો કે દીકરીના જન્મ પછી કામ કરવું આલિયા ભટ્ટ માટે સરળ નથી અને તેના કારણે તેને થેરાપી લેવાની જરૂર પડી રહી છે.

બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું (Alia Bhatt) નામ આવે છે. થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટે સુંદર દીકરી રાહાને જન્મ આપ્યો છે. આલિયાએ દીકરીના જન્મ પહેલા કામમાંથી બ્રેક લઈ લીધો હતો. હવે દીકરીના જન્મ પછી તેણે કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની‘ (Rocky Aur Rani Ki Prem Kahani) માટે શૂટિંગ શરૂ કર્યું છે. જો કે દીકરીના જન્મ પછી કામ કરવું આલિયા ભટ્ટ માટે સરળ નથી અને તેના કારણે તેને થેરાપી લેવાની જરૂર પડી રહી છે.

દીકરીના જન્મ પછી આલિયા ભટ્ટ સતત ચિંતામાં રહે છે. એક મુલાકાત દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે દીકરીના જન્મ પછી સતત તેને ચિંતા સતાવે છે કે તે પોતાના બાળક અને કામ વચ્ચે બેલેન્સ કરી શકશે કે નહીં. તેને આગળ જણાવ્યું હતું કે તેની દીકરી ખુશમિજાજ બાળકી છે. તમે તેની સામે જોઈને થોડી સ્માઈલ કરો તો પણ તે હસી પડે છે. જોકે રાહાના જન્મ પછી આલિયા ભટ્ટને ઘણી વખત મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે.

આલિયા ભટ્ટ એ જણાવ્યું હતું કે તેને હંમેશા બધી જ વસ્તુ પરફેક્ટ પસંદ છે અને તે દરેક બાબતમાં બેલેન્સ રાખવા ઈચ્છે છે. તેથી તે કામ માટે પણ પેશન જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ માતા બન્યા પછી બાળક ની દેખરેખ ને લઈને માતા ઉપર પ્રેશર વધે છે. આ બધી જ ચિંતા ના કારણે આલિયા ભટ્ટ પણ પરેશાન રહે છે.

આલિયા ભટ્ટ ની ફિલ્મોની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે.

આ પણ વાંચો :-

 કાળી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષ ? કઈ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક ?

Black grapes or green grapes 

  • મોટા ભાગના લોકો લીલી દ્રાક્ષના ફાયદાઓથી વાકેફ છે. પરંતુ શું તમે ક્યારેય કાળી દ્રાક્ષના ફાયદાઓ પર ધ્યાન આપ્યું છે ? આજે અમે તમને આ બન્ને દ્રાક્ષના ફાયદા વિશે જણાવીશું.

દ્રાક્ષ (Grapes) એક એવું ફળ છે. જે દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટસ (Antioxidants) જેવા જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર છે. મોટા ભાગના લોકો લીલી દ્રાક્ષના (Green grapes) ફાયદાઓથી વાકેફ છે.

પરંતુ શું તમે ક્યારેય કાળી દ્રાક્ષના ફાયદાઓ પર ધ્યાન આપ્યું છે? લીલી દ્રાક્ષ વધુ ફાયદાકારક છે કે કાળી દ્રાક્ષ તે અંગે ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે. આજે અમે તમને આ બન્ને દ્રાક્ષના ફાયદા વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે કઈ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

કાળી દ્રાક્ષ :

કાળી દ્રાક્ષને કોનકોર્ડ દ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે. સામાન્ય દ્રાક્ષનો રસ અને વાઇન બનાવવા માટે આ દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. કોનકોર્ડ દ્રાક્ષ એન્ટીકિસડન્ટોથી ભરપૂર હોય છે.એવું પણ કહેવાય છે કે રેઝવેરાટ્રોલ હૃદય રોગના જોખમને ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

કોનકોર્ડ દ્રાક્ષને વિટામિન સી, વિટામિન કે અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. આ જ કારણ છે કે વજન ઘટાડવામાં પણ આ ફ્રૂટને ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

લીલી દ્રાક્ષ :

લીલી દ્રાક્ષનો ઉપયોગ સામાન્ય રીતે દ્રાક્ષનો રસ વાઈન અને કિસમિસ બનાવવા માટે થાય છે. વિટામીન સી અને વિટામીન Kની સાથે લીલી દ્રાક્ષમાં ફાઈબર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આટલું જ નહીં, લીલી દ્રાક્ષ ફ્લેવોનોઈડ્સ સહિત ઘણા એન્ટીઓક્સીડેન્ટસનો પણ સારો સ્ત્રોત છે. લીલી દ્રાક્ષમાં કેલરી પણ ઓછી હોય છે..

કઈ દ્રાક્ષ સારી ?

જો કે કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે જો તમે કેલરીની માત્રા પર ધ્યાન આપી રહ્યા છો. તો તમારે લીલી દ્રાક્ષ ખાવી જોઈએ. એકંદરે બંને દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તમારા પર નિર્ભર કરે છે કે તમે કઈ દ્રાક્ષ ખાવા માંગો છો. જો તમે ઈચ્છો તો બંને દ્રાક્ષને તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચો :-

મહીસાગરમાં માતાજીની ચૂંદડીનો મનોરથ ! નદીની વચ્ચે લહેરાઈ માતાજીની ચૂંદડી

0
Mother’s love in Mahisagar
  • Video Viral : તમે ક્યારેય જોયું હોય એવું અનેરું દ્રશ્ય મહીસાગર નદીમાં જોવા મળ્યું. મહીસાગરમાં નદીની વચ્ચોવચ્ચ લહેરાઈ રહી હતી માતાજીની ચૂંદડી. સંખ્યાબંધ લોકોએ મોબાઈલમાં આનો વીડિયો લઈને સોશિયલ સાઈટ પર શેર કર્યો.

ગુજરાતનો (Gujarat) મહીસાગર જિલ્લો બન્યો અનેરા મનોરથના સાક્ષી (Manoratha’s witness). મહીસાગર જિલ્લાના ડબકા ગામે માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ડબકા ગામે માતાજીની ચૂંદડીના મનોરથનો કાર્યક્રમ યોજાયો. જેમાં રેવા ફિલ્મ જેવા મનોરથ જેવા દ્રશ્યો જોવા મળ્યાં.

પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોક માતા તરીકે પૂજાઈ છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે માં મહીસાગરનો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ વર્ષે પણ ડબકા ગામે માં મહીસાગર નો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ડબકા ગામ માંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.

યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જશપાલ સિંહ પઢીયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન સિંહ પઢીયાર સાથે સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં માં મહીસાગરના મા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં 1100 દીવડાની મહા આરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લ્હાવો લીધો હતો.

મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહીસાગર નદીનું અનેરું મહત્વ છે મહિ નદી. જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, તે ભારતની એક પવિત્ર નદી છે. ઘણાં મંદિરો અને તેના કિનારે ઉપાસનાનાં પવિત્ર સ્થળોને કારણે ઘણા લોકો પૂજા કરે છે. તેની વિશાળતાને કારણે તેને આપવામાં આવેલ નામ મહીસાગર છે. ગુજરાતમાં આ નદી ધાર્મિકતા માં પણ ખૂબ જાણીતી છે. ત્યારે નર્મદા પરિક્રમાની જેમ આ નદીની પરિક્રમા પણ હવે શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ટ્રેન અને આકાશમાં પ્લેનના પાયલોટને કેવી રીતે ખબર પડે છે સાચો રસ્તો, બહુ ઓછા લોકોને છે ખબર !

How the pilot  

  • Knowledge Story : વિમાન અને ટ્રેનના પાયલોટને સાચો રસ્તો કેવી રીતે ખબર હોય છે, કઈ ટેક્નોલોજી ઉપયોગી છે તે ઓછા લોકો જાણે છે.

ટ્રેનમાં મુસાફરી (Travel) કરતી વખતે તમે ઘણીવાર જોશો કે સ્ટેશન પર ઘણા ટ્રેક છે. આવી સ્થિતિમાં ટ્રેન ડ્રાઈવર કઈ રીતે નક્કી કરશે કે તેણે કયા ટ્રેક પર જવું છે ?

તે જ સમયે ખુલ્લા આકાશમાં ઉડતા વિમાનને (Airplane) કઈ દિશામાં અથવા માર્ગે જવું પડે છે જેથી કરીને તે તેના ગંતવ્ય સ્થાને પહોંચે. આ પ્રશ્ન દરેક માણસના મનમાં આવે છે.

સમજાવો કે એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control) એટલે કે એટીસી પ્લેનના પાયલટને સૂચના આપે છે કે કઈ દિશામાં જવું અને ક્યાં ન જવું. જ્યારે પણ પાયલોટ પ્લેન ઉડાવે છે ત્યારે તેને રેડિયો અને રડાર દ્વારા રૂટ વિશે માહિતી આપવામાં આવે છે.

હોરીઝોન્ટલ સિચ્યુએશન ઈન્ડિકેટરનો ઉપયોગ એરોપ્લેનના પાઈલટને સૂચના આપવા માટે થાય છે. જે જોઈને પાઈલટ રૂટ પસંદ કરે છે.

આ પણ વાંચો :-

 

આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

This little thing  

  • Mulethi Health Benefit : એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા.

વાતાવરણમાં સતત ફેરફાર થાય છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય (Health) પર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન વાતાવરણમાં થતા ફેરફારના કારણે સતાવે છે. સામાન્ય રીતે કફ ઉધરસ જેવી તકલીફો ઠંડીના વાતાવરણમાં થાય છે. પરંતુ વાયરલ ઈન્ફેક્શનના (Viral infection) કારણે ઉનાળામાં પણ આવી તકલીફ રહે છે. એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે.

પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા. મુલેઠીમાંથી બનેલી ચા પીવાથી ગળામાં થયેલું ઈન્ફેક્શન કફ અને ઉધરસથી રાહત મળે છે.

મુલેઠી એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતી વસ્તુ છે. તેના કારણે કફ અને ઉધરસથી તુરંત રાહત મળે છે. આ ઉપરાંત મુલેઠીમાં એવા એન્જાયમ હોય છે જે ઇમ્યુનીટી પણ વધારે છે. મુલેઠી ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાંથી તૈયાર કરેલી ચા પીવાથી ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યા મટાડવામાં મદદ મળે છે. આ ચા પીવાથી શ્વસનતંત્રમાં લાગેલું ઈન્ફેક્શન પણ મટે છે અને કફ તેમજ ઉધરસ ની સમસ્યાથી ઝડપથી રાહત થાય છે.

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી ?

સૌથી પહેલા તપેલીમાં બે કપ પાણી ગરમ મૂકવું. તેમાં અડધી ચમચી મુલેઠી પાઉડર ઉમેરવો. તે ઉકળી જાય એટલે તેમાં થોડું આદુ ઉમેરવું. પાણી એક કપ જેટલું બચે ત્યારે તેને ગેસ પરથી ઉતારી કપમાં ગાડી અને તેમાં મધ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ચા બનાવીને દિવસમાં બે વખત પીવી. આ ચા પીવાની શરૂઆત કરશો એટલે ગળામાં દુખાવો ઉધરસ કફ જેવી તકલીફો દૂર થવા લાગશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

0

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

  • Gujarat Forecast Updates : ગુજરાતમાં આ વખતનો ઉનાળો કંઈક અલગ જ પ્રકારનો છે. એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ વરસાદી ઝાપટાં. કમોસમી વરસાદને કારણે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક થાય છે ત્યાં બીજી તરફ આ જ માવઠાનો માર જગતના તાતને પડી રહ્યો છે.

એક તરફ સતત ગુજરાતમાં (Gujarat) ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો આ કમોસમી વરસાદ (Unseasonal Rain) ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલે કે, માવઠાની આગાહી કરી છે.

આટલી આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-