Saturday, Sep 13, 2025

ઉત્તર પ્રદેશમાં યુવક પોતાનું બાઈક વંદે ભારત ટ્રેન સામે છોડીને ભાગ્યો

2 Min Read

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવક પોતાનું બાઇક આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસની સામે છોડીને ભાગી ગયો હતો. જેના કારણે બાઈક વારાણસી-નવી દિલ્હી વંદે ભારત (22435) ટ્રેનના એન્જીનમાં ફસાઈ ગઈ અને લાંબા અંતર સુધી ખેંચાતી રહી. સદ્ભાગ્ય છે કે વંદે ભારત પાટા પરથી ઉતરી નહીં નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

આ ઘટના સાંજે 04.20 વાગે તે સમયે થઈ જ્યારે વંદે ભારત વારાણસીથી પ્રયાગરાજ જંક્શન તરફ આગળ વધી રહી હતી. ઝૂંસી સ્ટેશનની નજીક બંધવા તાહિરપુર રેલવે અંડર પાસની ઉપર અમુક યુવક બાઈક લઈને રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. આ દરમિયાન વંદે ભારત સામે આવતી નજર આવી તો યુવક બાઈકને રેલવે ટ્રેક પર છોડીને ભાગી ગયો.

બાઇક ખેંચાવાનો જોરદાર અવાજ આવવા લાગ્યો. આ દરમિયાન લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. વારાણસી સ્થિત નોર્થ ઈસ્ટર્ન રેલવેના કંટ્રોલ રૂમને આ અંગેની માહિતી આપવામાં આવતાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને રેલવે ટ્રેક પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. RPF અને જીઆરપી ઘટનાની તપાસ કરી રહી છે અને બાઇક માલિકની શોધ કરવામાં આવી રહી છે. બાઇક માલિક સામે FIR નોંધવામાં આવી છે.

આ પહેલા દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટના કાનપુરના પનકી સ્ટેશન પાસે બની હતી. આ ઘટનાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની આ ઘટના બાદ કોચના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ વંદે ભારત ટ્રેનના ડ્રાઈવરે કંટ્રોલ રૂમને કરી હતી. આ પછી, આરપીએફ પનકીએ અજાણ્યા પથ્થરબાજો સામે કેસ નોંધ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article