અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાભરના દેશો પર આજથી ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે ત્યારે એશિયન શેરબજાર સહિત, જાપાન, હોંગકોંગના શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ભારતીય શેરબજારમાં અરાજકતા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 450 પોઈન્ટ નીચે ગયો. બીજી તરફ, નિફ્ટીમાં પણ 180 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
દેશ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવે તો ભારતને $31 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે. અમેરિકાએ લાદેલા 26 ટકા ટેરિફને કારણે, આઇટી શેરો અને બેંકિંગ શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS અને ઇન્ફોસિસના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો નિષ્ણાતોનું માનીએ તો, શેરબજારમાં ટેરિફની અસર લાંબા સમય સુધી જોવા મળશે નહીં.
જ્યારે નિફ્ટીની વાત કરીએ ગઈ કાલનું નિફ્ટીનું ક્લૉઝિંગ 23332.35 પોઈન્ટ પર રહ્યું હતું જેમાં આજે 180 જેટલા પોઈન્ટનો કડાકો બોલાઈ જતો પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી ઈન્ડેક્સ 23145.80 પર પહોંચી ગયો હતો. જોકે એમાંય રિકવરી દેખાતા સમાચાર લખવામાં સુધીમાં નિફ્ટી 23240 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
બીજી તરફ, શેરબજારના રોકાણકારોને પણ ભારે નુકસાન થયું છે. જે BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલ છે. એક દિવસ પહેલા, જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ 4,12,98,095.60 કરોડ રૂપિયા હતું. જે ગુરુવારે બજાર ખુલતાની સાથે જ 4,09,71,009.57 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આનો અર્થ એ થયો કે BSE બજારને એક મિનિટમાં રૂ. 3,27,086.03 કરોડનું નુકસાન થયું. આનો અર્થ એ થયો કે સવારે શેરબજારમાં 21 કરોડથી વધુ રોકાણકારોને 3.27 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.