મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, નાગપુર જિલ્લાના નરખેડ તાલુકાના મોવડ ગામમાં નિવૃત્ત શિક્ષક વિજય પચૌરી તેમની પત્ની અને પુત્રો સાથે મૃત હાલતમાં મળી આવ્યા છે. પુત્રો દીપક અને ગણેશની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે. વિજયની પત્નીનું નામ માલાબાઈ છે.
પોલીસનું કહેવું છે કે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં ચારેયની સહી છે. એક પુત્ર 38 વર્ષનો હતો અને બીજો 36 વર્ષનો હતો. બંનેએ હજુ લગ્ન કર્યા ન હતા. બંને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. સહકારી મંડળીમાં પુત્ર સામે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. મધ્યપ્રદેશના પાંડુરાની કો-ઓપરેટિવ સોસાયટીની ફરિયાદના આધારે પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. તેને એક મહિના પહેલા જ જામીન મળ્યા હતા. આ સુસાઇડ નોટમાં પણ લખવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના માવડ ગામમાં બુધવારે સવારે આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેની પત્નિ માલા (ઉ.વ. 55), અને બે દિકરા ગણેશ (ઉ.વ.38), દિપક (ઉ.વ. 36) થઈ છે. વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે.
આ પણ વાંચો :-