Saturday, Sep 13, 2025

સુરતમાં GST વિભાગનો સપાટો, ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં દરોડા

2 Min Read

સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ  દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કશૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.

કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો છે. તો ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો રોકડમાં મોંઘા વિદેશી પેકેજ વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે. વધુમાં પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ સ્ટેટ GST અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બજારના સોંપો પડી ગયો હતો. અમુક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને દોડી નીકળ્યા હતા. જોકે કેટલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી અને તપાસ દરમિયાન શું હાથે લાગ્યું? તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આગામી સમયમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

આ અગાઉ ૧૭ સપ્ટેમ્બરના રોજ  GSTના અધિકારીઓ દ્વારા  કોપર આઈટમ  સાથે સંકળાયેલા ૯ પેઢીનાં ૨૧ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા ૬૭૦  કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા ૧૨૦ કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી. જે માહિતી જીએસટી વિભાગનાં ધ્યાને આવતા જે તે સમયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો :-

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

 

Share This Article