Saturday, Sep 13, 2025

તળિયે આવ્યો તેલનો ભાવ, એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં થયો અધધધ ઘટાડો

3 Min Read
Oil prices hit bottom
  • Groundnut Oil Prices : સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો. તો કપાસિયામાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો. માગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં ભાવમાં ઘટાડો.

૨૦૨૩ ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના (Edible Oils) ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. પહેલીવાર સિંગતેલ (Singtel) અને કપાસિયા તેલના (Cottonseed oil) ભાવ નીચે ઉતરી રહ્યાં છે.

પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર સિંગતેલના ભાવમાં ૧ દિવસમાં સીધો ૬૦ રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. તો કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ ૩૦ રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૧૦ રૂપિયા સુધી પહોંચ્યો.

કેમ ઘટી રહ્યા છે સિંગતેલના ભાવ :

૨૦૨૩ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ ૨૦૨નું વર્ષ લોકો માટે અપશુકનિયાળ સાબિત થયુ હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું હતું. સિંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો.

પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં ૧ દિવસમાં ૬૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ ૩૦ રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૧૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. વેપારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.

  • ૧૫મે – ૫ રૂપિયાનો ઘટાડો,
  • ૧૭ મે – ૨૫ રૂપિયાનો ઘટાડો
  • ૧૮ મે –  ૫ રૂપિયાનો ઘટાડો
  • ૧૯ મે – ૧૫ રૂપિયાનો ઘટાડો
  • ૨૦ મે – ૫ રૂપિયાનો ઘટાડો
  • ૩૧ મે – ૬૦ રૂપિયાનો ઘટાડો

પહેલા ભાવ વધ્યા, હવે નીચે ઉતરી રહ્યાં છે :

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. ૧૩૦૦ થી ૧૬૫૦ સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ ૧૦ થી ૧૨ હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો.

પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article