દિલ્હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્હીમાં ગઇકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો, જેના પછી દિલ્હીના સરિતા વિહાર, દરિયાગંજ, પ્રગતિ મેદાન અને આઈટીઓ સહિત ઘણા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા. આજે સવારે પણ તેની અસર જોવા મળી હતી અને આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા.
દિલ્હી અને NCRમાં ભારે વરસાદને કારણે ૧૩ લોકોના મોત થયા છે અને ૨ લોકો ઘાયલ થયા છે. એકલા દિલ્હીમાં 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ મકાનો ધરાશાયી થતાં 1નું મોત, 2 ઘાયલ. દિલ્હીના ઘોડા વિસ્તારમાં ગટરમાં પડી જવાથી માતા-પુત્રીનું મોત થયું છે, દિલ્હીના મીઠાપુરમાં 28 વર્ષીય પ્રભાતનું વીજ કરંટથી મોત થયું છે. દિલ્હીના બિંદાપુરમાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી ટ્યુશન જઈ રહેલા 12 વર્ષના બાળકનું મોત થયું છે. સંગમ વિહારમાં ૨૨ વર્ષના છોકરાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું છે. ગુરૂગ્રામમાં ઈલેક્ટ્રિક શોક લાગવાથી 3 લોકોના મોત થયા છે, જયારે ફરીદાબાદ વલ્લભગઢમાં પાણીમાં ડૂબી જવાથી ૨ લોકોના મોત થયા છે.
દિલ્હીમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૨ વર્ષીય તનુજા અને તેનો ત્રણ વર્ષનો પુત્ર પ્રિયાંશ ગાઝીપુર વિસ્તારમાં ખોડા કોલોની પાસે આવેલા સાપ્તાહિક બજારમાં ગયા હતા. આ દરમિયાન તે લપસીને નાળામાં પડી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે બંનેને ડાઇવર્સ અને ક્રેનની મદદથી બચાવી લેવામાં આવ્યા અને લાલ બહાદુર શાષાી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જયાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે રોબિન સિનેમા પાસે ગાંતા ઘર પાસે સબઝી મંડી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. કાટમાળમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જયારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા ઘાયલ થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :-