HomeNationalTMCને સુપ્રીમ કોર્ટનો ઝટકો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને મંજૂરી

TMCને સુપ્રીમ કોર્ટનો ઝટકો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને મંજૂરી

Date:

Related stories

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

સુપ્રીમ કોર્ટેએ શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્ર સરકાર અને PSU કર્મચારીઓને ગણતરી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાના મુદ્દે (TMC)ની અરજી ફગાવી દીધી. કોર્ટે સાથે જ ભારતના ચૂંટણી પંચના નિવેદનને રેકોર્ડમાં લીધું કે 13 એપ્રિલનો પરિપત્ર અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવશે.

આ અરજી કોલકાતા હાઈકોર્ટનાના અગાઉના આદેશ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં મતગણતરી વ્યવસ્થા સામે TMCના પડકારને નકારી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ પીએસ નરસિંહા અને જૉયમલ્યા બાગચીની વિશેષ બેન્ચે આ મામલે સુનાવણી કરી, જ્યારે મતગણતરી 4 મેના રોજ થવાની હતી.

સુનાવણી દરમિયાન બેન્ચે નોંધ્યું કે મતગણતરી દરમિયાન TMCના પ્રતિનિધિઓ હાજર રહેશે અને જણાવ્યું કે ચૂંટણી પંચનો પરિપત્ર નિયમોના વિરુદ્ધ નથી. TMC તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મીનાક્ષી અરોરાએ દલીલ કરી કે 13 એપ્રિલનો પરિપત્ર અરજદારને મોડો મળ્યો હતો અને અગાઉથી માહિતી આપવાનો દાવો શંકાસ્પદ છે.

ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ રજૂઆત કરી કે રાજ્ય સરકારના કર્મચારીઓ રિટર્નિંગ ઓફિસર તરીકે ગણતરી પ્રક્રિયા પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે અને કર્મચારીઓની પસંદગી પણ કરે છે. તેમણે ઉમેર્યું કે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ “ખોટી આશંકા” પર આધારિત છે અને 13 એપ્રિલના પરિપત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે ગણતરી નિરીક્ષક અને સહાયક તરીકે એક રાજ્ય અને એક કેન્દ્ર સરકારના કર્મચારીની નિમણૂક કરવામાં આવશે. જસ્ટિસ બાગચીએ કહ્યું કે આવા નિર્ણયોમાં ચૂંટણી પંચનો અધિકાર છે અને તેમાં મોટો ફેરફાર પડતો નથી. સાથે જ તેમણે નોંધ્યું કે પક્ષોના ગણતરી એજન્ટો હાજર રહેશે અને માઇક્રો-ઓબ્ઝર્વર પણ પહેલેથી જ વ્યવસ્થામાં સામેલ છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યારે હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી.

Subscribe

Latest stories

spot_img