હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, જાણો રૂટ, સમય અને ભાડા

Share this story

અમદાવાદીઓ જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા તે દિવસ હવે નજીક આવી ગયો છે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવા ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. સરકારી અહેવાલ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે મેટ્રો ના બીજા ફેજનો શુબારંભ કરાવશે. તો મેટ્રોનો બીજો ફેજ કયા રૂટ પરથી દોડશે, કેટલું ભાડુ રહેશે અને મુસાફરોનો કેટલો સમય બચશે જોઈએ તમામ વિગત.

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો - GExpress News

તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર બંનેની ભાગીદારીના અમદાવાદના મહત્વના પ્રોજેક્ટનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો વિશે જાણીએ તો સૌ પ્રથમ મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

જો ટ્રાફિકની સમસ્યા તથા ભાડાની સરખામણી કરીએ તો, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેથી અમદાવાદથી ગાંધીનગર પહોંચતા સમય પણ વધારે થાય છે. આ સિવાય જોભાડાની વાત કરીએ તો, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું રૂ 415 થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું રૂ. 375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રો કરતા વધારે રહે છે. જેથી સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, સાથે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

પ્રોજેક્ટ ખર્ચની વાત કરીએ તો મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ રૂટના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. એટલુ જ નહીં મેટ્રોના લીધે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં મદદ મળે છે. શહેરોમાં થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણ અને આર્થિક વિકાસ માટે એક દૂરંદેશી ઉપાય બની રહેશે.

આ પણ વાંચો :-