દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, પૂછપરછ માટે આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિ પ્રેરિત છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે. હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે કરવામાં આવ્યું છે જેથી તપાસ એજન્સીએ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ.
AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સિસોદિયાની ધરપકડ બાદ EDએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડને લઈને ED ધીમે ધીમે AAPના ઘણા બધા નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે EDએ દિલ્હીના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. AAPને એ પણ ડર છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવશે. આ મામલે પાર્ટીએ બીજેપી પર સીધું નિશાન સાધ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, ભાજપ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. આંમાં કેજરિવાલની ધરકડ થઈ શકે છે અને જેઓ પ્રથમ નહી હોય.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ૨૦૧૪થી ED દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી ૯૫ ટકા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ઈન્ડિયા ગઠબંધનથી નારાજ છે. વધુમાં કહ્યું કે, કેજરીવાલની ધરપકડ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ભાજપ જાણે છે કે તે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ગુમાવશે. જેથી તેમને ચૂંટણી લડવાથી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક યાદી બતાવી અને કહ્યું કે તેમાં જે લોકોની ધરપકડ થવાની છે તેમના નામ સામેલ છે. કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો નંબર આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો :-
- ડિંડોલીમાં કરોડોના સટ્ટાકાંડમાં પકડાયેલા ૪ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલાયા
- સુરતમાં BJPના કોર્પોરેટરના પુત્રએ કાયદો હાથમાં લીધો, કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહીને પછી કર્યું અંધાધૂંધ ફાયરિંગ