સુરતમાં સીઝનના પહેલા જ વરસાદમાં ગામ નદીમાં ફેરવાયું

Share this story

રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેથી કુંભારીયા ગામમાં પાણી ભરાયા છે. કુંભારીયા ગામના પાદર ફળિયામાં પાણી ભરાયા છે. પાદર ફળિયાના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અંદાજે ૫૦ જેટલા ઘરો કમર સુધીના પાણી આવી ગયાં છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat Rain : સીઝનના પહેલા જ વરસાદમાં ગામ નદીમાં ફેરવાયું, છેલ્લા ચારથી પાંચ વર્ષથી સમસ્યાનો કોઈ હલ નહીં

લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લોકોએ પોતાનો માલ સામાન હટાવી લીધો હતો. ગાદલાં-ગોદડા સહિતનો સામાન પલળી ગયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.સ્થાનિક કલાબેને કહ્યું કે, દરવર્ષે અહિં પાણી આવી જાય છે. તકલીફ હમણાં વધારે થાય છે. રહેવા અને ખાવાના ઠેકાણા નથી હોતા. કોના ઘરમાં કેટલા દિવસ સાજા માંદા રહેવું.

ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ૨૦૬ તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો :-