Home Blog Page 1011

બીમાર પત્નીને પૂછી અંતિમ ઈચ્છા તો કહ્યું, ‘મારે એકવાર EX ની સાથે……

0
  • અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય અને તેનો અંતિમ સમય નજીક હોય તો તેના મગજમાં અનેક વસ્તુઓ ચાલતી હોય છે. તે તેના અંતિમ સમયમાં તેને ગમે તે કરવાનું ઈચ્છે છે. અંતિમ ક્ષણોમાં તમામ વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા પૂછવામા આવે છે. અનેક વાર વ્યક્તિ અંતિમ ઈચ્છામાં એવી કોઈ વસ્તુ જણાવે જે ક્યારેય પણ મળવી અશક્ય હોય છે.

એક બિમાર પત્નીએ તેના પતિને અંતિમ ઈચ્છા જણાવી હતી, જેના વિશે જાણીને તમે સ્તબ્ધ રહી જશો. પતિએ રેડિટ પર એક પોસ્ટ લખીને તેની કહાની જણાવી છે જે જાણીને લોકો દંગ રહી ગયા છે. પતિએ લખ્યું છે કે, ‘મારી પત્નીને એક ગંભીર બિમારી છે. જેનો ઈલાજ શક્ય નથી. તેની પાસે માત્ર ૦૯ મહિના છે. અમે ઘણા વર્ષ સાથે રહ્યા, પરંતુ હવે હું તેના વગર જીવવાની કલ્પના પણ ના કરી શકું. મને નથી ખબર તેના ગયા પછી હું શું કરીશ. હું તેના અંતિમ દિવસોને સુંદર બનાવવાની તમામ સંભવ કોશિશ કરું છું.’

પત્નીની છેલ્લી ઈચ્છા જાણીને પતિ દંગ રહી ગયો

પતિ વધુમાં જણાવે છે કે, ‘ડોકટરોએ કહ્યું તે અનુસાર મારી પત્ની ૪-૫ મહિનામાં વ્હીલચેર પર આવી જશે અને ૮ મહિના પછી પથારીવશ થઈ જશે.’ જેથી પતિએ તેની પત્નીને અંતિમ ઈચ્છા પૂછી. પત્નીની અંતિમ ઈચ્છા જાણીને પતિ ખૂબ જ દંગ રહી ગયો. પત્નીએ તેના પતિને જણાવ્યું કે તે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બનાવવા માંગે છે.

પત્નીની ઈચ્છા સાંભળીને પતિ દંગ રહી ગયો. પતિએ તેની પત્નીને પૂછ્યું કે, તેની આવી ઈચ્છા શા માટે છે? જેના જવાબમાં તેની પત્ની જણાવે છે કે તેનો એક્સ સૌથી સારો ફિઝિકલ કંપૈટિબલ લવર છે. લાંબુ લચક ભાષણ આપતા કહે છે કે, કેવી રીતે તેના એક્સ સાથે શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ સારો રહ્યો છે. ઉપરાંત ઈમોશનલી પણ ખૂબ જ સારો હતો. પરંતુ આ બધી બાબતો મારા માટે બકવાસ છે.

‘મારી સાથે દગો થયો છે’

પત્નીની છેલ્લા ઈચ્છા જાણીને પતિ વિચારમાં પડી ગયો. તેણે રેડિટ યૂઝર્સને પૂછ્યું કે, તેણે શું કરવો જોઈએ. શું તેણે મેલ ઈગોના કારણે ના પાડી દેવી જોઈએ કે, પછી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવી જોઈએ. પતિ જણાવે છે કે, તેની પત્નીની આ વાતના કારણે તેને ખૂબ જ દુ:ખ થયું છે અને દગો થયો છે. તેની પત્નીએ તેને એક એવી પરિસ્થિતિ પર લાવી મુકી દીધો છે. જ્યાં તેણે મજબૂરીમાં હા કહેવું પડશે.

આ પણ વાંચો :-

બનાસકાંઠા ધારાસભ્યના સમર્થકો ખેડૂતને ફરી વળ્યા : ધારાસભ્યએ કેમ ના રોક્યા ટેકેદારોને ?

0
  • બનાસકાંઠાના દિયોદર ગામે હાલમાં ગરમા ગરમીનો માહોલ ઊભો થઈ ગયો હતો. જ્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત નેતા પર તેમના સમર્થકોએ હુમલો કરી દીધો હતો.

ધારાસભ્યના જ ટેકેદારો ધારાસભ્યની જ હાજરીમાં ખેડૂત અગ્રણીને ગાલ પર ચોડી દે તે મામલો અહીં અસહનીય બન્યો હતો અને સમગ્ર વિસ્તાર માટે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં અટલ ભૂજલ યોજના માટેનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને અન્ય અગ્રણીઓ પણ હતા. તે વખતે ખેડૂત આગેવાન અમરાભાઈ નામના વ્યક્તિ ધારાસભ્યને કેટલીક રજૂઆત કરવા માટે ગયા હતા.

જોકે આપણે ત્યાં ચા કરતા કિટલી ગરમ એ કહેવત પણ એટલી જ પ્રચલિત છે જે આપ જાણો છો. હવે વાત કરીએ મામલાની તો આ રજૂઆત દરમિયાન અચાનક ખેડૂત પર નારાજ થયેલા ધારાસભ્યના ટેકેદારોએ ખેડૂત આગેવાનને એક પછી એક લાફા લગાવી દીધા હતા.

ખેડૂત અગ્રણી વ્યક્તિ પર ધારાસભ્યના ટેકેદારો ફરી વળ્યા ત્યારે કેશાજી ચૌહાણ બસ જોતા જ રહ્યા. મામલાને અટકાવવાનો કે પોતાના ટેકેદારોને શબ્દ પણ ના કહી શક્યા જેના કારણે લોકોમાં ધારાસભ્ય પર રોષ જોવા મળી રહ્યો છે. ટેકેદારને વાંધો એ હતો કે કાર્યક્રમમાં કહેવા આવો છો.

ત્યાં જ્યારે સાહેબ (ટેકેદારના સાહેબ, ધારાસભ્ય પોતે) ગામમાં મીટીંગ કરવા આવે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઊભો થઈને બોલે છે. મતલબ કે વારંવારની રજૂઆતોથી ધારાસભ્ય જ નહીં તેમના ટેકેદારોમાં પણ નારાજગી હતી. સવાલોથી ભાગતા તંત્રએ હવે લોકોના મોંઢા બંધ કરવા હાથ ઉગામવાનો શરૂ કર્યો છે તેવી ચર્ચાઓને લઈને લોકોમાં નારાજગીનો દૌર શરૂ થતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

દારૂડિયાઓ’ને શાંતિ ! બહુ પીવાઈ ગઈ હશે તો મફતમાં સરકારની ટેક્સી ઘરે મૂકી જશે….

  • ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે.

ભારત સહિત અનેક દેશોમાં દારૂ પીધા પછી વાહન ચલાવવું તે ગુનો ગણવામાં આવે છે. ઈટલીમાં તે માટેનો એક નિયમ નવો આવ્યો છે. ઈટલી એક યોજના લાગુ કરશે. જેમાં પાર્ટી એનિમલ્સને મફતમાં ટેક્સીની સુવિધા આપવામાં આવશે. ડ્રંક ડ્રાઈવિંગના કારણે થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે એક અલગ શરૂઆત કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે. જેમાં પુગલિયાથી તુસ્કાની અને વેનીતો સુધીના ૬ નાઈટક્લબ્સને શામેલ કરવામાં આવી રહ્યા છે.

આ યોજના હેઠળ ક્લબથી નીકળ્યા પછી ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ વધુ ડ્રિંક કર્યું હશે તો તેમના માટે ટેક્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના માટે ફંડિંગ પણ પરિવહન મંત્રાલય કરી રહ્યું છે. ઈટલી સરકારે આ યોજનાને ટ્રાયલ રૂપે લાગુ કરવાની મંજૂરી આપી છે. જો આ યોજનાથી ફાયદો થશે, તો આ યોજના કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે.

ઈટલીના પરિવહન મંત્રી મૈતિયો સાલવિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, જે લોકોએ વધુ ડ્રિંક કર્યું હશે તેમને રાત્રે ફ્રી ટેક્સીની સુવિધા આપવામા આવશે. રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ઈટલીમાં ડ્રિંક ડ્રાઈવ એક મોટો પડકાર બની ગયો છે. વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર અન્ય EU દેશોમાં સૌથી વધુ રોડ અકસ્માત થયા છે.

નાઈટક્લબની બહાર ઊભા રહેલ એક વ્યક્તિએ જણાવ્યું છે કે, સરકારનો આ એક સારો પ્લાન છે, જેથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. અનેક લોકો પીધા પછી રસ્તા પર ડાંસ કરવા લાગે છે તેઓને કોઈપણ રીતે રોકવા શક્ય નથી. જેથી આ એક સારો આઈડિયા છે. નાઈટક્લબના માલિક સૈમુલેલેએ જણાવ્યું છે કે સરકારે આ બાબત પર ધ્યાન આપ્યું તે વાતનો મને આનંદ છે. લોકો પોતાનું દુ:ખ ભૂલવા માટે અહીંયા આવે છે અને તેથી વધુ ડ્રિંક કરે છે. હવે આ પ્રકારના લોકોને ટેક્સી સુરક્ષિત રીતે ઘરે મુકી આવશે.

આ પણ વાંચો :-

હાય લા ! પતિ અને પત્ની ફ્લાઈટમાં ઝઘડી પડ્યા, પત્નીએ પતિને મારવા

0
  • સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ફ્લાઈટમાં પતિ અને પત્ની પોતાની સીટ પર બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે વાકયુદ્ધ ચાલતું રહે છે. દલીલ એ હદે વધી જાય છેકે પછી પત્ની પતિને લાફો મારવા માટે હાથ પણ ઉઠાવે છે.

ઘરમાં કે જાહેરમાં પતિ પત્નીના ઝઘડા થતા હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા છે. પરંતુ આ એક એવું કપલ છે જે ફ્લાઈટમાં ઝઘડી પડ્યું. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પતિ અને પત્ની પ્લેનમાં ઝઘડતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ફ્લાઈટમાં પતિ અને પત્ની પોતાની સીટ પર બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે વાકયુદ્ધ ચાલતું રહે છે. દલીલ એ હદે વધી જાય છેકે પછી પત્ની પતિને લાફો મારવા માટે હાથ પણ ઉઠાવે છે. પરંતુ જો કે તે મારી શકતી નથી.

પત્નીની આ હરકતથી ગભરાઈને પતિ તરત પ્લેનમાં એરહોસ્ટેસને પણ બોલાવી દે છે. પતિ કહે છે કે તેની પત્ની તેની સાથે ઝઘડો કરી રહી છે. તેમને બચાવી લો પ્લીઝ. ફ્લાઈટમાં બેઠેલા અન્ય મુસાફરો આ જોઈને ચોંકી જતા દેખાય છે. જો કે પછી હસવા લાગે છે. પ્લેનમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

આથી ગુજરાત ગાર્ડિયન આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પતિ જે રીતે એર હોસ્ટેસ પાસે મદદ માટે વિનંતી કરે છે તે જોઈને પત્ની પોતાના હાથથી મોઢું પણ છૂપાવી લે છે. પતિની આ હરકતથી તે નારાજ થતી પણ જોવા મળે છે અને ફરી લાફાવાળી કરવા માટે હાથ ઉપાડે છે. ફ્લાઈટમાં બેઠેલા અન્ય મુસાફરોનું પણ પછી તો આ કપલ તરફ ધ્યાન જાય છે. ફ્લાઈટમાં હાજર મુસાફરો પૈકી કોઈએ આ બધુ વીડિયોમાં કેદ કરી લીધું.

આ પણ વાંચો :-

જૂની લોન ચૂકવી શકતા નથી અને લેવી છે નવી લોન, તો જાણો કેવી રીતે કરશો એપ્લાય

0
  • જો તમે પાછલી લોન ચૂકવવામાં સક્ષમ નથી અને નવી લોન લેવા માંગો છો. તો થોડા સમય પછી તમે તેના માટે અરજી કરી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

જો તમે બેંક પાસેથી લોન લીધી છે અને તેને ચૂકવવામાં અસમર્થ છો. તો બેંક તમને ડિફોલ્ટર ગણશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. બેંક પહેલા તેની માહિતી ક્રેડિટ બ્યુરોને આપે છે. જો તમે ડિફોલ્ટ કરશો તો તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે. ઉપરાંત તમારી વિશ્વસનીયતા લાંબા ગાળે પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં પૈસાની સમસ્યા ઊભી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ લોન માટે અરજી કરે છે. તો તેની યોગ્યતા તપાસ્યા પછી બેંક તેની ક્રેડિટ હિસ્ટ્રી તપાસે છે. જો ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય તો બેંક તરત જ લોન મંજૂર કરે છે. પરંતુ જો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન લેવી તમારા માટે પડકારરૂપ બની શકે છે. મૂળભૂત રીતે તેના પરિણામો અલગ અલગ હોઈ શકે છે. જો તમે સુરક્ષિત લોન પર ડિફોલ્ટ કરો છો તો નાણાકીય સંસ્થાને તમારી બાકી રકમ વસૂલવા માટે હરાજી કરવાનો અધિકાર છે.

તો બીજી તરફ જો કોઈ વ્યક્તિ પર્સનલ લોનની ચુકવણીમાં વિલંબ કરે છે અથવા ડિફોલ્ટ કરે છે, તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. જેના કારણે તેને લોન અથવા ક્રેડિટ કાર્ડ વગેરે જેવી નાણાકીય પ્રોડક્ટ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે.

એવામાં પ્રથમ પગલું ધિરાણકર્તાઓ સાથે વાટાઘાટો કર્યા પછી તમારા લેણાંની પતાવટ કરવી જોઈએ. બીજી બાજુ જો તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરો છો અને લોનની ચુકવણીમાં થોડો સમય લાગી શકો છો. તો તમારો ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે અને આ દરમિયાન તમે લોનની ચુકવણી કરીને ફરીથી લોન માટે અરજી કરી શકો છો.

ક્યારે ફરીથી લોન માટે કરી શકો છો એપ્લાય :

જો તમે લોન લીધી હતી અને હવે તમે ડિફોલ્ટ થયા છો. તો નવી લોન માટે અરજી કરતા પહેલા વધુ રાહ જુઓ. આ કિસ્સામાં તમે કોઈપણ બાકી લોન પર સમયસર ચૂકવણી કરીને તમારી બાકી લોન બેલેન્સમાં ઘટાડો કરીને અને જવાબદાર નાણાકીય વ્યવહાર પ્રદર્શન કરીને તમારા ક્રેડિટ સ્કોરને સુધારી શકો છો. જેમ જેમ સમય જતાં તમારો ક્રેડિટ સ્કોર સુધરતો જાય છે. તેમ ધિરાણકર્તા તમારી લોન અરજી પર વિચાર કરી શકે છે.

ડિફોલ્ટર થતાં શું કરવું જોઈએ :

જો તમે લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા છો તો તે મહત્વનું છે કે તમે તમારા ક્રેડિટ ઇતિહાસને સુધારવાનો પ્રયાસ કરો. એકવાર તમારો ક્રેડિટ સ્કોર સુધરે, ધિરાણકર્તા તમને લોન આપવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

BIGG BOSS OTT 2 માં ઉર્ફી જાવેદની એન્ટ્રી : ચોંકી ગયા ઘરના લોકો, એલ્વિશ યાદવે કહ્યું આમના માટે

  • BIGG BOSSના ઘરમાં અચાનક ઉર્ફી જાવેદની એન્ટ્રી થઈ હતી. ઉર્ફીને જોઈને ઘરના લોકો ચોંકી ઉઠ્યા હતા. એલ્વિશ યાદવે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તે ઉર્ફી જાવેદ માટે આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે.

BIGG BOSS OTT સિઝન 1નો ભાગ રહેલી ઉર્ફી જાવેદે હાલમાં જ સીઝન ૨માં સ્પેશિયલ અપીયરન્સ કર્યું. ઉર્ફી જાવેદની ઘરમાં એન્ટ્રીથી ઘરના લોકો ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા હતા. ઘરના બધા સદસ્યોનું વર્તન ઉર્ફી પ્રત્યે અલગ અલગ રહ્યું. જ્યાં પૂજા ભટ્ટે ઉર્ફી જાવેદને લેજેન્ડ કહ્યું ત્યાં જ બેબિકા ઘુરવે એક ટાઈટ હગની સાથે તેનું વેલકમ કર્યું. ઉર્ફી જાવેદ અને એલ્વિશ યાદવની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ રહી હતી.

એલ્વિશ યાદવે કહ્યું કે તે ઉર્ફી જાવેદના માટે આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે. ઘરમાં વાતચીત વખતે ઉર્ફી જાવેદે કહ્યું, “કદાચ બિગ બોસ મારાથી ઈંસ્પાયર થઈ ગયા છે. કદાચ એટલા માટે રિસાઈક્લિંદની થીમ અહીં જોવા મળી રહી છે. જે રીતે હું મારા કમાલના આઉટફિટ તૈયાર કરુ છું.” મહત્વનું છે કે ઉર્ફી કોઈ પણ વસ્તુથી આઉટફીટ તૈયાર કરવાને લઈને ચર્ચામાં રહે છે.

બાદમાં જ્યારે ઉર્ફી જાવેદ એલ્વિશ યાદવને મળી અને તેને પુછ્યું કે તે તેના માટે કયું આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે તો એલ્વિશે જવાબ આપ્યો, “હું ડ્રેસ બનાવવા માંગુ છું.” ઉર્ફીએ એલ્વિશને કહ્યું, “એવું નથી કે હું ડ્રેસ નથી પહેરતી, હું મારા શરીરને લઈને ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરૂ છું અને હું જે પણ કંઈ પહેરું છું તે પહેરવું મને પસંદ છે.”

ઉર્ફી જાવેદે સ્પેસિફાઈ કર્યું કે જો એલવિશ તેના માટે કંઈક ડિઝાઈન કરે તો તે ગ્રીન કલરનો ડ્રેસ હોવો જોઈએ. તેણે પ્રોમિસ કર્યું કે તે ફાઈનલ એપિસોડમાં તેને પહેરશે.

આ પણ વાંચો :-

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

0

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

  • ગાંધીનગરના જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે થયેલ ભુસ્ખલનને કારણે ફસાયા છે.

જય અંબે પરિવારના સભ્યો ચારધામ યાત્રાના પ્રવાસે ગયા છે. પરંતુ ઋષિકેશથી ૪૦ કિલોમીટર દૂર ભુસ્ખલન થતા રોડ બંધ થયો છે.

ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

૨૧ જેટલા સભ્યો અટવાયા છે. તો પરિવારના અન્ય સભ્યો સહી સલામત ઋષિકેશ પહોંચ્યા છે.
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
આ પણ વાંચો :-

ચાલુ બસમાં જ મહિલાઓ બાખડી પડી, છૂટા હાથે મારામારી

0
  • ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ, મહિલાઓ છૂટા હાથે મારામારી કરતી જોવા મળી.

બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટનાઓ સામાન્ય રીતે સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બીઆરટીએસ બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી અને જોત જોતાં જ મહિલાઓ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કેટલીક મહિલાઓ મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ બેફામ રીતે છૂટાહાથે મારામારી કરતી જોવા મળી હતી.

સુરતના ચાલુ બીઆરટીએસ બસની આ ઘટના છે. જ્યાં કોઈ મુદ્દે મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતાં જ મમાલો વળસ્યો હતો અને મહિલાઓ બેકાબૂ બની હતી. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી અને લાફા મારતી જોવા મળી હતી. ઘટનાને પગલે બસમાં જાણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. અન્ય પેસેન્જર્સે પણ તેમને છોડાવવાના પ્રયાસ કર્યા હતા.

મહિલાઓ વચ્ચે મારામારીની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. વીડિયો પરથી મહિલાઓના બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હોવાનું કહી શકાય છે. જ્યાં બન્ને ગ્રુપની મહિલાઓએ છૂટા હાથે મારામારી કરી રહી છે. જો કે કેટલીક મહિલાઓ દ્વારા તેમને છૂટા પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ક્યાં કારણોસર મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસનો નથી રહ્યો ડર, BRTS ટ્રેક પર બનાવી રીલ્સ

0
  • આજકાલના યુવકોમાં રિલ્સનો નશો તો એવો ચડયો છે કે તેઓ લોકોના જીવની પણ પરવાહ નથી કરતા. ગમે ત્યારે ગમે ત્યાં રિલ્સ બનાવવા લાગે છે. જો આ રિલ્સના શોખીનો પર કાયદાનો કંટ્રોલ નહીં લાવવામાં આવે તો આ રિલ્સ કોઈના જીવ લઈ લેશે.

રાજ્યના યુવાધનમાં ચડેલો રિલ્સનો નશો બીજા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે તેમ છે. સૌથી પહેલાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના આ ૩ દ્રશ્યો જુઓ. સુરતમાં નબીરાઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેની સાબિતી પુરતા આ દ્રશ્યો છે. જેમાં એક જગ્યાએ મોપેડ પર ૪ સવારી લોકો જઈ રહ્યા છે. તો બીજી તરફ જીપ પર ઉભા રહીને બે યુવકો રિલ્સ બનાવી રહ્યા છે. જ્યારે ત્રીજા વીડિયોમાં તો યુવકો જોખમી રીતે brts રૂટમાં જ રિલ્સ બનાવી રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકોની માત્ર લાઈક્સ અને કમેન્ટ મેળવવા માટે આવા લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. જોખમી સ્થળો પર કઈપણ વિચાર્યા વગર જ આ લોકો રિલ્સ બનાવવા લાગે છે. પોતાના જીવની તો ચિંતા નથી કરતા સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે.

આ વીડિયો સુરતનાં સરથાણા વિસ્તારનો છે. જેમાં બે લબરમુછિયા યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. એક યુવક ખુલ્લી જીપ ચલાવી રહ્યો છે. જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર ચડીને રિલ્સ બનાવી રહ્યો છે. એટલું જ નહીં આ લોકો જાહેર રસ્તા ઉપર પણ આવી જ રીતે વીડિયો બનાવતા નજરે પડયાં. આ વીડિયો અંગે સરથાણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના આ લોકોએ તો રિલ્સ બનાવવામાં હદ જ કરી દીધી. BRTS રૂટ પર બનેલી રેલિંગ પર બે યુવકો ચડી ગયા. અને ત્રીજો યુવક BRTS રૂટમાં મોબાઈલ હાથમાં લઈને વીડિયો બનાવી રહ્યો છે. જ્યાં આ લોકો રિલ્સ બનાવી રહ્યા છે, તેની બાજુમાં જ ચેતવણીનું બોર્ડ છે. જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે રસ્તો સાવધાની પૂર્વક પસાર કરવો. તેમ છતાં રિલ્સ બનાવવામાં ભાન ભૂલેલા આ યુવકોને કોઈ ફર્ક પડતો નથી અને તેઓ બિંદાસપણે BRTS રૂટમાં રિલ્સ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

દાદાએ પૌત્ર માટે ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, અને બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટમાં પહોંચ્યો મામલો

0
  • કોર્ટે કહ્યું કે રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો.

ચાઈનીઝ વસ્તુઓ ખરીદતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ૧૬ હજારનું ચાઈનીઝ રમકડું ખરીદીને ૨૪ કલાકમાં તૂટી જ જતા ગ્રાહકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ગ્રાહક કોર્ટમાં અરજી કરતા કોર્ટે એવી ટકોર કરી કે, ચાઈનીઝ રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ.

બન્યું એમ હતું કે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા દુષ્યંત તનેજાએ તેમના પૌત્ર માટે ચાઈનીઝ બનાવટની ૧૬ હજારની કિંમતની ઈલેક્ટ્રીક અને બેટરીવાળી બાઈક ખરીદી હતી. મોંઘીદાટ ઈલેક્ટ્રીક બાઈક ખરીદ્યાના ૨૪ કલાકમાં જ તે તૂટી ગઈ હતી. કાર પર ૦૭ વર્ષની વોરંટી હોવાછી તેઓ કાર બદલવા ગયા હતા. પરંતુ દુકાનદારે તેમને ન તો કાર બદલી આપી ન તો રિફંડ આપ્યુ. તેથી તેઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

તેમજી અરજી પર ગ્રાહક કોર્ટે ટકોર કરી કે, ચાઈનીઝ બનાવટના રકમડા હોવાથી ભારતીય બજાર તેની ગેરેન્ટી નથી આપતું. ચાઈનીઝ રમકડાની અંદર કયા સ્પેરપાર્ટસ છે, તેના પર વોરંટી છે કે નહિ તેના અંગે વોરંટી કાર્ડ પર સૂચના લખઈ હોય તો તે વાંચ્યા વગર મોંઘા રમકડા ખરીદવા છતા તેના પર વળતર મળતુ નથી. બેટરી સંચાલિત કારના છુટા સ્પેરપાર્ટસ જુદા હોવાથી તે તૂટી જાય છે. તેથી તેનુ વળતર ચૂકવી શકાય નહિ. બેટરીને લઈને કોઈ સમસ્યા હોય તો જ તેનુ વળતર મળે.

કોર્ટે કહ્યું કે રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો છે.

ભૂલ કોની :

દુષ્યંત તનેજાએ પોતાના પૌત્રને જન્મદિવસ પર આ કાર ગિફ્ટ આપી હતી. જેને ૧૬ હજારમાં ખરીદાઈ હતી. કારની બનાવટ ચાઈનીઝ છે. જેમાં કારની વોરન્ટી ૦૭ વર્ષની અને બેટરીની ૪ વર્ષની છે. ચાઈનીઝ રમકડા પર સૂચના લખાયેલી હતી કે ૧૨ વર્ષ અને ૩૫ કિલોથી વધુના વજનના લોકોએ તેના પર બેસવુ નહિ. તેમના પૌત્રનું વજન ૨૨ કિલો છે. તે કાર પર બેસતા બીજા જ દિવસે તેનું સ્ટીયરિંગ તૂટી ગયું હતું. કારની સીટ પણ તૂટી ગઈ હતી

આ પણ વાંચો :-