મેષ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતુ જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી ધંધામ પ્રગતિ.
વૃષભ
મોજ શોખમાં વધતાં ખર્ચનુ પ્રમાણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવર ની સમસ્યાથી સાચવવું.
મિથુન
સ્વભાવમાં વિનોદી વૃતિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.
કર્ક
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ, જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.
સિંહ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.
કન્યા
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.
તુલા
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતા નું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.
વૃશ્ચિક
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.
ધન
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યા ઓ વ્યવવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકંજીંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શકય બને. ખોટી સોબત થી સાચવવું.
મકર
આદ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.
કુંભ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.
મીન
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીગ તથા પાણી ને લગતા ધંધામાં લાભ.