મેષઃ-
માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.
વૃષભઃ-
દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
મિથુનઃ-
આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.
કર્કઃ-
માનસિક ચંચળતા વધે. દિવસ દરમ્યાન પ્રફુલ્લીત રહી શકાય. જીવન સાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધન લાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.
સિંહઃ-
માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રી વર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી તાવથી સાચવવું.
કન્યાઃ-
દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય.
તુલાઃ-
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઇ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃધ્ધિ થાય.
વૃશ્ચિકઃ-
આદ્યાત્મિકતામાં વૃધ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારૂં રહેશે. ટાયર, ટયુબ, કલર, કેમીકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.
ધનઃ-
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઇજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.
મકરઃ-
તર્ક શક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજજુ દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.
કુંભઃ-
નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. આગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતાભેદની શક્યતા છે.
મીનઃ-
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણ ઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.