ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે દુઃખદ પરિસ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને આઠ લોકો હજુ પણ ગુમ છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીને આ કટોકટીનો સામનો કરવા માટે શ્રે પ્રયાસો કર્યા છે.
ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડને કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા બર્ગસ કેતુરસરીએ જણાવ્યું હતું કે, જાવામાં ઘણા લોકો કાદવ નીચે દટાઇ ગયા હતા. જ્યારે અમુક લોકો ભૂસ્ખલનને પગલે ભેખડો નીચે દટાયા હતા. આઠ લોકો લાપતા છે. સોમવારે ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂરથી મધ્ય જાવા પ્રાંતના નવા ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભેખડો ધસી પડી હતી અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું છે કે 11 ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓકટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલન સામાન્ય ઘટનાઓ છે. આ દેશ 17,000 ટાપુઓનો સમૂહ છે, યાં ઘણા લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે, પૂર અને ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાનની સંભાવના વધુ છે.
આ પણ વાંચો :-