Thursday, Oct 23, 2025

ચાલુ બસમાં જ મહિલાઓ બાખડી પડી, છૂટા હાથે મારામારી

2 Min Read
  • ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ, મહિલાઓ છૂટા હાથે મારામારી કરતી જોવા મળી.

બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટનાઓ સામાન્ય રીતે સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બીઆરટીએસ બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી અને જોત જોતાં જ મહિલાઓ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કેટલીક મહિલાઓ મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ બેફામ રીતે છૂટાહાથે મારામારી કરતી જોવા મળી હતી.

સુરતના ચાલુ બીઆરટીએસ બસની આ ઘટના છે. જ્યાં કોઈ મુદ્દે મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતાં જ મમાલો વળસ્યો હતો અને મહિલાઓ બેકાબૂ બની હતી. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી અને લાફા મારતી જોવા મળી હતી. ઘટનાને પગલે બસમાં જાણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. અન્ય પેસેન્જર્સે પણ તેમને છોડાવવાના પ્રયાસ કર્યા હતા.

મહિલાઓ વચ્ચે મારામારીની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. વીડિયો પરથી મહિલાઓના બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હોવાનું કહી શકાય છે. જ્યાં બન્ને ગ્રુપની મહિલાઓએ છૂટા હાથે મારામારી કરી રહી છે. જો કે કેટલીક મહિલાઓ દ્વારા તેમને છૂટા પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ક્યાં કારણોસર મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો :-

 

 

Share This Article