દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે બુધવારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સ્પેશિયલ સેલે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને 500 કિલોથી વધુના કોકેઈનની રિકવરી કરી છે તેમજ આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલીવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના જવાબ શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.
તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં પણ દિલ્હી પોલીસે એક ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. પોતાની આ કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસે 288 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1.14 કરોડ રૂપિયા છે. પોલીસે આ કાર્ટેલના બે સભ્યોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ એક મુખ્ય સપ્લાયર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી આંધ્રપ્રદેશ અને ઓડીશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કવરચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાય વિરૂદ્ધ લડવાનો છે.
આ પણ વાંચો :-