HomePoliticsહોબાળા વચ્ચે સરકારનું મોટું પગલું! લોકસભામાં 4 બિલ રજૂ, જાણો શું છે...

હોબાળા વચ્ચે સરકારનું મોટું પગલું! લોકસભામાં 4 બિલ રજૂ, જાણો શું છે ખાસ?

Date:

Related stories

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિપક્ષની તૈયારી

વિપક્ષ સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ...

તહેવારોને ટાંકણે લોકોને રાહત, સરકારે ઇમ્‍પોર્ટ ડયુટી ઘટાડતાં ખાદ્યતેલ સસ્‍તા થશે

દેશમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં થયેલા...

જમુઈ પછી સમસ્તીપુરમાં શરમજનક કાંડ ! સગીરાને રસ્તા વચ્ચે ઘેરી શખ્સોએ કરી અભદ્રતા

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સગીરા સાથે રસ્તા વચ્ચે અભદ્ર વર્તન...

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ...
spot_img

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે આજે લોકસભામાં ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલોમાં કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાનો પ્રસ્તાવ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત ટ્રિબ્યુનલની કામગીરીમાં સુધારા, ખનિજ સંસાધનોના નિયમન અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા સંબંધિત જોગવાઈઓ પણ સામેલ હતી.

સૌથી પહેલા Kerala (Alteration of Name) Bill, 2026 રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પસાર થયા બાદ બંધારણની પ્રથમ અનુસૂચિમાં ‘કેરળ’ની જગ્યાએ ‘કેરળમ’ નામ થશે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જ્યારે કેરળ વિધાનસભાએ પણ નામ બદલવા અંગે ઠરાવ પસાર કર્યો હતો.

બીજું Tribunals Reforms Bill, 2026 જેનો હેતુ વિવિધ ટ્રિબ્યુનલની કામગીરીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે. તેમાં સભ્યોની નિમણૂક, કાર્યકાળ અને સેવા શરતો સંબંધિત સુધારા પ્રસ્તાવિત છે.લોકસભાના બીજા શેશનમાં બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું.

ત્રીજું Mines and Minerals (Development and Regulation) Amendment Bill, 2026 છે, જે ખનિજ ક્ષેત્રના નિયમન અને વિકાસ સાથે સંબંધિત છે.

ચોથું National Cooperative Development Corporation (NCDC) Bill, 2026 છે, જે સહકારી ક્ષેત્રને વધુ નાણાકીય અને સંસ્થાકીય મજબૂતી આપવાના હેતુથી લાવવામાં આવ્યું છે.

Subscribe

Latest stories