Gujaratis no longer need
- Gujarat Tourism : રાજ્યના બે ટાપુઓને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસાવાશે. ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠકમાં લેવાયો નિર્ણય.
ગુજરાતે (Gujarat) હંમેશાથી દેશમાં પ્રવાસન માટે પહેલ કરી છે. આ કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈને આવે છે. ગુજરાતમાં પ્રવાસીઓની (tourist) સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજાઈ હતી.
જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતના આ બે ટાપુઓ હવે થાઈલેન્ડના (Thailand) ટાપુની જેમ હાઈફાઈ બનાવાશે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા બેટદ્વારકા (Bet Dwarka) અને શિયાળ બેટને (Shiyalbet) હવે નવી રીતે વિકસાવાશે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજવામાં આવી હતી. વિશાળ સાગરકાંઠો અને 144થી વધુ આયલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.
ટાપુના વિકાસ માટે 2077 કરોડની ફાળવણી :
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ઓથોરિટીની પાંચમી બોર્ડ બેઠકમાં અગાઉની બોર્ડ બેઠકમાં જે બે ટાપુઓ બેટદ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટેની નાણાકીય ફાળવણી આ વર્ષના રૂપિયા 2077 કરોડના પ્રવાસન બજેટમાંથી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટ માટે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો :-
- Kajal Hindustani : કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની ?
- જેલમાં ભેંસોને નવડાવશે અતીક અહમદ, કચરો કાઢવા ઉપરાંત કરશે આ કામ