અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર શૂટિંગના લગભગ પાંચ મહિના પછી પણ મુંબઈ પોલીસ હજુ પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી શકી નથી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી અને તેણે જ સલમાન ખાનને ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ ગયા વર્ષથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બિશ્નોઈ ગેંગે કેનેડામાં ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી.
એક અધિકારીએ કહ્યું, ‘તેના સુધી પહોંચવા માટે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.” સૂત્રોએ જણાવ્યું કે શરૂઆતમાં લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી ના મળી શકી કારણ કે ગૃહમંત્રાલય (MHA)એ 30 ઓગસ્ટ, 2023ના એક આદેશમાં CRPCની કલમ 268ની જોગવાઇ હેઠળ લોરેન્સ બિશ્નોઇની જેલમાં અવર જવર પર એક વર્ષ સુધી રોક લગાવી દીધી હતી, જેના હેઠળ સરકાર આ આદેશ આપી શકે છે કે કોઇ પણ વ્યક્તિને તે જેલમાંથી હટાવવામાં નહીં આવે જેમાં તે કેદ અથવા કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય ગૃહ વિભાગ પાસે પરવાનગી લીધા બાદ નિયમમાંથી છૂટ માંગી હતી જેથી તેમને લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મળી શકે. અધિકારીએ કહ્યું, ‘પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી અમને પરવાનગી મળી નથી. અમે સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરવાની જગ્યાએ તેની કસ્ટડી મેળવી મહારાષ્ટ્રમાં પૂછપરછ કરવાનું પસંદ કરીશું.
સલમાન ખાન કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ ચાર્જશીટ અનુસાર સલમાન ખાનના ઘરની બહાર હુમલો લોરેન્સ બિશ્નોઇના ઇશારા પર કરવામાં આવ્યો હતો. બિશ્નોઇ, તેના નાના ભાઇ અનમોલ અને રોહિત ગોદારા કેસમાં આરોપી દર્શાવવામાં આવ્યો હતો.
બિશ્નોઇનો દાવો છે કે તે સલમાન ખાનને એટલા માટે નિશાન બનાવી રહ્યાં હતા કારણ કે તેને 1998માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળિયારને ગોળી મારી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે બિશ્નોઇ એક લોકપ્રિય અભિનેતાને ધમકી આપી અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરી લોકપ્રિયતા મેળવવા માંગે છે.
આ પણ વાંચો :-