Tuesday, Jun 17, 2025

મુડા કૌભાંડ કેસના EDની મોટી કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો જપ્ત

2 Min Read

સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ કેસના સંદર્ભમાં ED બેંગ્લોર દ્વારા 9/06/2025 ના રોજ PMLA-2002 ની જોગવાઈઓ હેઠળ રૂ.100 કરોડની બજાર કિંમત ધરાવતી 92 સ્થાવર મિલકતો (MUDA સાઇટ્સ) કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી રૂ. 400 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે.

100 કરોડ રૂપિયાની 92 સ્થાવર મિલકતો જપ્ત
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 100 કરોડ રૂપિયાની 92 સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. ED એ 9 જૂનના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી, જે મૈસુરમાં લોકાયુક્ત પોલીસે નોંધેલી FIR ના આધારે શરૂ કરેલી તપાસમાંથી ઉદ્ભવી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નામ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, MUDA સાઇટ્સ પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે, જે હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીઓ અને કેટલાક વ્યક્તિઓના નામે નોંધાયેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો MUDA અધિકારીઓ સહિત પ્રભાવશાળી વ્યક્તિઓના મહોરા કે એજન્ટો હતા. જણાવી દઈએ કે લોકાયુક્તે FIR નોંધ્યા પછી, ED એ તેની તપાસ શરૂ કરી દીધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જણાવ્યું હતું કે GT દિનેશ કુમાર સહિત ભૂતપૂર્વ MUDA કમિશનરોની ભૂમિકા અયોગ્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને વળતર સ્થળોની ગેરકાયદેસર ફાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ રોકડ, બેંક ટ્રાન્સફર, સ્થાવર અને જંગમ મિલકતોના રૂપમાં ગેરકાયદેસર ફાળવણી કરવા માટે લાંચના વ્યવહારના પુરાવા એકત્રિત કર્યા છે.

Share This Article