Saturday, Sep 13, 2025

અમેરિકામાં ફરી એકવાર હિંદુ મંદિર પર કર્યો હુમલો, જાણો ખાલિસ્તાનીઓએ PM વિરુદ્ધ શું લખ્યું?

1 Min Read

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાના બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ૧૪ દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.

અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શુક્રવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો અને તે દરમિયાન મંદિર પર ખાલિસ્તાન તરફી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિર પર એમ પણ લખવામાં આવ્યું હતું કે “Modi is terrorist” “khalistan Znidabad

કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર થયેલા હુમલાની યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિંદા કરવામાં આવી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ‘અમે કેલિફોર્નિયામાં હિન્દુઓના પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. અમે ગુનેગારોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોની પણ પ્રશંસા કરીએ છીએ.

આ પણ વાંચો :-

Share This Article