Sunday, Sep 14, 2025

સુરતમાં શ્વાન સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

1 Min Read

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ વિકૃત મગજના શખ્સે મોટા વરાછા વિસ્તારમાં આવેલા અંબિકા પીનેકલ  કોમ્પલેક્ષ નજીક શ્વાનને હવસનો શિકાર બનાવ્યું હતું. પરંતુ તેની આ કામુક ચેષ્ટાઓ અને ઘૃણાસ્પદ કૃત્ય CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા.

પોલીસે આ શખ્સને ઝડપી પાડવા આશરે ૭૦ થી ૮૦ જેટલા અલગ-અલગ કેમેરાઓ ચેક કર્યા હતા અને આખરે ઉત્રાણ પોલીસે  આ હવસખોરને ઝડપી પાડ્યો હતો. આ શખ્સનું નામ હરેશભાઇ લાલજીભાઇ વાગડીયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના CCTV પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલતો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી હરેશ બં સંતાનનો પિતા છે. મંડપ સર્વિસનું કામ કરે છે. પોલીસે તેના મોબાઈલ ચેક કરતાં ગૂગલ હિસ્ટ્રીમાંથી બીભત્સ વીડિયો જોયાની લિંકો મળી હતી.

આ પણ વાંચો :-

Share This Article