Saturday, Sep 13, 2025

ઈઝરાઇલમાં સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલામાં ૩૦ લોકોના મોત

2 Min Read

હમાસ બાદ હવે ઈઝરાઇલે લેબનનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાઇલે ગાઝામાં હમાસ અને દક્ષિણી લેબનાનમાં હિઝ્બુલ્લાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લેબનનમાં હિઝ્બુલ્લા કમાંન્ડરનું મોત થઈ ગયું. હિઝ્બુલ્લા સાથે સંબંધિક એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છો. આ પહેલા ઈઝરાઇલે હમાસના તોપચી ડિપ્ટી કમાન્ડર મુહમ્મદ કટમશને માર્યા હતા.

ઈઝરાઇલી સેનાએ જણાવ્યું કે તેણે સોમવારે હિઝ્બુલ્લાના બે ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓમાંથી હિઝ્બુલ્લાના આતંકી ઈઝરાયલ પર એન્ટી-ટેન્ક મિસાઈલ અને રોકેટ લોન્ચ કરવાનું ક્ષડયંત્ર રચી રહ્યા હતા. ઈઝરાઇલ અને હમાસની વચ્ચે ૭  ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાઇલ પર હજારો રોકેટ છોડ્યા હતા. આટલું જ નહીં હમાસના યુવકોએ બોર્ડર વિસ્તારમાં ઘુસીને ઈઝરાઇલી સૈનિકો અને સામાન્ય લોકો પર હુમલો પણ કર્યો હતો.

ઈઝરાઇલે સોમવારે ગાઝામાં ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો. પેલેસ્ટાઈનની મીડિયા અનુસાર આ હુમલામાં ૩૦ લોકોના મોત થયા છે. ઈઝરાઇલે ત્રણ હોસ્પિટલોની પાસે બોમ્બ ફેંક્યા હતા. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ હુમલામાં હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું કે નહીં. હોસ્પિટલની પાસે હુમલાની ખબરો પર ઈઝરાઇલી સેનાએ કોઈ નિવેદન નથી આપ્યું.

આ હુમલામાં અત્યાર સુધી ૧૪૦૦ લોકોના મોત થયા છે. ત્યાં જ આ હુમલાના જવાબમાં ઈઝરાઇલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર બોમ્બર ફેંકી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધી ૪૬૦૦ લોકોના મોત થયા હોવાની જાણકારી છે. ત્યાં જ ૧૦ હજારથી વધારે લોકો ઘાયલ થયા છે. ઈઝરાઇલ અને હમાસમાં યુદ્ધનો આજે ૧૭મોં દિવસ છે. ઈઝરાઇલના હુમલાથી ગાઝામાં અત્યાર સુધી ૪૬૫૧ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ચરમપંથી સંગઠન હમાસના હુમલાથી ઈઝરાઇલના ૧૪૦૫ લોકોના મોત થવાની પુષ્ટિ કરી ચુક્યા છે.

આ પણ વાંચો :-

• ગુજરાતમાં ૯ લોકોના હાર્ટ એટેક થી મોત, ૧૭ વર્ષના વિધાર્થી સહિત ૩ ખેલૈયાઓના ગુમાવ્યો જીવ

Share This Article