Saturday, Oct 25, 2025

જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ ભવ્ય હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું: ASI રિપોર્ટ

3 Min Read

જ્ઞાનવાપી મસ્જિદના ASI રિપોર્ટને લઈને હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને અનેક દાવાઓ કર્યા છે. ગુરુવારે તેમણે ASI સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કર્યો અને કહ્યું કે- રિપોર્ટમાં સામે આવ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું.

જ્ઞાનવાપી મસ્જિદના ASI રિપોર્ટને લઈને હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને અનેક દાવાઓ કર્યા છે. ગુરુવારે તેમણે ASI સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કર્યો અને કહ્યું કે- રિપોર્ટમાં સામે આવ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું. તેમણે કહ્યું કે- જિલ્લા જજના નકલ વિભાગ કાર્યાલયે તેમણે જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં કુલ પેજની સંખ્યા ૮૩૯ બતાવવામાં આવી રહી છે. આ રિપોર્ટને લઈને ગુરુવારે વિષ્ણુ શંકરે પ્રેસ કોન્ફરન્સ કરી.

કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનું ASI સર્વે કરાયો હતો. ૧૮ ડિસેમ્બરે ASIએ જિલ્લા જજની અદાલતે પોતાના રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ હિન્દુ પક્ષે માગ કરી હતી કે સર્વે રિપોર્ટની કોપી બંને પક્ષને સોંપવામાં આવશે. જેના પર બુધવારે ૨૪ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ જિલ્લા કોર્ટે તમામ પક્ષોના સર્વે રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા.

GPR સર્વે પર ASIએ કહ્યું કે- એમ કહી શકાય છે કે અહીં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું, હાલના ઢાંચાની પહેલા એક મોટું હિન્દુ મંદિર હતું. ASI મુજબ વર્તમાન જે ઢાંચો છે તેની પશ્ચિમી દીવાલ પહેલાના મોટા હિન્દુ મંદિરનો ભાગ છે. અહીં પર એક પ્રી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે તેની ઉપર જ બનાવાઈ છે.

હિન્દુ પક્ષે વધુ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે- મસ્જિદના પિલર્સ અને પ્લાસ્ટરનો થોડા મોડિફિકેશન કર્યા બાદ મસ્જિદ માટે ફરીથી ઉપયોગ કરાયો છે. હિન્દુ મંદિરના સ્તંભને થોડો ઘણો બદલીને નવા ઢાંચા માટે ઉપયોગ કરાયો છે. પિલર પરની કોતરણીને મિટાવવાના પ્રયાસ કરાયા છે. અહીં ૩૨ એવા શિલાલેખ મળ્યા છે જે જૂના હિન્દુ મંદિરના છે. દેવનાગરી ગ્રંથતેલુગુ કન્નડના શિલાલેખ મળ્યા છે.

હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે- મહામુક્તિ મંડપ જે ઘણો જ મહત્વપૂર્ણ શબ્દ છે જે તેના શિલાલેખમાં મળ્યો છે. સર્વે દરમિયાન એક પથ્થર મળ્યો શિલાલેખ મળ્યો જેનો તૂટેલો ભાગ પહેલાથી ASIની પાસે હતો. પહેલાના મંદિરના પિલરને ફરીથી ઉપયોગ કરાયો છે. તહેખાનામાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે, જેણે તહેખાનાની નીચે માટીથી દબાવી દેવાઈ હતી. પશ્ચિમી દીવાલ હિન્દુ મંદિરનો જ ભાગ છે જે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ૧૭મી શતાબ્દીમાં હિન્દુ મંદિરને તોડવામાં આવ્યું અને તેના વિધ્વંસ બાદના કાટમાળથી જ વર્તમાન ઢાંચાને બનાવાયો. મંદિરના પિલરને રેસ્ક્યૂ કરાયા છે.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

TAGGED:
Share This Article