Saturday, Sep 13, 2025

હવે હિમાલયમાં પણ આવી શકે છે સૌથી મોટો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

2 Min Read

Now the biggest earthquake can also occur

  • દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીય્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના સીનિયર સાયન્ટિસ્ટે ચેતાવણી આપી છે કે હિમાલયમાં ગમે ત્યારે એક મોટો ભૂકંપ આવી શકે છે.

ઉત્તરી અફગાનિસ્તાનમાં (Northern Afghanistan) મંગળવારે રાત્રે 10.16 વાગ્યે આવેલા 6.6 તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હી (Delhi)-એનસીઆર ક્ષેત્ર સહિત ઉત્તરી ભારતમાં (Northern India) ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના ઝટકા તુર્કમેનિસ્તાન (Turkmenistan), કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, ચીન, અફગાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા.

આવી શકે છે હિમાલયમાં મોટો ભૂકંપ :

ભારતના ઘણા રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવવાના કારણે હડકંપ મચી ગયો હતો. દિલ્હી-એનસીઆરની સાથે સાથે પંજાબ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપથી લોકોમાં ભય છે. કેમ આવી રહ્યા છે ભૂકંપના ઝટકા? શું મોટો ભૂકંપ આવવાનો છે? તેના પર વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.

શું કહે છે વૈજ્ઞાનિક? 

ડૉ. પોલે જણાવ્યું કે અફગાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઉંડાઈ વધારે હતી. તમાટે તેની અસર ખૂબ મોટા વિસ્તારોમાં જોવા મળી. આપણે સિસ્મિક ઝોન 5માં છીએ કોઈ પણ ક્ષેત્રની ઓળખ નથી કરી શકતા. અવેયરનેસ અને સિવિલ એન્જિનિયરિંગથી જીવ બચાવી શકાય છે.

ભૂકંપથી પહેલા કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સથી એનર્જી રિલીઝ થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. કાલે મારા ઘરની લાઈટ્સ અને પંખા પણ 45 સેકન્ડ સુધી હલતા રહ્યા.

ભારતીય પ્લેટ દર વર્ષે 15-20 મીમી ચીનની તરફ ખસે છે :

હકીકતે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 મિલિમીટર તિબ્બતન પ્લેટની તરફ વધી રહી છે. આટલા મોટા જમીનના ટુકડા કોઈ અન્ય મોટા ટુકડાને ધકેલશે, તો ક્યાંકને ક્યાંક તો ઉર્જા સ્ટોર થશે.

તિબ્બતની પ્લેટ ખરી નહીં શકે. માટે બન્ને પ્લેટોની વચ્ચે રહેલી ઉર્જા નિકળે છે. આ ઉર્જા નાના નાના ભૂકંપોના રૂપમાં નિકળે છે. તો તેનાથી ગભરાવવાની જરૂર નથી. જ્યારે ઝડપથી ઉર્જા નિકળે છે તો મોટો ભૂકંપ આવે છે.

આ પણ વાંચો :-

Share This Article