Sunday, May 10, 2026

૯ ઓક્ટોબર, ૨૦૨૪/ બુધવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શકય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તરલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે શકય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદા કારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ સ્નાયુના દુઃખાવા ક્ષાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદા કારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સ‌ન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લાગતા ધંધા અને શિક્ષક, જયોતિષિ મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃતિને કારણે યશ. પતિષ્ઠા વધતી જણાય. આવક મર્યા‌દીત રહે. સંતાનના પશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રો થી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મીની વખતસર હેરફેર શરય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિધાર્થી મિત્રો માટે શુભ. હાટકાના રોગો થી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધની શરૂઆત શકય બને. હાલના નોકરી ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જ‍ળવાય. પત્નિ સાથે વાદવિવાદ ટાળવો.

મીનઃ

આતમિવિશ્વાસમાં વઘારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનત વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી એક્ષપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

Share This Article