Thursday, Oct 30, 2025

ઘરમાં પણ શાંતિ નહીં ? જમીનમાંથી અવાજ આવતો હતો, તોડીને જોયું તો…તમારા પણ હોશ ઉડી જશે

2 Min Read
  • સોશિયલ મીડિયા પર એક એવો ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જે પણ જુએ છે  તેના હાજા ગગડી જાય છે. આમ તો તમે મગરમચ્છને પાણીમાંથી નીકળતા જોયો હશે પરંતુ આ વીડિયોમાં મગરમચ્છ જમીન ફાડીને બહાર નીકળી રહ્યો છે.

મગરમચ્છ એક એવો ખૂંખાર જીવ છે જે સામાન્ય રીતે તળાવ, નદી કે પછી ક્યારેક ક્યારેક જમીન ઉપર પણ જોવા મળતો હોય છે. પરંતુ એવું ક્યારેય જોયું છે કે તમે ઘરમાં આરામથી બેઠા હોવ અને અચાનક ક્યાંકથી મગરમચ્છ આવી જાય. ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્ય છે જેમાં આવું જ કઈક નજરે ચડયું.

જમીન ફાડીને બહાર નીકળ્યા 3 મગરમચ્છ :

આ વીડિયોમાં એક મગરમચ્છ જમીન ફાડીને બહાર આવતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ઔજારોની મદદથી તેને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલામાં તો પાછળથી બીજા બે મગરમચ્છ બહાર નીકળી આવે છે. આ ખુબ જ ડરામણું છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ વીડિયો ભારતના કોઈ રાજ્યનો હોવાનું કહેવાય છે.

જમીન નીચેથી આવી રહ્યો હતો અવાજ :

હકીકતમાં અહીં લોકોને ઘરની જમીન નીચેથી કઈક અવાજ આવતો હતો. એવું લાગતું હતું કે જાણે  કોઈ બે જાનવર લડતા હોય. પરંતુ નીચે શું હોઈ શકે. કારણ કે જમીન ઉપર તો પ્લાસ્ટર હતું. જો કે એક જગ્યાએથી આ પ્લાસ્ટર તૂટેલું હતું. લોકોએ જ્યારે તેમાંથી ડોકિયું કર્યું તો હોશ ઉડી ગયા. હકીકતમાં પ્લાસ્ટરની નીચે મગરમચ્છ ફસાયેલો જોવા મળી રહ્યો હતો.

ત્યારબાદ ગભરાઈને જેવું પ્લાસ્ટર તોડવાનું શરૂ કર્યું કે એક પછી એક ૩ મગરમચ્છ જમીન ફાડીને બહાર આવવા લાગ્યા. આ બધાને જોઈને ત્યાં ટોળે વળેલા લોકોના તો જાણે રૂવાડાં ઊભા થઈ ગયા. લોકો મગરમચ્છને કંટ્રોલ કરવાની કોશિશ કરવા લાગ્યા.

આ પણ વાંચો :-

Share This Article