HomeSportsએશિયન ગેમ્સમાં નીરજ ચોપરા 'વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર' માટે થયો નોમિનેટ

એશિયન ગેમ્સમાં નીરજ ચોપરા ‘વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ માટે થયો નોમિનેટ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

ભારતના સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા માટે આ વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તે વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. નીરજ ચોપરાને ‘વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વખતે વિશ્વભરમાંથી 11 ખેલાડીઓને વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે.

25 વર્ષીય નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજે ઓગસ્ટમાં હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ મહિનામાં નીરજ ચોપરાએ 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે 88.88 મીટરનું અંતર કાપીને ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાએ છેલ્લી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાને તાજેતરમાં જ લોરેસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. લોરેયસ એ વૈશ્વિક રમત-આધારિત ચેરિટી છે જે યુવાનોના જીવનને સુધારવા માટે કામ કરે છે. નીરજ લૌરિયસ એમ્બેસેડર બનનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને વર્ષ 2017માં લોરેસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories