Tuesday, Jun 17, 2025

દિલ્હી સહિત ચાર રાજ્યમાં ફેલાયેલા કિડની રેકેટનો પર્દાફાશ

2 Min Read

રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પાંચ રાજ્યોમાં ફેલાયેલા કિડની રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશથી ચાલતા કિડની રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો.

પોલીસે મહિલાની ફરિયાદ પર એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી. જેમાં આ રેકેટ સંદીપ આર્ય નામનો વ્યક્તિ ચલાવતો હતો. પરંતુ પોલીસ સંદીપ વિશે માહિતી મેળવી શકી ન હતી. આ દરમિયાન પોલીસને સંદીપના ખાસ સહયોગી સુમિત વિશે માહિતી મળી. સુમિતને પકડી લીધા બાદ મળેલી માહિતીના આધારે પોલીસે માસ્ટર માઈન્ડ સંદીપ આર્ય અને તેના સહયોગી દેવેન્દ્રની ગોવાથી ધરપકડ કરી હતી.

ડીસીપી ક્રાઈમના જણાવ્યા પ્રમાણે માસ્ટરમાઇન્ડ સંદીપ આર્યની ધરપકડ બાદ આ રેકેટના તમામ રહસ્યો સામે આવ્યા છે. પૂછપરછ દરમિયાન સંદીપે ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં 34 ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. આ ઓપરેશન પાંચ રાજ્યોની જુદી જુદી 11 હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતા. એક ઓપરેશન માટે 35 થી 40 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. આ પૈસા ગેંગના મુખ્ય 8 સભ્યોમાં તેમના કામ પ્રમાણે વહેંચવામાં આવતા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જે 35 થી 40 લાખ રૂપિયા ભેગા થયા હતા તેમાંથી સૌથી મોટો હિસ્સો માસ્ટરમાઇન્ડ સંદીપ આર્યનો હતો. તે 5 લાખ રૂપિયા રાખતો અને 5 લાખ જ ડોનરને આપતો હતો. જ્યારે અન્ય લોકોનો 1થી 2 લાખ રૂપિયાનો હિસ્સો રહેતો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે, મહિલા ડોક્ટરને 4 દિવસ પહેલા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી હતી, મામલો સામે આવ્યા બાદ એપોલો હોસ્પિટલે મહિલા ડોક્ટરને તેની જગ્યાએથી કાઢી મુકી હતી. પોલીસ કેસમાં જણાવવામાં આવ્યું હતું કે, નોકરીના નામે ડોનરને ભારત લાવવામાં આવે છે અને પછી તેની કિડની અહીં કાઢી નાખવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article