IPLમાં ૧૭ વર્ષમાં અત્યાર સુધી કોઈ ખેલાડી આવું નથી કરી શક્યો

Share this story

IPLની ૧૭મી સીઝનમાં પંજાબ કિંગ્સ માટે અત્યાર સુધી કંઈપણ યોગ્ય નથી થયું, જેમાં ટીમ 6માંથી ૪ મેચ હારી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ પંજાબ કિંગ્સનો ૩ વિકેટે પરાજય થયો હતો. આ મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાન પર ૧૪૭ રન બનાવ્યા હતા, જ્યારે રાજસ્થાને ૧૯.૫ ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. પંજાબ કિંગ્સની ટીમના બેટ્સમેનોનું આ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું જેમાં તેણે ૭૦ના સ્કોર સુધી પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવેલા આશુતોષ શર્માએ ૧૬ બોલમાં ૩૧ રનની ઈનિંગ રમી અને આ મેચમાં ટીમને ફાઈટીંગ સ્કોર સુધી લઈ ગઈ. આ ઈનિંગના આધારે આશુતોષે આઈપીએલ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી.

પંજાબ કિંગ્સે મધ્યપ્રદેશના ૨૫ વર્ષીય ખેલાડી આશુતોષ શર્માને IPL ૨૦૨૪ માટે પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. અત્યાર સુધી ટીમે તેનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કર્યો છે, જેમાં આશુતોષે ત્રણ મેચમાં પોતાની આક્રમક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. IPLમાં ડેબ્યૂ કરતી વખતે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આશુતોષે માત્ર ૧૫ બોલમાં ૩૧ રનની ઈનિંગ રમી હતી, જ્યારે આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આશુતોષના બેટથી ૧૫ બોલમાં ૩૩ રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી. રાજસ્થાન સામેની મેચમાં તે ૩૧ રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ સાથે, આશુતોષ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ એવો ખેલાડી બની ગયો છે કે જેણેમા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને સતત ત્રણ મેચમાં ૩૦ પ્લસ રન બનાવ્યા હોય.

જો આશુતોષ શર્માના રેકોર્ડ પર નજર કરીએ તો IPLની તેની પ્રથમ ત્રણ મેચોમાં તેણે ૪૮.૫ની એવરેજથી ૯૫ રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૯૬.૩૦ જોવા મળ્યો હતો. ટી૨૦ ક્રિકેટમાં આશુતોષના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૧૭ મેચમાં ૩૨.૩૦ની એવરેજથી ૪૮૩ રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે પોતાના બેટથી ૪ અડધી સદીની ઈનિંગ્સ પણ જોઈ છે.