સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષાચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી. ૨૭મી તારીખે રાત્રે કતારગામ લલીતા ચોક્ડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર ફૂટપાથના બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો. બાંકડા પર બેસવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો ગયોહતો.
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા ૨૪ વર્ષીય શ્યામલાલ નાનુરામ ચંદ્રવંશી ઠાકુરનો બાંકડા પર બેસવા બાબતે રીક્ષા ચાલક સોહનસિંહ મારવાડા સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં શ્યામલાલે સોડનસિડને માથામાં સળીયો મારી દીધો હતો. જે બાદ શ્યામલાલને સોડનસિંહ મારવાડા તેમજ રત્નકલાકાર તરીકે કામ કરતા રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરએ પણ શ્યામલાલને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.
આ બનાવમાં શ્યામલાલ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. તેમજ મૃતક શ્યામલાલે સોડનસિંડને પણ માથામાં સળીયો મારતા તેને પણ ઈજાઓ થઇ હતી. આ બનાવમાં કતારગામ પોલીસે રિક્ષાચાલક સોહનસિંહ મારવાડા, રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-