Gold Rate Today
Gold Rate : સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે.
Gold Rate : સોના (Gold) અને ચાંદીના (Silve) ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે. હાલમાં જ સોનાએ 60,000નું સ્તર પાર કર્યું હતું. પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવનારા સમયમાં સોનું 65000 રૂપિયાનો રેકોર્ડ સર્જી શકે છે.
MCX પર બંને ધાતુઓમાં તેજી :
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી. સવારે સોનું 464 રૂપિયાની તેજી સાથે 10 ગ્રામના 59220 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ એક કિલોએ 457 રૂપિયા ચડીને 69766 રૂપિયા પર જોવા મળી હતી.
શરાફા બજારમાં ભાવ :
શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. જે મુજબ 999 પ્યોરિટીનું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 58637 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જે આજે 555 રૂપિયા ચડીને 59192 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 553 રૂપિયા ઉછળીને 58955 રૂપિયાના સ્તરે છે.
916 પ્યોરિટીવાળું ગોલ્ડ 507 રૂપિયા ઉછળીને 54219 રૂપિયાના સ્તરે જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 416 રૂપિયા વધીને 44394ની સપાટીએ જોવા મળ્યું છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 324 રૂપિયા વધીને 34627ના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ચાંદીના ભાવમાં ગઈ કાલના ભાવની સરખામણીએ 1147 રૂપિયા વધ્યા છે અને હાલ ચાંદી એક કિલોએ 69368ના સ્તરે છે.
આ પણ વાંચો :-