Home Blog Page 1020

ભુજના ત્રિમંદિર સંકુલમાં વિવાદ ! વનભોજન કરી રહેલા મહિલાઓ સાથે અભદ્ર વ્યવહારનો આરોપ

0
  • સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મહિલાઓ સાથેના ડખામાં કેર ટીમના સભ્યના ગુસ્સાવાળા તથા હાથ જોડતા અલગ અલગ પ્રકારના તેવરની ઘટનાના કારણોમાં અધિક માસની ધાર્મિક ઉજવણી હોવાથી લોકોની લાગણી દૂભાઈ છે.

એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલા ત્રિમંદિરના બગીચામાં અધિક માસનું વનભોજન કરી રહેલા મહિલાઓના જૂથનો મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા ડખો થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલાઓ સાથે આ રીતની ઉગ્ર બોલાચાલીની ઘટના એટલા માટે ચર્ચામાં આવી છે કે મંદિર પરીસરમાં અંતેવાસી મહિલાઓ દ્વારા ચાલતા ફૂડ કાઉન્ટરના વેચાણ સહિતના મામલે સવાલો ઉભા થયા છે.

સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મહિલાઓ સાથેના ડખામાં કેર ટીમના સભ્યના ગુસ્સાવાળા તથા હાથ જોડતા અલગ અલગ પ્રકારના તેવરની ઘટનાના કારણોમાં અધિક માસની ધાર્મિક ઉજવણી હોવાથી લોકોની લાગણી દૂભાઇ છે. લોકોમાંથી જાણવા મળેલી ફરિયાદના સૂર સાથેની વિગતો મુજબ કેટલીક મહિલાઓનું જૂથ ત્રિમંદિર પરીસરના બગીચામાં બપોરે ભોજન કરી રહ્યું હતું. તે દરમિયાન મંદિરના વહીવટ સાથે સંકળાયેલા લોકોએ આવીને બધું દૂર કરવાની સૂચના આપી હતી અને તે બાબત ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી.

‘તમને જે કરવું હોય તે કરજો’, ‘ઉપાડીને ઘા કરીએ….. પોલીસની ગાડી આવે છે…..’ જેવા વાક્યો વાયરલ વીડીયોમાં સંભળાઈ રહ્યા છે. ત્રિમંદિર વતી ત્રણ જણ મહિલાઓના જૂથને જાણે નિયમોના નામે હેરાન કરવા જ પહોંચ્યા હોય તેમ વીડિયોમાં જોવાઈ રહ્યું છે.

ખુરશી ઉપર બેઠેલા મહિલા તરફ પણ અંગુલિ નિર્દેશ કરીને કંઈક કહેવાય છે. મહિલાઓ દ્વારા વીડિયો ઉતારવાનું શરૂ કરાતાં આ કાર્યકર હાથ જોડવાની સ્થિતિમાં આવી ગયા હતા.

ત્રિમંદિરમાં ભોજનશાળા સહિતનું સંચાલન થાય છે. જ્યારે દર રવિવારે અંતેવાસી બહેનો દ્વારા કેટલીક વાનગીઓના કાઉન્ટર ગોઠવીને શુદ્વ વાનગીઓ પીરસાતી હોવાનો દાવો કરાય છે. આ વેંચાણ સંદર્ભે પણ વીડિયો વાયરલ થયા બાદ સવાલ ઉઠાવાયો હતો કે તેમને કોઇ નિયમ કેમ નથી નડતા ? તેની અમલવારીના નિયમ ક્યાં હોય છે. સરવાળે અધિક માસની ઉજવણી પર રોક લગાવાતાં મહિલાઓ સહિત ધાર્મિક લોકોની લાગણી દૂભાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

ભારતમાં લોકો કઈ કંપનીનો ફોન સૌથી વધુ ખરીદે છે ? જાણીને તમે પણ ચોંકી જશો

  • રિસર્ચ અનુસાર ભારતનો પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ, જે એપ્રિલ-જૂન સમયગાળામાં ૧૧૨ ટકા (વર્ષ-દર-વર્ષ) વધ્યો, તેના કુલ શિપમેન્ટમાં રેકોર્ડ ૧૭ ટકા ફાળો આપે છે.

ભારત હવે એપલના વૈશ્વિક સ્તરે ટોચના ૫ બજારોમાંનું એક છે. આઈફોન નિર્માતાએ Q2 ૨૦૨૩ માં ૫૯ ટકા શેર સાથે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટ (રૂ. ૪૫,૦૦૦ અને તેથી વધુ)માં તેની લીડ જાળવી રાખી હતી. ભારતનો પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ, જે એપ્રિલ-જૂન સમયગાળામાં ૧૧૨ ટકા (વર્ષ-દર-વર્ષ) વધ્યો, તેના કુલ શિપમેન્ટમાં રેકોર્ડ ૧૭ ટકા ફાળો આપે છે..

સેમસંગ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં ૧૮ ટકા હિસ્સા સાથે ટોચ પર છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડે એક વર્ષ પછી એપલને પાછળ છોડી દીધું અને પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં (રૂ. ૩૦,૦૦૦૦ અને તેથી વધુ) ૩૪ ટકા શેર સાથે તેનું ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે.

Vivoએ તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે અને વાર્ષિક વૃદ્ધિનો અનુભવ કરનાર ટોચની પાંચમાં એકમાત્ર બ્રાન્ડ હતી. OnePlus બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 68 ટકા વૃદ્ધિ સાથે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ છે.

વિવોના કિસ્સામાં મજબૂત ઓફલાઇન હાજરી, સબ-બ્રાન્ડ ‘iQOO’ની ઓનલાઇન વૃદ્ધિ અને વિવિધ કિંમતના સ્તરે બહુવિધ લોન્ચોએ આ વૃદ્ધિને સરળ બનાવી છે. Oppo 21 ટકાના બજાર હિસ્સા સાથે મિડ-રેન્જ રેન્જ (રૂ. ૨૦,૦૦૦ થી રૂ. ૩૦,૦૦૦) સેગમેન્ટમાં ટોચની બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે બીજા ક્વાર્ટરમાં 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં ૧૦૦ મિલિયનનો આંકડો પાર કર્યો છે. 5G નેટવર્કના વિસ્તરણ અને પરવડે તેવા સાધનોની ઉપલબ્ધતાને કારણે 5G અપગ્રેડને વેગ મળ્યો છે.

આ પણ વાંચો :-

મોંઘા ડીઝલ-પેટ્રોલથી છૂટકારો : ઓછા બજેટમાં લઈ આવો ઈલેક્ટ્રિક કાર, કિંમત ૮ લાખથી શરૂ

0
  • મોંઘા પેટ્રોલ-ડીઝલ હવે ખિસ્સા પર ભારે પડી રહ્યા છે. તો તમે પણ ઈલેક્ટ્રિક ગાડી લેવાનું વિચાર કરી શકો છો અને પોતાના ખિસ્સાને ખાલી થવાથી રોકી શકો છો.

ઘરેલુ બજારમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો એમજી કોમેટ છે. તેને ૭.૯૮ લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત પર ઘરે લાવી શકાય છે. આ ત્રણ વેરિએન્ટમાં અવેલેબલ છે.

ટાટા ટિયાગો :

બીજા નંબર પર ટાટા ટિયાગો ઈલેક્ટ્રિક હેચબેક છે. જેની શરૂઆતી કિંમત ૮.૬૯ લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. તેમાં 24kWhની બેટરી પેક આપવામાં આવી છે. જે ૩૧૫ કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.

ઈલેક્ટ્રિક સેડાન કાર :

ત્રીજા નંબર પર ટાટાની ઈલેક્ટ્રિક સેડાન કાર ટાટા ટિગોર ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત ૧૨.૪૯ લાખ રૂપિયા છે. તેમાં ૨૬kWhની બેટરી પેક મળે છે. જે ૩૧૫ કિમી સુધીની દૂરી નક્કી કરવામાં સક્ષમ છે.

મહિન્દ્રા એક્સયુવી ૪૦૦ :

બીજી કાર મહેન્દ્રા એક્સયુવી ૪૦૦ ઈલેક્ટ્રિક છે. જેમાં ૩૯.૪kWhની બેટરી પેક આપવામાં આવે છે. જેની રેન્જ ૪૫૬ કિમી સુધીની છે. આ કારની કિંમત ૧૫.૯૮ લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

સિટ્રોએન ઈસી૩ :

પાંચમા નંબર પર સિટ્રોએન ઈસી૩ ઈલેક્ટ્રિક કાર રહેલી છે. જેને ૧૧.૫૦ લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતી કિંમત પર ખરીદી શકાય છે. તેમાં ૨૯.૨kWhની બેટરી પેક મળે છે. જેની રેન્જ ૩૨૦ કિમી સુધીની છે.

આ પણ વાંચો :-

 

 

 

૦૨ ઓગષ્ટ / સરકારી પરીક્ષાઓમાં સફળતા, પણ અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખજો, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો રહેશે? જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થસે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ, શાંતી, સમૃદ્ધિ જળવાય, સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતોજણાય. આવક-જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતા કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા, મીઠાઈ, ઠંડા પીણાનો શોખ વધતો જણાય, વાણિજ્ય, દુર સંચાર, જળ આધારીત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ, પત્ની સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

આ તારીખ થી જ શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આટલાં દિવસ સુધી ગુજરાતને ધમરોળશે : અંબાલાલ પટેલ

0
  • Ambalal Patel : મેઘરાજાનો ચોથો રાઉન્ડ ધડબડાટી બોલાવશે, 2 અને 3 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર વધશે. 9 તારીખ સુધી ગુજરાતને ધમરોળશે. બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા જાણો અંબાલાલ પટેલનું અનુમાન..

રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યું ફોન કરતા સસ્તુ લેપટોપ JioBook 2, જાણો કિંમત અને ફીચર્સ

0
  • રિલાયન્સ જિયોએ ભારતમાં JioBookની બીજી જનરેશન લોન્ચ કરી છે. લેટેસ્ટ Jiobook 2ને કંપનીએ પાછલા વર્ઝનના મુકાબલે વધુ સારા પ્રોસેસર સાથે લોન્ચ કર્યું છે.

Reliance Jioનું આ લેટેસ્ટ લેપટોપ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી ખરીદી શકાય છે. ઈ-કોમર્સ જાયન્ટે તેની સાઈટ પર બજેટ-ફ્રેંડલી લેપટોપના લોન્ચિંગને ટીઝ કર્યું. JioBook લેપટોપનું પ્રથમ વર્ઝન ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Jioનું આ બજેટ ફ્રેન્ડલી લેપટોપ 4G સક્ષમ છે. અગાઉ કંપનીએ ગયા મહિને ભારતમાં સસ્તો 4G ફીચર ફોન JioBharat V2 લોન્ચ કર્યો હતો.

Reliance JioBook 2023 Launch: રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યું ફોન કરતા સસ્તુ લેપટોપ JioBook 2, જાણો કિંમત અને ફીચર્સ

Reliance Jiobook 2023 ના ફીચર્સ વિશે વાત કરીએ તો તે પાછલા વર્ઝનની સરખામણીમાં ઘણું હળવું છે. આ સાથે જિયોનો લોગો પણ બેક પેનલમાં આપવામાં આવ્યો છે. લેપટોપ ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે.

2023માં લોન્ચ થયેલા આ લેપટોપનું વજન માત્ર 990 ગ્રામ છે. ગયા વર્ષની જિયો બુકની વાત કરીએ તો તેનું વજન 1.2 કિલો હતું.

લેટેસ્ટ JioBookમાં કનેક્ટિવિટી માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમાં 4G LTE, Wi-Fi, Bluetooth 5.0, HDMI પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને SIM સપોર્ટનો સમાવેશ થાય છે.

રિલાયન્સના જિયો બુક લેપટોપની બેટરી વિશે વાત કરીએ તો તે 8 કલાકનું બેકઅપ આપે છે. આ સાથે આ સસ્તું લેપટોપમાં એન્ટી-ગ્લેયર એચડી ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ સપોર્ટ કરવામાં આવ્યા છે. લેપટોપમાં ઈન્ફિનિટી કીબોર્ડ અને લાર્ચ ટચપેડને સપોર્ટ આપવામાં આવ્યો છે.

Reliance JioBook 2023 Launch: રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યું ફોન કરતા સસ્તુ લેપટોપ JioBook 2, જાણો કિંમત અને ફીચર્સ

રિલાયન્સનું લેટેસ્ટ JioBook કંપનીએ રૂ. 16,499ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું છે. આ લેપટોપ રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને એમેઝોન ઈન્ડિયા પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. એમેઝોન પર HDFC બેંક કાર્ડ પર 1250ની છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

બોલિવૂડની હીરોઈન બનશે સીમા હૈદર ! પ્રોડયુસરે આર્થિક મદદની ઓફર કરી

0
  • સીમા હૈદર અને સચિનની (Seema and Sachin) લવ સ્ટોરી વિશે કોણ નથી જાણતું. પાકિસ્તાનથી પોતાનો પ્રેમ મેળવવા ભારત આવેલી સીમા ઘણા સમયથી ચર્ચાનો વિષય છે.

પ્રેમની સાથે તેમની આર્થિક સ્થિતિ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સચિન અને સીમાના પરિવાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે કામ માટે બહાર ન જવાને કારણે તેઓ ભૂખ્યા હતા.

તેમના ઘરની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ સમાચાર વાયરલ થતાં જ ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના પ્રમુખ અમિત જાનીએ સીમા અને સચિનને ​​મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો. અમિતે આ કપલને તેમના ફિલ્મ પ્રોડક્શન હાઉસ ‘જાની ફાયર ફોક્સ’ હેઠળ બની રહેલી ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે.

અમિત જાનીએ તાજેતરમાં મુંબઈમાં એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું છે. તેનું નામ ‘જાની ફાયર ફોક્સ’ છે. અમિત ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘એ ટેલર મર્ડર સ્ટોરી’ રાખવામાં આવ્યું છે અને તે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. અમિત જાનીએ સીમા અને સચિનને ​​ઓફર કરી કે જો તેઓ તેમના પ્રોડક્શનમાં કામ કરશે તો તેઓ કામના બદલામાં કપલને પૈસા પણ આપશે. અમિત જાનીએ તેમના વતી વીડિયો જાહેર કરતા કહ્યું કે સીમા હૈદર જે રીતે ભારતમાં પ્રવેશી છે તેના સમર્થનમાં તેઓ નથી.

તેણે તેનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ, હવે જ્યારે મીડિયા દ્વારા સમાચાર આવી રહ્યા છે કે તેમના ઘરમાં અનાજ નથી, તેઓ દરેક અનાજ પર નિર્ભર છે. તો તેમની મદદ કરવી એ એક ભારતીય તરીકે આપણી ફરજ છે.

અમે હવે નક્કી કર્યું છે કે તે ‘જાની ફાયર ફોક્સ’ નામના અમારા પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં કામ કરી શકે છે. આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને અમે સીમાને તેના કામ માટે મહેનતાણું પણ આપીશું, જે તેને મદદ કરશે.

અમિત જાનીએ પણ આજતક સાથે આ વિશે વાત કરી છે. ફોન પર અમિતે જણાવ્યું કે ૨ દિવસ પહેલા તેણે સીમા હૈદરના ઘરે તેના એક સહકર્મી દ્વારા મેસેજ કર્યો હતો કે જો તે ઈચ્છે તો અમારી ફિલ્મમાં કામ કરી શકે છે. સીમાએ જવાબ આપ્યો હતો કે તે વિચારીને કહેશે. જો કે હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો :-

સુરત પાંડેસરાના ASI દારૂની હેરાફેરી કરતા ઝડપાયા, વાપી પોલીસે કેટલી બોટલ સાથે પકડાયો?

0
  • વલસાડ જિલ્લાના વાપીમાં નાની તંબાડી ચાર રસ્તા પાસે પોલીસની ટીમે સેલવાસ તરફથ સુરત જતી કારને અટકાવીને ચેકિંગ કરતા દારૂની ૬૨૪ બોટલ મળી આવી હતી.

કારમાં સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન અને અન્ય એક વ્યક્તિ પણ હાજર હતા. પોલીસની ટીમે દારૂના જથ્થા, કાર તેમજ મોબાઈલ સહિત ૬.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ, વાપી તાલુકાના ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સુરત લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડુંગરા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર આવતા તેને અટકાવીને તપાસ કરતા ૧૫ પેટીમાંથી ૬૨૪ દારૂની બોટલ મળી આવી હતી. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનના ASI રોનક હિરાણી અને દિગેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

હિંસાની આગમાં ભભૂકી ઉઠયું હરિયાણા : સ્કૂલ-કોલેજો બંધ, અનેક શહેરોમાં કલમ ૧૪૪ લાગુ, કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત

0
  • મેવાત જિલ્લામાં બબાલ બાદ કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે તેમજ ડેપ્યુટી કમિશનરે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને જિલ્લામાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે. જ્યાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ તણાવ મેવાતના નૂહ વિસ્તારથી શરૂ થયો હતો.

જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી ત્યારબાદ પચાસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક મોત થયા હતા અને ૧૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

શરૂઆતી માહોલમાં મેવાતની પોલીસ દળ હિંસા પર કાબૂ મેળવવા માટે ઓછું પડયું હતું અને આવી સ્થિતિમાં મેવાત ફોર્સને ગુરુગ્રામથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ મેવાતથી ગુરુગ્રામ જઈ રહેલા પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ હોમગાર્ડ નીરજ (સ્ટેશન ખેરકી દૌલા) અને હોમગાર્ડ ગુરસેવક (સ્ટેશન ખેરકી દૌલા)નું મોત થયું હતું.

વિગતો મુજબ તમામ ઘાયલ પોલીસકર્મીઓને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જણાવી દઈએ કે હરિયાણાનો મેવાત-નુહ વિસ્તાર પહેલાથી જ ગાય-તસ્કરી વિવાદમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલો છે.

મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ અનેક લોકો મંદિરમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે બાદમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

આયરલેન્ડ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન, જાણો કોને કોને સમાવવામાં આવ્યા

0
  • આયરલેન્ડની વિરુદ્ધ આવતા મહિને રમાઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરાયો છે.

આયરલેન્ડ વિરુદ્ધ આવતા મહિને રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આયરલેન્ડ મુલાકાત પર યુવાક ખેલાડીને પણ મોકલવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડને આયરલેન્ડ મુલાકાત માટે ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને આખરે ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. જિતેન શર્માને પણ આયરલેન્ડની વિરુદ્ધ ટી૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બુમરાહ ઉપરાંત ઈજામાંથી ઉભરેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા સમયથી શિવમ દુબેને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ આ પ્રકારે છે : જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન, જિતેન શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહેમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાનનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે.