Thursday, Oct 23, 2025

હું રહીશ તો પ્રેમી સાથે જ, લગ્નના થોડા જ દિવસમાં ઘરેથી ભાગી મહિલા, પછી જે થયું…

2 Min Read

If I live with my lover

  • લગ્ન બાદ સારી રીતે જીવન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક એવી ઘટના બની કે હવે વરરાજાને રોવાના દિવસો આવ્યા છે.

લગ્ન (Marriage) બાદ સારી રીતે જીવન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક એવી ઘટના બની કે હવે વરરાજાને રોવાના દિવસો આવ્યા છે. વાત જાણે એમ છે કે એક પરિણીત મહિલા લગ્નના લગભગ એક મહિના પછી તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ત્યારથી તે મહિલા પ્રેમી (Woman Lover) સાથે જ રહે છે. ત્યારે હવે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી છે અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહી છે.

મળતી જાણકારી અનુસાર ચુરુ જિલ્લાના રાજલદેસરની રહેવાસી પરિણીત સરોજે એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું કે 9 ડિસેમ્બર, 2022ના રોજ તેના લગ્ન ચુરુમાં રહેતા એક યુવક સાથે થયા હતા. તે આ લગ્ન માટે તૈયાર ન હતી. પરંતુ પરિવારના સભ્યોએ તેની વાત સાંભળી નહીં. પરિણીત મહિલાએ જણાવ્યું કે લગ્નના પાંચ વર્ષ પહેલાથી જ નજીકના ગામમાં રહેતા મુકેશ સિંહ સાથે તેનો પ્રેમ સંબંધ ચાલતો હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા.

13 જાન્યુઆરીએ તે તેના સાસરિયાના ઘરેથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યાંથી બંને ભટિંડા ગયા અને પછી સીકર આવીને રહેવા લાગ્યા. જે બાદ પરિવારજનો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. બંનેએ એકબીજા સાથે રહેવા અને પોલીસ તરફથી રક્ષણ આપવાની માગ કરી છે. આ સિવાય પોલીસ તેમના પરિવારજનોની પણ માહિતી એકઠી કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article