Saturday, Sep 13, 2025

Health Tips : શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે

2 Min Read
  • વર્તમાન સમયમાં લોકોમાં વિટામીન B12 ની ઉણપ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે વિટામીન B12 ખૂબ જ ઓછા ખોરાકમાં જોવા મળે છે.

શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો તેના કારણે થાક, ત્વચા નિસ્તેજ થવી, માથાનો દુખાવો, સ્ટ્રેસ, પેટની સમસ્યા, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી હોય છે.

આમ તો સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે વાસી ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.પરંતુ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જેને ખાવાથી વિટામીન B12ની ઊણપ દુર થઈ શકે છે.

જો તમે ઘઉંના લોટની રોટલીને રાત્રે બનાવી અને બીજા દિવસે ખાવ છો તો તેમાં રાત્રે આવેલા આથાના કારણે શરીરને ફાયદો થાય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા વિટામિન B12 ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.

વાસી રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. વાસી રોટલીનું સેવન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

સંશોધન અનુસાર વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે માછલી, લીવર, રેડ મીટ, ઈંડા, દૂધ, ચીઝ, દહીં, પણ ખાઈ શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

Share This Article