Home Blog Page 1031

કપિલ શર્મા શો છોડયા પછી સુનીલ ગ્રોવર કરી રહ્યો છે અલગ અલગ કામ ક્યારેક રસ્તા પર શેકી મકાઈ તો…

  • ઘણા સમયથી સુનીલ ગ્રોવરની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા. તેનો લેટેસ્ટ વિડીયો હાલમાં લાઈમલાઈટમાં છે જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળે છે.

રિયાલિટી શો ‘ધ કપિલ શર્મા શો’થી કોમેડીની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર સુનીલ ગ્રોવરની છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દિવસોમાં વાયરલ થયેલ આ વિડીયો જોઇનએ તેના ચાહકોને આશ્ચર્ય અને પરેશાન કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરનો લેટેસ્ટ વિડીયો હાલમાં લાઈમલાઈટમાં છે જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર ઉભા રહીને મકાઈ શેકતા જોવા મળે છે.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘મિશન ઈમ્પોસિબલ’નું સંગીત પણ સંભળાય છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે – હું આગામી મિશન શોધી રહ્યો છું. જો કે આ વીડિયો શેર કરતી વખતે તેણે કોમેન્ટ બોક્સ બંધ રાખ્યું છે.

આ પહેલા પણ તેની કેટલીક પોસ્ટ શેર કરી હટી જેને જોઈનએ તેના ફેન્સ વિચારમાં પડી ગયા હતા. સુનીલ ગ્રોવરે એક તસવીર શેર કરી છે જેમાં તે છત્રી વેચતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં સુનીલ ગ્રોવરે લખ્યું- વરસાદ એટલો પડયો, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ. ગ્રોવરની આ તસવીર પર યુઝરે લખ્યું- સર, આ શું હાલત બનાવીને રાખી છે? તો કેટલાક લોકો આ તસવીરો જોઈને હેરાન રહી ગયા હતા અને પૂછી રહ્યા હતા કે – ભાઈ, શું થઈ રહ્યું છે.

આ પહેલા પણ સુનીલ ગ્રોવરે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં તે રોટલી ફેરવતો જોવા મળી રહ્યો છે અને કેટલીક તસવીરોમાં તે તેને ઉપાડીને વાસણ પર મૂકતો જોવા મળે છે. તે કોલસાના ચૂલા પર આ રોટલી પકવતો જોવા મળે છે. સુનિલે આ તસવીર શેર કરીને પૂછ્યું છે – શું તમે રોટલી ખાશો? લોકોએ પૂછ્યું- સાહેબ, શું કોમેડીનું કામ સારું નથી ચાલતું? એકે કહ્યું- ભાઈ, શું હાલત થઈ ગઈ છે તમારી?

જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરે આ દિવસોમાં ટેલિવિઝનની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. સુનીલ વેબ સિરીઝના કામમાં ઘણો વ્યસ્ત રહે છે. હવે આ બધી તસવીરો કોઈ વેબ સિરીઝનો ભાગ છે પછી ટીવી શોનો એ વિશે હજુ કોઈ ખબર પડી નથી.

આ પણ વાંચો :-

ગરોળીએ છીનવી લીધો માસૂમનો જીવ, સૂતી વખતે આવ્યું મોત, મોંઢામાં ઘૂસી ગઈ

0
  • કોરબાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક નિર્દોષ બાળકના મોંમાં ગરોળી ઘુસી ગઈ, જેના કારણે થોડી જ વારમાં તેનું મોત થઈ ગયું. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.

ઘણીવાર તમે લોકોના ઘરની દિવાલો પર ગરોળીને ચાલતી જોઈ હશે, મોટાભાગના લોકો તેની અવગણના કરે છે. પરંતુ હવે અમે તમને જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ તે તમને ડરાવી દેશે. હકીકતમાં, કોરબાના બંકિમોંગરા પોલીસ સ્ટેશન હેઠળના નગીનભાંથા ટાઉનશીપમાં ત્રણ વર્ષના માસૂમ બાળકના મોંમાં ગરોળી ઘુસી ગઈ, જેના કારણે માસૂમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

ખરેખર માસૂમના મોંમાં ઝેરી ગરોળી ઘુસી જતાં થોડા સમય બાદ માસૂમ બાળકનું મોત થયું હતું. આ બનાવને પગલે વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રાજકુમાર સાંડે તેની પત્ની અને ત્રણ બાળકો સાથે નગીનભાંથા ટાઉનશિપમાં રહે છે.

બે ભાઈઓ અને એક બહેનમાં ઘરનો સૌથી નાનો બાળક જગદીશ પાંડે સૂતો હતો જ્યારે તેની માતા નજીકની દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા ગઈ હતી. દરમિયાન માસૂમના મોંમાં ગરોળી ઘુસી ગઈ હતી. થોડા સમય બાદ માસૂમ જગદીશનું મોત થયું હતું.

માસૂમના મોત બાદ ગરોળી પણ મોઢામાં ફસાઈ ગઈ અને મૃત્યુ પામી હતી. જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકનું મોત ગરોળીના ઝેરના કારણે થયું હશે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.

આ પણ વાંચો :-

મનફાવે ત્યાં ગરબા રમો ત્યાં આવું થાય.. રસ્તા પર ગરબા ભારે પડ્યા

0
  • ગરબારસિયાને ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યુવાન લોકોને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને નેવે મૂકે ત્યારે. આજકાલ રીલ્સના રવાડે ચઢેલા લોકો ગમે તે કરવા તૈયાર થાય છે. રીલ્સ બનાવવા લોકો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે જામનગરના એક ગરબા ક્લાસીસના સંચાલકને રસ્તા પર ગરબા કરાવવા ભારે પડ્યુ હતું. જામનગર પોલીસે સબક શીખવાડતી કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરથી એક રીલ્સ વાયરલ થઈ હતી. જેમાં કેટલાક યુવક યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ગરબા કરી રહ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યુ કે બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવરજવર વાળા રોડ પર આ યુવક યુવતીઓએ રસ્તા પર ગરબા કર્યા હતા. ગરબાની રીલ્સ બનાવવા માટે વાહનોને અટકાવાયા હતા, તો રસ્તા પર અવરજવર પણ થોડા સમય માટે થંભી ગઈ હતી.

ત્યારે વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરનો આ કિસ્સો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા લોકો માટે ચેતવણીસમાન છે. આ રીતે રસ્તા પર કોઈ ટ્રાફિક જામ કરીને રીલ્સ બનાવતા હાઈરાઈઝ ઈમારત પર ચઢીને રીલ્સ બનાવતા કે પછી રેલવે ટ્રેક પર રીલ્સ બનાવતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ રૂપ છે કે ચેતી જજો. રીલ્સની ઘેલછામાં આવુ કરશો તો કાર્યવાહી થશે.

આ પણ વાંચો :-

બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, રસ્તે જતા યુવકને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો કારે

0
  • હજૂ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર બેફામ ચાલતી કારે 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હજુ આ એક્સિડન્ટના પડઘા સમ્યા નથી. ત્યાં રાજ્યના અન્ય વિસ્તાર કહેતાં છોટાઉદેપુરમાં પણ આવી જ ઘટના બની છે.

જાહેર માર્ગ પર બેફામ સ્પીડે વાહન ચલાવી એક યુવક સાથે એક્સિડન્ટ કર્યો હતો. છોટાઉદેપુરમાં બેફામ સ્પીડે જતી કારે વડોદરાના એક યુવાનને ફંગોળવા સાથે બાજુમાં પડેલી બાઈકનો ખુરદો વાળી નાંખ્યો હતો. આ ઘટનાના CCTV વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે.

છોટાઉદેપુરમાં રંગપુર નાકા પાસે ચાલતાં જતા વડોદરાના યુવાન હર્ષદભાઇ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઈન્ડિકા કારે હવામાં ફંગોળ્યો હતો. અર્બન હેલ્થ સેન્ટર પાસે ચાલતાં જતાં હર્ષદ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઈન્ડિકા કારે અસ્માત કરી હવામાં ફંગોળી દીધો હતો અને આગળ ઉભેલી બાઈકને ટક્કર મારી હતી.

છોટાઉદેપુરમાં થયેલા આ એક્સિડન્ટમાં હર્ષદ મારવાડી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માથાના ભાગે ગંભીર ઈજા થતાં વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો :-

 

સુરતમાં શેરડીના ખેતરમાંથી દીપડો દેખાતાં, વનવિભાગ દોડતું થયું

0
  • સુરતના શેરડીના ખેતરોમાં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. જો કે માનવ વસવાટ સ્થળથી દીપડા ગ્રામ્ય વિસ્તારમાં ફરતાં હતાં.

જો કે હવે દીપડા શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગઈ હતી. દીપડાએ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે.

શહેર વિસ્તારમાં ક્યારેય ન દેખાતો હોય તે રીતે દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં તેને ભય ફેલાયો હતો. મનીષા ગરનાળાની આસપાસ રહેતા દીપડાને લઈ સ્થાનિકોમાં દહેશત ઉભી થઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા દીપડાનો વીડિયો અને ફોટા મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક મોકલી આપી જાણ કરી હતી. જેથી વનવિભાગ દોડતું થયું છે.

અમરોલી વિસ્તારમાં પ્રથમવાર દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોએ કહ્યું છે. આ સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. રાત્રિના સમયે દીપડો હુમલો કરે તેવી શક્યતા પણ હોવાથી લોકો ફફડી રહ્યાં છે.

આ પણ વાંચો :-

મોબાઈલમાં ગેમ રમતી બાળકીના ગળામાં ગમછો વિંટળાઈ ગયો, પગ લપસ્યો અને…

0
  • સુરતના અમરોલીમાં વાલીઓ માટે ચતેવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં મોબાઈલમાં વીડિયો જોતી અને ગેમ રમતી ૦૫ વર્ષની બાળકીનું રમતા રમતા અચાનક મોત થઈ ગયું.

સુરતના અમરોલીમાં વાલીઓ માટે ચતેવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બારી પાસે ઊભેલી બાળકી ફોનમાં વ્યસ્ત હતી આ દરમિયાન જ ત્યાં દોરી પર સૂકવેલા કપડામાં ગમછો તેના ગળાના ભાગે વિંટળાઈ ગયો હતો. બાળકીનો પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો અને પળવારમાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું.

વિગતો મુજબ કોસાડ આવાસ ખાતે રહેતા મનોજકુમાર લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ૫૫ વર્ષની બાળકી હતી. ગત ૨૧મી જુલાઈએ મનોજભાઈના પત્ની રસોઈ બનાવી રહ્યા હતા અને મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા.

દરમિયાન બાળકી ઘરમાં ફોન લઈને બારી પાસે ઊભા રહીને મોબાઈલમાં ગેમ રમી રહી હતી. બારી પર દોરી બાંધીને કપડા સૂકવવા નાખ્યાં હતાં. જેમાં રહેલો ગમછો બાળકીના ગળા પર વિંટળાઈ ગયો હતો. દરમિયાન બાળકી લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.

માતાના બુમ પાડવા છતા બાળકીએ જવાબ ન આવતા તેમણે બહાર જોયું તો બાળકી ફાંસો ખાધેલી હાલતમાં હતી. એવામાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે એક બાદ એક ૩ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સોમવારે સવારે બાળકીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

 

 

 

૬ દિવસમાં બીજી વખત ઈન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સે જણાવ્યું, ઈન્સ્ટા કામ નથી કરી રહ્યું

0
  • ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત ડાઉન થયું છે. જેના પછી હજારો યુઝર્સે જાણ કરી. યુઝર્સે અહેવાલમાં જણાવ્યું કે તેઓ આ એપનો ઉપયોગ કરી શકતા નથી.

આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ Downdetector અનુસાર ૫૨ હજારથી વધુ યુઝર્સે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એપ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૭ દિવસમાં બીજી વખત ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. જ્યારે એક મહિનામાં ત્રીજી વખત આવું બન્યું છે.

Downdetector મુજબ તે વૈશ્વિક આઉટેજ છે. જેમાં વિશ્વભરના ૫૦ ટકા યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ૨૯ ટકા લોકોને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને ૨૧ ટકા લોકોને લોગિન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આઉટેજનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

૦૧ મહિનામાં ત્રીજી વખત થયું ડાઉન  :

અગાઉ ૧૧ જુલાઈના રોજ પણ આઉટેજની માહિતી સામે આવી હતી. જેમાં મેટાના પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ વગેરેના યુઝર્સ ડાઉન હતા. જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

જો કોઈ તમને પાર્ટ ટાઈમ નોકરી કરવાની ઓફર કે લાલચ આપે તે પહેલા ચેતી જજો… તમે આ ભૂલ કરતા નહીં તો..

0
  • આજકાલ ઓનલાઈન સ્કેમના કેસ ખૂબ જ વધી ગયા છે. વિક્ટિમ ૫૮ વર્ષનો છે અને ઈન્શ્યોરન્સ કંપનીના એમ્પ્લોય રહી ચુક્યા છે. જે એક સ્કેમનો શિકાર થઈ ગયા છે. જેમાં તેમણે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. એક નાનકડી ભુલમાં લગભગ 31 લાખ રૂપિયા ગુમાવી દીધા.

ઓનલાઈન ફ્રોડનો એક નવો કેસ સામે આવ્યો છે. આ વખતે શિકાર એક ૫૮ વર્ષનો વ્યક્તિ થયો છે. જેમણે એક નાની ભુલમાં લગભગ ૩૧ લાખ રૂપિયા ગુમાવી દીધા. હાલમાં જ ઓનલાઈન સ્કેમના ઢગલાબંધ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં સ્કેમર્સ યુઝર્સને ઠગવા માટે નવી નવી રીતનો ઉપયોગ કરે છે. એવામાં સૌથી વધારે કોમન Youtube Video પર લાઈક, કમેન્ટ અને સબ્સક્રાઈબ કરવાનું છે.

હકીકતે વિક્ટિમ 58 વર્ષનો છે અને ઈન્સોયરન્સ કંપનીનો એમ્પ્લોય રહી ચુક્યો છે. આ એક સ્કેમનો શિકાર થઈ ગયો છે. જેમાં તેમણે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. તેમાં વિક્ટિમને Youtube Video લાઈક કરવાનું કામ જણાવ્યું હતુ.

લુટાઈ ગઈ જીવનભરની કમાણી  :

પીડિત વ્યક્તિને રિટાયરમેન્ટ બાદ પેન્શન અને ગ્રેચ્યુટી મળતી હતી. આ રકમને તે ક્યાંક ઈનવેસ્ટ કરવા માંગતા હતા. પરંતુ તેમને બિલકુલ પણ અંદાજો ન હતો કે તેમની જીવનભરની કમાણી એક ઓનલાઈન ફ્રોડમાં લુટાઈ જશે.

Telegram મેસેજથી શરૂ થયું સ્કેમ  :

આ સ્કેમની શરૂઆત એક Telegram મેસેજથી થઈ. જેમાં પાર્ટ ટાઈમ જોબની લાલચ આપવામાં આવી. સેન્ડર્સને વિક્ટિમને એક્સ્ટ્રા ઈન્કમ માટે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. સેન્ડર્સની સાથે ચેટિંગના બાદ પીડિત કામ કરવા તૈયાર થઈ ગયા.

Youtube વીડિયો લાઈકના બદલામાં રૂપિયા :

સેન્ડર્સે પીડિતને જણાવ્યું કે પાર્ટ ટાઈમ જોબ વખતે અમુક વીડિયો શેર કરવામાં આવશે. જેના પર અમુક રૂપિયા આપવાની લાલચ આપી. અન્ય સ્કેમની જેમ વિક્ટિમે કામ કર્યું અને શરૂઆતમાં તેને અમુક રિટર્ન પણ મળ્યું. તેમાં લાઈકના સ્ક્રીનશોર્ટસ એક ટેલીગ્રામ નંબર પર શેર કરવો પડતો હતો.

વોલેટથી ટ્રાન્સફર ન થઈ રકમ :

સ્કેમર્સના જણાવેલા પ્રોસેસ પર વિક્ટિમ કામ કરતો રહ્યો અને ઘણા ટાસ્ક પુરા કરી લીધા. તેના બાદ વોલેટમાં રકમ પણ જોવા મળી. પરંતુ જ્યારે તેને આ રકમને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો તો એવું ન થયું.

વધારે રોકાણ કરવા કહ્યું :

ત્યાર બાદ તેમણે તેના વિશે ઈન્ક્વાયરી કરી તો તેમણે જણાવ્યું કે વધારે રૂપિયા ઈનવેસ્ટ કરવાના રહેશે. ત્યાર બાદ રકમ ટ્રાન્સફર કરી શકાશે. થોડા સમય બાદ અચાનક વોલેટ ગાયબ થઈ ગયું. જે વિક્ટિમે ક્રિએટ કર્યું હતું. ટેલીગ્રામ એડમિનથી કોન્ટેક્ટ ન કરી શક્યા.

પોલીસે નોંધી એફઆરઆઈ:

ત્યાર બાદ વિક્ટિમે તેની જાણકારી પોલીસને આપી અને જણાવ્યું કે તે કઈ રીતે ઓનલાઈન સ્કેમનો શિકાર થઈ ગયા. એફઆરઆઈ નોંધાઈ ચુકી છે. તેના બાદ પોલીસે ૯ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જેમાં લગભગ ૨૦ લાખ રૂપિયા હાજર છે.

આ પણ વાંચો :-

 

OPPO લાવી રહ્યું છે મજબૂત બેટરીવાળો Smartphone, ૧૦ મિનિટના ચાર્જિંગ પર આખો દિવસ ચાલશે

0
  • OPPO K11 લોન્ચ થવા જઈ રહ્યો છે. આ એક મજબૂત બેટરીવાળો ફોન હશે. એક જ ચાર્જ અને ૧૮ કલાક સુધીના વીડિયો પ્લેબેક સાથે આખો દિવસ ચાલે છે. આ ફોન ૧૦ મિનિટમાં ૫૦% અને ૨૬ મિનિટમાં ફૂલ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે..

Oppo K11 સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. તેમાં 5000mAh બેટરી અને 100W સુપર ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી હશે. એક જ ચાર્જ અને ૧૮ કલાક સુધીના વીડિયો પ્લેબેક સાથે આખો દિવસ ચાલે છે. આ ફોનમાં ૧૦ મિનિટમાં ૫૦% અને ૨૬ મિનિટમાં ફૂલ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પણ મળશે.

OPPO K11 1600 ચાર્જિંગ સાયકલને સપોર્ટ કરે છે અને ચાર વર્ષના નિયમિત ઉપયોગ પછી પણ ૮૦% ક્ષમતા જાળવી રાખે છે.

OPPO K11 Specs :

OPPO K11 પાસે 6.7-ઈંચ 120Hz રિફ્રેશ રેટ OLED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 2412 x 1080 પિક્સલ છે. તે TUV Rheinland હાર્ડવેર-લેવલ લો બ્લુ લાઈટ સર્ટિફિકેશન ધરાવે છે અને 12GB RAM અને 512GB સ્ટોરેજ સાથે જોડાયેલ Qualcomm Snapdragon 782G પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

નવો સ્માર્ટફોન મલ્ટીફંક્શનલ NFC, ઈન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ, 0809 એક્સ-એક્સિસ લીનિયર મોટર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, હાઇ-પર્ફોર્મન્સ ગ્રેફાઈટ કૂલિંગ સિસ્ટમ અને હાઈપરબૂસ્ટ ગેમિંગ ફ્રેમ રેટ સ્ટેબિલાઈઝેશન એન્જિન જેવી અદ્યતન સુવિધાઓ સાથે આવે છે. આ તેને બજારમાં સૌથી વધુ સ્પર્ધાત્મક સ્માર્ટફોન બનાવે છે.

OPPO K11 Camera :

OPPO K11માં 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા અને 50MP IMX890 મુખ્ય કેમેરા (OIS ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન સાથે), 8MP સેકન્ડરી કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા સેટઅપ છે.

OPPO K11 Expected Price :

OPPO K11 OnePlus Nord CE 3 5G નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. તેની છૂટક કિંમત લગભગ 2,000 યુઆન (રૂ.22,743) હોઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

 

૨૦૦૦ની નોટ બદલવાની ડેડલાઈન ફરી લંબાશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

0
  • RBIએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું છે પણ હવે પ્રશ્ન એ છે કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારશે ?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. આરબીઆઈએ ૧૯મી મેના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં ૨૦૦૦ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું હતું.  એવામાં જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે. તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવવી જરૂરી છે. કારણ કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવા જઈ રહી નથી.

વાત એમ છે કે સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે શું ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે? જેના પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો હતો.  સમયમર્યાદા લંબાવવા અંગેની સ્થિતિને સ્પષ્ટ કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. એટલે કે જેમની પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે તેમણે ૩૦ સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે.

સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત અનેક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. સાંસદોના પ્રશ્નોના જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી. બેંકમાં પાછી જમા કરાવવામાં આવેલી રૂ. ૨૦૦૦ની નોટો બદલવા માટે અન્ય ચલણનો સ્ટોક પણ પૂરતો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-