Saturday, Sep 13, 2025

સુરતમાં માતાએ પહેલા બન્ને બાળકોને દૂધમાં ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું ઝેર

1 Min Read

સુરતના પાલી ગામમાં રહેતી અન્નુ નામની મહિલાએ બે બાળકોને દૂધમાં ઝેર પીવડાવીને પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું.જે બાદ માતા અને બંને બાળકોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. મહિલાના પાડોશીઓએ કહ્યું કે, અન્નું નામની મહિલાના બીજા લગ્ન હતાં જ્યાએ આ બન્ને બાળકો પહેલા પતિના હતાં. બીજો પતિ પણ અલગ રહે છે.

બન્ને બાળકોને ઝેર આપી આપઘાતનો પ્રયાસ કરવા અંગેનું કારણ હાલ અકબંધ રહ્યું છે. જેથી પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાનો બીજા પતિ તેનાથી અલગ રહેતો હોવાથી બન્ને વચ્ચે ચાલતા અણબનાવ કે અન્ય કારણોસર પણ મહિલાએ વખ ઘોળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલાના બીજા લગ્ન થયા છે અને આ બાળકો પહેલા પતિના છે. ઘણાં સમયથી બીજો પતિ પણ તેનાથી અલગ રહે છે. હાલ પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે. હજુ સુધી સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Share This Article