Thursday, Oct 23, 2025

જામનગર : 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, ખાટલામાં બેસાડી બહાર કઢાયો

2 Min Read

જામનગર : 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, ખાટલામાં બેસાડી બહાર કઢાયો

  • જામનગરના મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

જામનગરના (Jamnagar) મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની (Jamnagar Fire) ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત પ્રાથમિક અહેવાલ અનુસાર જામનગરના મસીતિયા રોડ ફાર્મ હાઉસ સામે ગત મોડી રાતના રવિરાજ જેઠવા નામનો 22 વર્ષીય માનસિક અસ્થિર યુવક અકસ્માતે સો ફૂટ ઊંડા કુવામા ખાબક્યો હતો.

યુવાન કૂવામાં ખાબકવાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યુ હાથ ધરી મહામહેનતે યુવકને હેમખેમ કુવામાંથી બહાર કાઢ્યો હતો.

ફાયરની ટીમે ગ્રામજનોની મદદથી કુવાની અંદર દોરડા વડે ખાટલાને ઉતારી અને તેમાં આ યુવાનને ખાટલા પર ચઢાવી દોરડા વડે ખેંચી સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતે કૂવામાં પડી ગયેલા ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article